ETV Bharat / state

પરસોતમ રૂપાલાને હટાવો, શંકરસિંહ વાઘેલાએ આપ્યું અલ્ટિમેટમ - Parshottam Rupala Controversy - PARSHOTTAM RUPALA CONTROVERSY

લોકસભા ચૂંટણી ટાણે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભાંગરો વાટ્યો છે. તેમના વિરોધમાં રાજપૂત સમાજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનની આગામી રણનીતિ તૈયાર કરવા માટે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ એકસૂરે ઉમેદવાર બદલવાની માંગ કરી છે.

પરસોતમ રૂપાલાને હટાવો, શંકરસિંહ વાઘેલાએ આપ્યું અલ્ટિમેટમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 5:51 PM IST

Updated : Apr 6, 2024, 9:09 AM IST

પરસોતમ રૂપાલાને હટાવો, શંકરસિંહ વાઘેલાએ આપ્યું અલ્ટિમેટમ

ગાંધીનગર : પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આંદોલનની નવી રણનીતિ બનાવી રહ્યો છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને આ અંગે બેઠક મળી હતી. રાજ્યભરમાં પરશોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તેમણે પરસોતમ રૂપાલાના નિવેદન અંગે ખાસ વાત કરી હતી.

આ ભાજપ-કોંગ્રેસનો મુદ્દો નથી : શંકરસિંહ વાઘેલા

બેઠક દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપના ઉમેદવારથી જે શબ્દો નીકળ્યા તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. અત્યારે આ મુદ્દો ભાજપ-કોંગ્રેસનો નથી, પરંતુ આખો સવાલ હવે પોલિટિકલ બની ગયો છે. અહીં કોઈ પક્ષના વિરોધની વાત નથી, અહીં ભાજપના વિરોધની પણ વાત નથી. અહીં માત્ર એક વ્યક્તિના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે.

શંકરસિંહ વાઘેલાના નિવાસ્થાને બેઠક :

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, દેશમાં આ સમાજનો બહુ મોટો ફાળો રહેલો છે. આ સમાજના વિરુદ્ધમાં પરસોતમ રૂપાલાએ જાહેર સભામાં નિવેદન આપ્યું હતું. અહીં એક વ્યક્તિના વિરોધની વાત થઈ રહી છે, તો હવે ભાજપે નક્કી કરવાનું છે કે શું કરવું ?

ભાજપે આ મુદ્દાને પોતાના અહમનો મુદ્દો ન બનાવે : શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપ સમજી વિચારીને સમાજની માંગણી માની લે તો બહુ સારી વાત છે. જો ભારતીય જનતા પાર્ટી આ માંગણી નહીં માને તો અમારે શું કરવું તે અમે નક્કી કરીશું. અહીં કોઈ પક્ષના વિરોધની વાત નથી. તો ભાજપે આ મુદ્દાને પોતાના અહમનો મુદ્દો ન બનાવવો જોઈએ. જો ભાજપ પોતાના અહમનો મુદ્દો બનાવશે તો નુકસાન થશે.

24 કલાકનું અલ્ટિમેટમ, પરિણામની જવાબદારી ભાજપની રહેશે : શંકરસિંહ વાઘેલા

તમને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા કહ્યું કે, મેં દિલ્હી હાઇકમાન્ડ સુધી અમારી આ વાત પહોંચાડી છે. જો 24 કલાકમાં નહીં માને તો પરિણામની જવાબદારી ભાજપની રહેશે.

ક્ષત્રિય સમાજનો પ્રચાર રથ :

રાજ્યભરના ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં સમગ્ર ગુજરાતમાંથી પ્રચાર રથ કાઢવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી રહી છે. ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે અને આ રથ અંબાજી, કચ્છ સહિતની જગ્યાઓ પરથી નીકળવાનો છે. રથ પસાર થશે ત્યાં ક્ષત્રિય સમાજ રથને આવકારાશે. આ અંગે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

  1. પરષોત્તમ રૂપાલા અને હર્ષ સંઘવી વચ્ચે બંધ બારણે ચર્ચા, ભાજપ નેતાઓનું ભેદી મૌન તો પાટીદારે સમાજે આપ્યું સમર્થન
  2. પદ્મિનીબા વાળાના રૂપાલા સામે ઉપવાસ, કહ્યું ' આ ક્ષત્રાણીઓની લડાઈ માત્ર રૂપાલાની ટિકિટ પૂરતી સીમિત નથી

Last Updated : Apr 6, 2024, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.