ETV Bharat / state

ગોપાલ ઈટાલિયાના ગામમાં ભાજપનો ચૂંટણી પ્રચાર, નીમુબેન બાંભણિયાએ યોજી જાહેર સભા - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

ભાવનગર લોકસભા બેઠક વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ કાર્યાલયનું ઉદઘાટન કર્યુ તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના ગામમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું. ભાજપની રણનીતિ જાણવાનો પ્રયાસ ETV BHARATએ કર્યો હતો. Loksabha Election 2024 Bhavnagar Seat AAP Gopal Italiya BJP Nimuben Bambhaniya Election Campaign

ગોપાલ ઈટાલિયાના ગામમાં ભાજપનો ચૂંટણી પ્રચાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 7:04 PM IST

ગોપાલ ઈટાલિયાના ગામમાં ભાજપનો ચૂંટણી પ્રચાર

ભાવનગરઃ લોકસભા ચૂંટણી સંદર્ભે ભાવનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર દ્વારા થતા પ્રચારને લઈને ETV BHARATએ સ્થળ મુલાકાત કરી હતી. ભાજપ દ્વારા ગ્રામ્ય કક્ષાએ પ્રચાર કરવાની પદ્ધતિ અને લોકોનો વિશ્વાસ જીતવા માટે અપનાવવામાં આવતા એજન્ડા વિશે માહિતી મેળવી હતી. જો કે ભાજપ દ્વારા જિલ્લામાં સમર્થન મળતું હોવાના દાવા થઈ રહ્યા છે.

ધોળામાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટનઃ ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા શિસ્તબધ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ઉમેદવાર નિમુબેન બાંભણિયા પ્રચાર કરી રહ્યા છે. ધોળામાં કાર્યાલયના ઉદઘાટન દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ આહિર એ જણાવ્યું હતું કે અમારા ઉમેદવારની ઉપસ્થિતિમાં આજે ઉમરાળા તાલુકાનું ગઢડા વિધાનસભાના હેઠળ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ધોળા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન બાદ અમે ટીમ્બી ગામે સભા યોજવાના છીએ. ત્યારબાદ ગઢડા, વલભીપુર અને છેલ્લે સાંજે ચોગઠ ગામે ભવ્ય સભા સામાજિક સંવાદરૂપે યોજવાની છે.

દરેક બુથમાં ગ્રુપ બેઠકોઃ ભાજપ દ્વારા ગ્રામ્ય કક્ષામાં પ્રચાર માટે પોતાના મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જઈ રહ્યું છે, ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ આહિરે જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ લોકોમાં ભાજપ માટે બહુ ઉત્સાહ છે. નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ફરી વખત લોકસભામાં 400 પાર સીટ મેળવીને સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સરકાર બનાવવાની છે. પ્રાથમિક સુવિધાઓ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે તેમજ અંત્યોદયની યોજનાઓ જે છે તેના દ્વારા અમે લોકો સુધી જઈએ છીએ. દરેક ગામોમાં અમારા કાર્યકર્તાઓને આગેવાનો આગામી દિવસોમાં દરેક બુથમાં ગ્રુપ બેઠકો લેવાના છે.

ગોપાલ ઈટાલિયાના ગામમાં જાહેર સભાઃ ભાવનગર લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધન દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયેલા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના ગામમાં ભાજપ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેથાભાઈ આહીર, પ્રતાપભાઈ આહીર સહિત સ્થાનિક આગેવાનોએ સભામાં હાજરી આપી હતી. જો કે યોજાયેલી સભામાં આસપાસના ગામોના લોકોને પણ આમંત્રિત કરાયા હતા. ત્યારે જાહેર મંચ ઉપરથી નિમુબેન બાંભણિયાએ ભાષણ દરમ્યાન જણાવ્યું હતું કે ભવિષ્ય માટે આપણે વધારે મતદાન કરીએ અને સાથે મળીને જે પણ કંઈ કામ બાકી છે જે કંઈ કરવાના છે એ કરશું. નરેન્દ્રભાઈને ફરીથી દિવ્ય અને ભવ્ય વિજય સાથે આપણે વિજય બનાવીએ. ત્રીજો મારો ક્રમાંક છે આ ક્રમાંક એટલે ત્રીજીવાર નરેન્દ્ર ભાઈ વડાપ્રધાન બનાવવાના છે. ગુજરાતમાં તમારા બધાના સહકારથી તમારા બધાના પરિશ્રમથી તમારા આગેવાનો હંમેશાં તમારા છે. અમારા આગેવાનો હંમેશાં તમારા કામને પ્રાયોરિટી આપીને કામ કર્યા છે ત્યારે આપણે ફરીથી કામ કરીયે અને મત આપીને ભાજપને જીતાડીએ.

  1. ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, જાણો ક્યાં મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈ રહી છે ? - Lok Sabha Election 2024
  2. તા.2જી મેના રોજ વડાપ્રધાન જૂનાગઢમાં કરશે ચૂંટણી સભા, તડામાર તૈયારીઓ - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.