ETV Bharat / state

કચ્છ લોકસભા બેઠક પર 17 ચૂંટણીઓમાં માત્ર 2 વખત જ મહિલા ઉમેદવાર જીત્યા છે - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

કચ્છમાં 1951થી 2019 સુધી યોજાયેલ કુલ 17 લોકસભા ચૂંટણીમાં માત્ર 2 વખત જ મહિલા ઉમેદવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. વર્ષ 1984 અને 2009માં કચ્છને મળ્યા હતા મહિલા સાંસદ. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

17 ચૂંટણીઓમાં માત્ર 2 વખત જ મહિલા ઉમેદવાર જીત્યા છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 3:37 PM IST

કચ્છઃ લોકસભા ચૂંટણી દર 5 વર્ષે યોજાતી હોય છે જેનો રાજકીય પક્ષો જોર-શોરથી પ્રચાર કરતા હોય છે. આજે આપણે વાત કરીશું કચ્છ લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે રહી ચૂકેલા મહિલા ઉમેદવારોની. આ લોકસભા બેઠક પર વર્ષ 1984માં કોંગ્રેસના ઉમેદવાર ઉષા ઠક્કર પ્રથમવાર કચ્છના મહિલા સાંસદ તરીકે જીત્યા જ્યારે વર્ષ 2009માં ભાજપના ઉમેદવાર પૂનમ જાટ સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે આજ સુધી કચ્છના એક પણ મહિલા કે પુરુષ સાંસદને મંત્રીપદ મળ્યું નથી.

પ્રથમ મહિલા સાંસદ કોંગ્રેસનાઃ દેશની 8મી લોકસભાની ચૂંટણી વર્ષ 1984માં થઈ હતી. ચૂંટણી જાહેર થતાં જ કચ્છમાં પણ રાજકીય પક્ષો એક્ટિવ થયા હતા. વર્ષ 1984માં કોંગ્રેસે પ્રથમ વખત સ્ત્રી સશક્તિકરણનો નિર્ણય લીધો અને તુણાના સરપંચ પદેથી ચૂંટાઈ આવેલા ઉષા ઠક્કરને કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ (ઈન્દિરા ગાંધી)ના સત્તાવાર ઉમેદવારની સામે સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે ડો. એમ.એમ.મહેતા અગાઉથી નક્કી જ હતા, પરંતુ ત્રીજા પરિબળ તરીકે લઘુમતી સમાજના યુવા એડવોકેટ અમીરઅલી લોઢિયાએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવતા કોંગ્રેસ અને વિપક્ષના રાષ્ટ્રીય મોરચા કોંગ્રેસ બંનેને મૂંઝવણમાં મૂકી દીધા હતા.

રાજીવ ગાંધીએ જાહેરસભા યોજી હતીઃ આ સમયગાળા દરમિયાનના કામચલાઉ વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી ખૂબ સક્રિય હતા અને તેમણે ઉમેદવાર ઉષા ઠક્કરના પ્રચાર માટે ભુજના ખારસરા મેદાનમાં જાહેરસભા સંબોધી હતી. તે સમયના મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી પણ તેમની સાથે જોડાયા હતા. તે સમયે મતદારોએ પણ પોતાનો મિજાજ આગોતરો જ કોંગ્રેસ તરફી હોવાનો દર્શાવ્યો હતો. બીજી બાજુ ડો. મહિપતરાય મહેતાના પ્રચારમાં રતુભાઈ અદાણી અને કેશુભાઈ સવદાશ પટેલે કચ્છમાં જાહેરસભા સંબોધી હતી.

30 હજાર મતોથી વિજેતાઃ કચ્છ લોકસભા બેઠક માટે 24મી ડિસેમ્બરે કડકડતી ટાઢમાં માત્ર 55 ટકા જેટલું જ મતદાન થયું હતું. 28મી ડિસેમ્બરના મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. અંજાર તાલુકાના તુણા ગામના 22 વર્ષ સુધી સરપંચ તરીકે રહી ચૂકેલા કોંગ્રેસ (ઈન્દિરા ગાંધી)ના ઉષાબેન ઠક્કરને 1,29,624 મત મળ્યા હતા, ડો.એમ.એમ.મહેતાને 99,539 અને અમીરઅલી લોઢિયાને 43,717 મત મળ્યા. આમ મહિલા ઉમેદવાર ઉષા ઠકકરે અમીરઅલી લોઢિયા અને ડો. એમ.એમ.મહેતાને ચૂંટણીમાં હરાવ્યા હતા. કચ્છ લોકસભા બેઠક પર પ્રથમ મહિલા સાંસદ તરીકે ઉષા ઠક્કર સંસદમાં પહોંચ્યાં. ઉષાબેન ઠક્કરે સંસદમાં કચ્છનું પ્રતિનિધિત્વ પ્રથમ મહિલા સાંસદ તરીકે કર્યુ હતું.

2009માં અમાનત બેઠકઃ વર્ષ 2009માં કચ્છ લોકસભા બેઠક નવા સીમાંકન મુજબ અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક થઈ. જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજકીય ઈતિહાસમાં પ્રથમ વખત કચ્છ બેઠક પરથી ગાંધીધામ નગર પાલિકામાં કરેલા સારા દેખાવને પગલે મહિલા ઉમેદવાર પૂનમ જાટને મેદાનમાં ઊતાર્યા હતા. આ અગાઉ કોંગ્રેસે મહિલા ઉમેદવાર ઉષા ઠક્કરને ઉતાર્યા હતા પણ ભાજપ પક્ષ તરફથી મહિલા ઉમેદવારીનો આ પહેલો જ પ્રયોગ હતો જે સફળ રહ્યો હતો.

2 ઈવીએમ રાખવા પડ્યાઃ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી પૂનમ જાટ તો કોંગ્રેસમાંથી વાલજી દનિચા મુખ્ય પક્ષના ઉમેદવારો રહ્યા હતા. આ બન્ને ઉમેદવાર ઉપરાંત અન્ય 15 જેટલા પણ દાવેદારો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે ઈવીએમમાં એકીસાથે 16 જેટલા જ નામ આવી શકે તેમ હોય છે ત્યારે વર્ષ 2009માં કુલ 17 જેટલા ઉમેદવાર થઈ જતાં કચ્છ મોરબીના તમામ મતદાન મથક પર 2-2 ઈવીએમ રાખવા પડયા હતા. વહીવટી તંત્રને આ માટે ભારે દોડધામ કરવી પડી હતી.

બીજા મહિલા સાંસદ ભાજપનાઃ વર્ષ 2009માં 30મી એપ્રિલના કચ્છ લોકસભા બેઠક માટે મતદાન યોજાયું હતું. મતદાન માત્ર 42.55 ટકા જ થયું હતું. 16મી મેના રોજ મત ગણતરી યોજવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવાર પૂનમ જાટને 2,85,300 અને કોંગ્રેસના ઉમેદવાર વાલજી દનિચાને 2,13,957 મત મળતાં ભાજપનો 71,343 મતની સરસાઈથી વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર પૂનમ જાટ કચ્છ લોકસભા બેઠકના બીજા મહિલા સાંસદ અને ભાજપ પક્ષના કચ્છ લોકસભા બેઠકના પ્રથમ સાંસદ સભ્ય બન્યા હતા. તેમની સાંસદ સભ્ય તરીકેની કામગીરીમાં મોટાં કામોમાં ચાર બજેટમાં કચ્છને 12 ટ્રેન મળી, કચ્છની ખાડીમાં વેસન મોનિટરિંગ સિસ્ટમ, ગડુલી-સાંતલપુર પરિયોજનાને મંજૂરી, 12 ગેસ એજન્સીઓ પણ મળી હતી.

  1. નવસારી લોકસભા બેઠક પર માતાના આશીર્વાદ સાથે સી આર પાટીલનું ઉમેદવારી પત્ર, વાજતેગાજતે વિજય સંકલ્પ રેલી - C R Patil Nomination
  2. ચૈતર વસાવાનો ભરૂચમાં રોડ શો, ભાજપ અને મોદી સરકાર પર કર્યા આકરા વાકપ્રહાર - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.