સુરતઃ લોકતંત્રના મહાપર્વનો આવતી કાલે નિર્ણાયક દિવસ છે ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને બીએસપીના ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં બીએસપીના રેખાબેન ચૌધરીએ કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને ટેકો જાહેર કર્યો હતો. તેથી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થઈ હતી.
સિદ્ધાર્થ ચૌધરીનો દાવોઃ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી એ જીતનો દાવો કરતા જણાવ્યું હતું કે, બારડોલી ના 2 ટર્મથી સાંસદ એવા પ્રભુ વસાવા 10 વર્ષ નિષ્ક્રિય રહ્યા છે. તેઓ પ્રજા વચ્ચે ઓછા દેખાય છે. અને તેમના દ્વારા તાપી રિવર લિંક હોય કે ઝિંક પ્રોજેક્ટ હોય જેમાં આદિવાસીઓની જમીન જવાનો ભાઈ રહ્યો છે અને આંદોલનો પણ થાય જેમાં તેમના દ્વારા કોઈ સાંસદ માં કોઈ પણ જાતની રજૂઆત કરવામાં આવી નથી અને જેટલા દિવસ પ્રચાર માં અમે લોકો વચ્ચે ગયા છે અને લોકો ને જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી કોંગ્રેસ ની જીત થાય રહી છે એમાં કોઈ બેમત નથી.
પ્રભુ વસાવાનો વિશ્વાસઃ ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પણ જીતનો દાવો કરતા જણાવ્યું હતું કે, 10 વરસમાં ભારત દેશે જે પ્રગતિ કરી છે અને જે બારડોલી લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યો થયા છે તેને જોઈને મતદારો દ્વારા વોટિંગ કરવામાં આવ્યું છે. જનતા જાણે છે કે કોના દ્વારા કેટલું પ્રજાલક્ષી કામ કરવામાં આવ્યું છે. તેથી ભાજપ જીતની હેટ્રિક મારશે અને પ્રજા હિતના વિકાસ કાર્યો ફરીથી થશે.