ETV Bharat / state

દાદરા નગર હવેલી અને દમણ-દીવ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન, 12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાનું મતદાન હતું. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ એમ 2 લોકસભા બેઠક પર મતદાન થયું હતું. સવારના 7થી સાંજના 6 કલાક સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. બન્ને લોકસભાના 12 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે.

12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ
12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 10:21 PM IST

12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ (Etv Bharat Gujarat)

દમણ/સેલવાસઃ આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાના મતદાનમાં સાંજે 5 કલાક સુધી દાદરા નગર હવેલી લોકસભા બેઠકનું 66.61 ટકા જ્યારે દમણ-દીવ લોકસભા બેઠકનું 62.31 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 6 કલાકે તમામ બુથના દરવાજા બંધ કરવામાં આવ્યા હતાં. જે દરમ્યાન હજૂ પણ કેટલાક મતદારો કેટલાક બુથ પર છેલ્લી ઘડીનું મતદાન કરવા આવ્યા હોવાથી ચોક્કસ ટકાવારી ચૂંટણી પંચ દ્વારા જાહેર પછીથી કરવામાં આવશે. હાલ બન્ને લોકસભા બેઠકના 12 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે.

12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ
12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ (Etv Bharat Gujarat)

મતદારો અને મતદાનની ટકાવારીઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પૈકી દરેક જિલ્લા મુજબ મતદારોની વિગતો જોઈએ તો દમણ માં 50,900 પુરુષ અને 46,262 સ્ત્રીઓ મળી કુલ 97,172 મતદારો છે. જે પૈકી 7મી મેના યોજાયેલ મતદાનમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 61.52 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દીવમાં 16,748 પુરુષ અને 20,229 સ્ત્રી મતદારો મળી કુલ 37029 મતદારો પૈકી 64.39 ટકા મતદારોએ સાંજના પાંચ વાગ્યા સુધીમાં મતદાન કર્યું હતું. આ બન્ને જિલ્લા એક જ લોકસભા બેઠક પર આવતા હોય દમણ દિવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો પૈકી 62.31 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્નઃ દમણમાં કુલ 93 પોલિંગ બુથ પર અને દીવમાં કુલ 47 પોલિંગ બુથ પર 7મી મે ના શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. દમણ-દિવ લોકસભા બેઠક પર વર્ષ 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1, કેતન ડાહ્યાભાઈ પટેલ જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર છે. જેમનું નિશાન પંજો છે. 2, પટેલ લાલુભાઈ બાબુભાઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન કમળ છે. 3, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન પ્રેશર કુકર છે. 4, પટેલ ઉમેશકુમાર ઉત્તમભાઈ નવસર્જન પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન વહાણ છે. 5, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટરી ટોર્ચ છે. 6, મુલ્લા મોહમ્મદ ઈંદ્રિસ ગુલામ રસુલ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટ છે. 7, શકીલ લતીફ ખાન અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન ઓટો રીક્ષા છે. આ તમામનું ભાવિ હાલ EVM માં સીલ થયું છે.

12 ઉમેદવારોનું ભાવિ કેદઃ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 1,48,095 પુરુષ અને 1,34,929 સ્ત્રી મતદારો મળી કુલ 2,83,035 મતદારો પૈકી 66.61 ટકા મતદારોએ 7મી મેં ના 5 વાગ્યા સુધીમાં મતદાન કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 2024 લોકસભા ચૂંટણી માટે 5 ઉમેદવારો મેદાને છે. જેમાં 1, અજિત રામજી માહલા કોંગ્રેસના ઉમેદવાર છે. જેમનું નિશાન પંજો છે. 2, ડેલકર કલાબેન મોહનભાઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન કમલ છે. 3, બોરસા સંદીપભાઈ એસ. બહુજન સમાજ પાર્ટી ના ઉમેદવાર છે. જેમનું નિશાન હાથી છે. 4, કુરાડા દીપકભાઈ ભારત આદિવાસી પાર્ટી ના ઉમેદવાર છે. જેમનું નિશાન હોકી અને બોલ છે. 5, શૈલેષભાઇ વરઠા અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટ્સમેન છે. જે તમામનું ભાવિ હાલ મતદાન પૂર્ણ થયા બાદ EVMમાં કેદ થયું છે.

30 સંવેદનશીલ પોલિંગ બુથઃ બન્ને લોકસભા બેઠક પર કુલ 13 ઓકઝીલરી પોલિંગ બુથ, 32 ક્રિટિકલ પોલિંગ બુથ અને 30 સંવેદનશીલ પોલિંગ બુથ હતા. દાદરા નગર હવેલી દમણ દિવ બન્ને લોકસભા બેઠક પર મતદારોને આકર્ષવા 1-1 વિશેષ પોલિંગ બુથ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં પિંક પોલિંગ બુથ પર માત્ર મહિલાઓએ જ ફરજ બજાવી હતી. દિવ્યાંગો માટે વિશેષ PwDs પોલિંગ બુથ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં PwDs સ્ટાફ તેનું સંચાલન કર્યુ હતું. એ ઉપરાંત એક એક મોડેલ પોલિંગ બુથ પણ ઉભું કરવામાં આવ્યું હતું. તમામ પોલિંગ બુથ પર મેડિકલ ફેસિલિટી, તાપ થી બચવા છાંયડાની વ્યવસ્થા અને પૂરતા સ્ટાફ ઉપરાંત સુરક્ષા જવાનો તૈનાત રહ્યા હતા. જેઓ દ્વારા સંપૂર્ણ કાયદો વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું હતું.

ખાસ વોર રુમઃ દાદરા નગર હવેલી અને દમણ દિવના કુલ 459 મતદાન મથકો પર થતી ગતિવિધિ Live નિહાળી શકાય એ માટે ખાસ વોર રૂમ બનાવવામાં આવ્યો હતો. દરેક પોલિંગ બુથ પર વેબકાસ્ટિંગ ની સુવિધા ઉભી કરી તેની ફીડ પર વોર રૂમ માં તૈનાત સ્ટાફ સતત નજર રાખી હતી. આ ચૂંટણીમાં બન્ને બેઠક પરના યુવા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. પ્રથમ વખત મતદાન કરવા આવનાર યુવા મતદારોને પોલિંગ બુથના કર્મચારીઓ દ્વારા ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

4જૂને પરિણામઃ ઉલ્લેખનીય છે કે, હાલ તો બને લોકસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા છે. જે કેટલા સાચા હશે તે તો આગામી 4જૂનના પરિણામ બાદ જ જાણવા મળશે.

  1. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારે કર્યું મતદાન - Gujarat Voting Day
  2. કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ પિતા સાથે કર્યું વોટિંગ, વધુ મતદાનની અપીલ - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.