ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી રજૂઆત - Loksabah Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 11:05 PM IST

કોંગ્રેસના ડેલીગેશન દ્વારા ચૂંટણી પંચમાં લોકસભા ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને અનેક ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદો અંગે શુ પગલાંઓ લેવામાં આવ્યા તે અંગે નો જવાબ મેળવવા માટે કોંગ્રેસ ડેલિગેશન ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યું હતું. Loksabah Election 2024 Irregularity in Voting Congress Amit Chavada

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ કોંગ્રેસની ફરિયાદ છે કે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ દ્વારા લોકસભા સામ-દામ-દંડ-ભેદ અપનાવવા આવ્યો હતો. જે અંગેની અનેક ફરિયાદો કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

લેખિતમાં રજૂઆતઃ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં અલગ-અલગ બેઠકો પર સરકારી તંત્રનો ભરપુર દુરુપયોગ કરવામાં આવ્યો છે. સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થાનિક અસામાજીક તત્વોને સાથે રાખીને કોંગ્રેસને મત ન આપવા અને ભાજપને વોટ આપવા માટે ભયનું વાતાવરણ ઉભું કરી દબાણ કરવામાં આવતું હતું. જે બાબતના અનેક વિડીયો પણ સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા છે.

બોગસ મતદાનઃ કોંગ્રેસના આક્ષેપ છે કે, જવાબદાર પોલીસ અધિકારીઓ તથા સરકારી અધિકારીઓ દ્વારા મતદાન મથકની અંદર બોગસ મતદાન માટેના પણ પ્રયત્ન કરવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને મળેલ છે. તેની જાણ ચૂંટણી પંચને કરવામાં આવેલ છે. પોલીસ તંત્ર કે સરકારી અધિકારીઓ વિરુદ્ધ લોકસભાના ઉમેદવારો કે તેમના ચૂંટણી એજન્ટો કે જિલ્લા-શહેરના કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચૂંટણી પંચને ઈ-મેઈલ દ્વારા કે લેખિતમાં ફરિયાદ કરેલ હોવા છતાં કોઈપણ કાર્યવાહી ચૂંટણી પંચે કરેલ નથી. આમ, ચૂંટણી પંચ કોઈ એક રાજકીય પક્ષ માટે જ કામ કરતું હોય તેવું ચિત્ર ઉપસી આવેલ છે.

આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘનઃ ઉપરોક્ત ફરિયાદો સિવાય પણ અનેક ફરિયાદો ઉઠવા પામેલ છે. જેમાં મુખ્યત્વે BU, CU અને VVPAT મશીન બદલવા, બોગસ મતદાન કરવા, CCTV કેમેરા બંધ કરી દેવા, નિયમોનું ઉલ્લંઘન કરતા અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા, મતદાનમાં ગેરરીતિ થવા, WPATમાં નાંખેલા વોટની સ્લીપ દેખાતી ન હોવા, અસામાજીક તત્વોનો ઉપયોગ કરી મતદાન ન કરવા દેવા, રાજકીય પક્ષના સીમ્બોલવાળી સાધન- સામગ્રીનો મતદાન મથકમાં ઉપયોગ થવા, કાયદેસરના પોલીંગ એજન્ટોને મતદાન મથકથી દુર રાખવા, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી દ્વારા રોડ-શો કરવા, મતદાન મથકની 100 મીટરની અંદર રાજકીય પક્ષના બેનર લગાવવા, ચોક્કસ પક્ષના ઉમેદવારને મત આપવા માટે મતદારોને ધમકાવવા, EVM મશીન ખોટકાવા, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી મતદાતાઓને ધમકાવવા, સરકારી કર્મચારીઓ દ્વારા રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, મતદાર કાપલીનું વિતરણ ન થવાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સત્તાપક્ષ દ્વારા તંત્રનો દુરુપયોગ કરી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં અનેક ગેરરીતિઓ થઈ છે અને આગળ પણ થાય તેવી દહેશત છે ત્યારે આ અંગે ઈલેક્શન કમિશન દ્વારા યોગ્ય પગલાં લેવાય તે લોકશાહીના હિતમાં અત્યંત જરૂરી છે. ઈલેક્શન કમિશન દ્વારા સ્ટ્રોંગરૂમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય, સ્ટ્રીંગરૂમમાં રખાયેલ BU, CU, WPAT, EVMની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય, સ્ટ્રોંગરૂમની તમામ બાજુએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવાય અને ચોવીસે કલાક તેનું રેકોડીંગ થાય, મતગણતરીના કેન્દ્રો ઉપર વીડીયો રેકોડીંગ કરવા વગેરે વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવી અત્યંત જરૂરી છે.

  1. ઝારખંડમાં PM મોદીની ચૂંટણી રેલી, વિપક્ષ પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા - Lok Sabha Election 2024
  2. કોનું પલડું ભારે : કચ્છ લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ? - Lok Sabha Election 2024 Result

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.