વલસાડઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા બદલાપુરની ઘટનાને લઈ લોકોના આંદોલનનો અંત આવ્યો છે જોકે સતત ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રના અનેક તાલુકાઓમાં લોકો આંદોલનને પગલે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જેને પગલે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા અનેક હાઇવે ઉપર ચક્કાજામ કરી દેતા વાહનોની લાંબી કરતાં રોજ જોવા મળી હતી જેમાં ગુજરાતના કપરાડા તાલુકા માંથી નાસિક જતા માર્ગ ઉપર પણ લગભગ 20 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી અનેક વાહનો તેમાં ફકાયા હતા નિયમિત નાસિકથી શાકભાજી ભરી ગુજરાત લાવતા અનેક વાહનો આ ટ્રાફિકજામનો ભોગ બન્યા હતા તેને પગલે સતત ત્રણ દિવસથી શાકભાજીની એપીએમસી માર્કેટમાં પણ શાકભાજી મોડું પહોંચ્યું હતું.
બદલાપુરની ઘટનાને લઈને આક્રોશ: મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી બદલાપુરમાં થયેલી એક ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જેને પગલે લોકો રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને માટે ચક્કાજામ કરી દેતા અનેક વહન ચકા જામમાં ફસાઈ ગયા હતા જેને પગલે હાઇવે ઉપર મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા અનેક રોણો ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.
કપરાડા નાસિક હાઇવે ઉપર બોર્ડરના ગામોથી વાહનોની લાંબી કતારો: કપરાડા નાસિક હાઇવે નંબર 848 ઉપર રોજિંદા પસાર થતા ભારે વાહનો આંદોલનનો ભોગ બન્યા છે. જેને પગલે 848 હાઈવે ઉપર મહારાષ્ટ્રની બોર્ડર અને ગુજરાતના ગામ સુથારપાડાથી લઈને છેક પેઠ મહારાષ્ટ્ર સુધી 20 થી 25 કિમી લાંબી વાહનોની કતારો બે દિવસથી લાગી ચૂકી હતી. વાહન ચાલકો બબ્બે દિવસથી પોતાનાં વાહનમાં જ ભૂખ્યા તરસ્યા વિતાવી હતી.
શાકભાજી લઈને ગુજરાતમાં આવતા વાહનો ફસાયા: મોટાભાગે ગુજરાતમાં વહેલી પરોઢિયે નાસિક તેમજ સોલાપુરથી ટામેટા ધાણા લીલા મરચા મકાઈ રીંગણ પાપડી તુવર કોબી ફ્લાવર જેવા અનેક શાકભાજી ભરી ટેમ્પાઓ અને પીકઅપ આવે છે પરંતુ મહારાષ્ટ્રના પેઠ ખાતે લોકોએ રસ્તા રોકો આંદોલન કરતા આ ટ્રાફિક જામમાં શાકભાજીના વાહનો પણ ફસાઈ જવા પામ્યા હતા. નિયમિત રીતે જે વાહનો એપીએમસી માર્કેટમાં મળસ કે બે વાગ્યાની આસપાસ શાકભાજી લઈને પહોંચતા હતા તે બપોરે 12:00 વાગે કે 2:00 વાગે આવી રહ્યા છે છેલ્લા બે દિવસથી આ પરિસ્થિતિને કારણે શાકભાજીના વેપારીઓ પણ મુશ્કેલી માં મુકાયા છે.
પાણીની બોટલો 50 રૂપિયા સુધી વેચાઈ: ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો ભોજન અને પાણી માટે અનેક જગ્યા ઉપર લેવા માટે પહોંચ્યા હતા. જોકે આ તકનો લાભ લઈને કેટલાક દુકાનદારોએ પાણીની બોટલો પણ ડબલ ભાવે વહેતી ધીકતો ધંધો કરી લીધો હતો. કેટલાક ટ્રક અને ક્લીનર ચાલકોએ બબ્બે દિવસ સુધી વાહનોમાં ટ્રાફિક ખોલવાની રાહ જોઈને ભૂખ્યા તરસ્યા રાત વિતાવી હતી.
નાનાપોન્ડા APMC માર્કેટમાં સમયસર શાકભાજી પહોંચ્યું નહીં: સામાન્ય રીતે એપીએમસી માર્કેટ વહેલી સવારે 02:30 વાગ્યાની આસપાસ ખુલી જતું હોય છે જ્યાં અનેક વેપારીઓ સ્થાનિક ખેડૂતો પાસેથી શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે અને આ જ સમયે નાસિકથી ટામેટા તેમજ અન્ય શાકભાજી લઈને આવતા વાહનો પણ સમયસર પહોંચી જતા હોય છે પરંતુ નાસિકથી આવતા વાહનો ટ્રાફિક જામમાં ફસાતા છેલ્લા ત્રણ દિવસથી એપીએમસી નો સમય પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે બપોરે 12 અને 2:00 વાગે વાહનો આવી રહ્યા છે જેને પગલે શાકભાજીનો જથ્થો વેપારીઓ પાસે સમયસર પહોંચી નથી રહ્યો જેના કારણે કેટલાક શાકભાજીના ભાવ વધી ગયા છે તો કેટલાકના ભાવ ઉતરી પણ ગયા છે.
મહારાષ્ટ્રનું આંદોલન સમેટાયું: જો કે આજે વહેલી સવારે મહારાષ્ટ્રમાં આંદોલન સમેટી લેવામાં આવતા વહેલી સવારથી ટ્રાફિક ખુલ્લો થયો હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમ છતાં પણ નિયમિત ટ્રાફિક હળવો થતા હજુ બે દિવસનો સમય લાગશે કારણકે મહારાષ્ટ્રની બોર્ડરના અને ગુજરાતના ગામ સુધી વાહનોની લાંબી કતારો અને ટ્રાફિકજામ સર્જાયો છે. જેને પગલે તેને ખુલ્લો થતાં હજુ પણ 08:00 થી 10 કલાક જેટલો સમય લાગશે.
આમ મહારાષ્ટ્રમાં થયેલા આંદોલનની અસર શાકભાજીના વેપારીઓને સીધી રીતે થઈ રહી છે. જોકે હવે આંદોલન સમેટાઈ થઈ ગયું છે, પરંતુ ટ્રાફિક ખુલ્લો થતાં હજુ પણ 08:00 થી 10 કલાક જેટલો સમય લાગશે તેવો અંદાજ છે.
વાવમાં આવેલ લોકનિકેતન ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો - MP Ganiben Thakor in Vav