નવી દિલ્હીઃ ગુજરાતની 1986 બેચના આઈએએસ ઓફિસર પંકજકુમારની લોકપાલના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. લોકપાલના કુલ 7 સભ્યો પૈકી 1 સભ્ય તરીકે પંકજકુમારની પસંદગી કરવામાં આવી છે. અગાઉ ગુજરાત કેડરના જ આઈએસ ઓફિસર આઈ.પી. ગૌતમ પણ લોકપાલના સભ્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
5 વર્ષનો કાર્યકાળઃ ગુજરાતના નિવૃત્ત આઈએએસ ઓફિસર પંકજકુમારની લોકપાલના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. પંકજકુમાર 5 વર્ષ માટે લોકપાલ સભ્ય તરીકે ફરજ બજાવશે. પંકજકુમાર ગુજરાતના નિર્વૃત્ત આઈએએસ ઓફિસર છે. પંકજકુમાર અગાઉ ગુજરાતના આઈએસ ઓફિસર આઈ.પી. ગૌતમ પણ લોકપાલના સભ્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજકુમાર ઉપરાંત સુશીલચંદ્રની પણ લોકપાલના સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. સુશીલચંદ્ર ગુજરાતમાં ઈન્કમટેક્સના ડીજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુશીલચંદ્રએ ચિફ ઈલેક્શન કમિશ્નર તરીકે પણ ફરજ નિભાવી છે.ગુજરાતની 1986 બેચના આઈએએસ ઓફિસર પંકજકુમારની લોકપાલના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. લોકપાલના કુલ 7 સભ્યો પૈકી 1 સભ્ય તરીકે પંકજકુમારની પસંદગી કરવામાં આવી છે. અગાઉ ગુજરાત કેડરના જ આઈએસ ઓફિસર આઈ.પી. ગૌતમ પણ લોકપાલના સભ્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બન્યા ચેરમેનઃ લોકપાલના 7 સભ્યોમાં ગુજરાતના પંકજકુમારની નિમણૂક કરવામાં આવી છે. પંકજકુમાર ઉપરાંત ગુજરાતમાં ઈન્કમટેક્સના ડીજી તરીકે ફરજ બજાવી ચૂકેલ સુશીલચંદ્રને પણ લોકપાલના સભ્ય બનાવાયા છે. લોકપાલના ચેરમેન તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અજય ખાનવીલકરની નિમણૂક કરાઈ છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી આ લોકપાલના સભ્યો અને ચેરમેનની નિમણૂકના આદેશ કરવામાં આવ્યા છે.