સુરત : દેશમાં આગામી લોકસભા ચૂંટણી 2024ની તારીખો બપોરે ત્રણ વાગે જાહેર થવાની હતી જેથી આચાર સંહિતા લાગે એ પહેલાં પૂરજોશમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં સુરત જિલ્લાના ઓલપાડના કિમ ગામે કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશના હસ્તે રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના સભ્યો પણ આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર : આજે 16 માર્ચ શનિવાર 2024ના દિવસે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા થવાની જાહેરાત ગઇકાલે થઇ ગઇ હતી. ત્યારે ગણતરીના સમયમાં વિવિધ સ્થળોએ લોકાર્પણ ખાતમુ યોજાયાં હતાં.જાહેર કરાયા પ્રમાણે જ ભારતીય ચૂંંટણી પંચ દ્વારા બપોરે ત્રણ કલાકે તારીખો પણ જાહેર કરી દીધી છે. ત્યારે આજરોજ આચાર સંહિતા લાગુ પડવાના થોડા સમય પહેલા જ વિકાસના કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ પૂરજોશમાં ચાલ્યા હતાં.
કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે ટિકિટ કપાવા મુદ્દે આપ્યું નિવેદન : આજરોજ સુરત લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ ઓલપાડ તાલુકાની મુલાકાતે આવ્યા હતાં. ઓલપાડના કિમ ગામે રસ્તા સહિતના અલગ અલગ વિકાસના કામોના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી. સુરત લોકસભા બેઠક પર કપાયેલ ટિકિટને લઇને તેમને પૂછવામાં આવતાં દર્શના જરદોશેએ જણાવ્યું હતું કે હું ભાજપની કાર્યકર્તા છું અને કાર્યકર્તાઓના સ્વરૂપો બદલાતા હોય છે કામના. આ બધી સ્વભાવિક પ્રક્રિયા હોય છે. દરેક ભારતીય જનતા પાર્ટીનો નાગરિક સ્વાભાવિક પ્રક્રિયામાં કટિબદ્ધ થઈને કામ કરતો હોય છે.
આગેવાનો હાજર : કિમ ખાતે આયોજિત ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતા પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અમિત પટેલ, સન્મુખ ધિમમર,ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણ પટેલ, સ્થાનિક યુવા આગેવાન અજય રામાણી ,ભરત ભરવાડ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.