ETV Bharat / state

Lok Sabha Elections 2024 : લાલુભાઈ પટેલની આગેવાનીમાં દમણ-દીવ બેઠક સર કરવા ભાજપે કમર કસી - Daman Diu seat

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બે સંસદીય બેઠક પૈકીની દમણ-દિવ લોકસભા બેઠક પર ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યો છે. દમણ-દીવની બેઠક પર સતત ચોથી વાર લાલુભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે સંઘ પ્રદેશ ભાજપે ચૂંટણી પ્રચારના વિવિધ આયોજન કરી બેઠકોનો દોર શરૂ કર્યો છે.

દમણ-દીવ બેઠક સર કરવા ભાજપે કમર કસી
દમણ-દીવ બેઠક સર કરવા ભાજપે કમર કસી
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 12:24 PM IST

Lok Sabha Elections 2024

દમણ : આગામી લોકસભા ચૂંટણી માટે સંઘપ્રદેશ દમણ-દીવના ઉમેદવાર તરીકે ભાજપમાંથી લાલુભાઈ પટેલનું નામ જાહેર થયું છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા દરેક મતવિસ્તારમાં બેઠકો અને સંપર્ક અભિયાનનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભાની 2 બેઠકો છે. 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપ મોવડી મંડળે ત્રણ ટર્મના સીટીંગ સાંસદ લાલુભાઈ પટેલને ચોથી વખત ઉમેદવાર જાહેર કર્યા છે. હાલ દમણ-દીવ ભાજપમાં ચૂંટણી પ્રચારની તૈયારી ચાલી રહી છે. દાદરા નગર હવેલી દમણ-દીવ પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદીએ લોકસભા ચૂંટણીને લઈ ચાલતી તૈયારી અને આયોજન સાથેના ચૂંટણી પ્રચાર અંગે મહત્વની વિગતો આપી હતી.

ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ : પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપ મોવડી મંડળ દ્વારા પહેલી વખત સમય કરતાં વહેલા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર લાલુભાઈ પટેલને 2024 લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. સમાજના આગેવાનો અને તમામ મતદારો સાથે તેમનો સતત સંપર્ક રહ્યો છે. 15 વર્ષથી તેઓ અવિરત વિકાસના કામ કરતા આવ્યા છે, તેથી મતદારોમાં પરિચિત છે. તેમને આ ચોથી વખત ચૂંટણી લડવાની તક મળી છે. તેઓને વિજેતા બનાવવા તમામ ઇન્ચાર્જ પદાધિકારીઓ, ચૂંટાયેલી પાંખના કાર્યકરોએ ડોર ટુ ડોર કેમ્પેઇન, રેલી અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

ચૂંટણી પ્રચારની શરૂઆત : લોકસભા ચૂંટણી 2024 માટે દમણ ભાજપ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પણ ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં પ્રત્યેક મંડળમાં મહત્વના લોકો સાથે સંપર્ક શરૂ કર્યો છે. ચૂંટણી પ્રચાર સંદર્ભે 8 અને 9 માર્ચના રોજ લાલુભાઈ પટેલ દીવ પ્રદેશનો પ્રવાસ કરશે. 10 માર્ચથી લાલુભાઈ પટેલ દમણમાં દરેક મંડળમાં ટીમ સાથે સંપર્ક અભિયાન હાથ ધરશે. ઉપરાંત આગામી દિવસમાં બુથ માઈક્રો મેનેજમેન્ટ હેઠળ પ્રત્યેક બુથ પર બુથ કાર્યકરોને પ્રભાવિત કરશે. અગાઉ જે તે બૂથ પર જે મતદાન થયું છે તેના કરતાં વધુમાં વધુ લીડ માટે મતદાન થાય તેવા કાર્ય કરવામાં આવશે.

ડોર ટુ ડોર લોકસંપર્ક : લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલનું નામ જાહેર થતા બુથ વાઈસ મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચૂંટાયેલા પાંખના કાર્યકર્તા ડોર ટુ ડોર સંપર્ક કરશે. તમામ મતવિસ્તારમાં જ્ઞાતિ સંમેલન, પ્રકોષ્ઠા સંમેલનો, વ્યવસાયિકો સાથે સંમેલન યોજવામાં આવશે. જે અંગેના આયોજન પણ થઈ ચૂક્યા છે. તેમજ ચૂંટણી પ્રચારને લઈ લાલુભાઇ પટેલનો લોક સંપર્ક, રેલી, સભાના પ્લાનિંગ પણ આગામી એકાદ બે દિવસમાં કરી લેવામાં આવશે.

2009થી ભાજપના સાંસદ લાલુભાઈ : ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત દમણ-દિવમાં 2009 થી લાલુભાઈ પટેલ સતત ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બનતા આવ્યા છે. 2009 માં ભાજપે પ્રથમ વખત લાલુભાઈને લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા હતા. ત્યારે કુલ વોટ પૈકી 46.7 ટકા (44,546) મત મેળવી લાલુભાઈ પ્રથમ વખત સાંસદ બન્યા હતા. 2009માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે 19,708 મતની લીડથી જીત્યા હતા.

લાલુભાઈએ ભાજપને હેટ્રિક અપાવી : વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં લાલુભાઈ 9222 ની લીડથી જીત્યા હતા. તે વખતે કુલ વોટ પૈકી તેમને 42 ટકા (46,960) મત મળ્યા હતા. વર્ષ 2019 માં લાલુભાઈ પટેલે ભાજપને હેટ્રિક અપાવી હતી. 2019 માં તેમને કુલ વોટ પૈકી 42.98 ટકા (37,597) મત મળ્યા હતા અને 9942 મતની લીડથી જીત મેળવી હતી. આ વખતે ભાજપે લાલુભાઈને ચોથીવાર લોકસભા ચૂંટણીમાં રિપીટ કર્યા છે.

જંગી લીડથી જીતનો વિશ્વાસ : 68 વર્ષીય લાલુભાઈ પટેલ કોળી પટેલ સમાજમાંથી આવે છે. તેઓ દમણ-દીવના લોકપ્રિય નેતા છે. આ વર્ષે પણ તેઓ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ દમણ ભાજપે વ્યક્ત કર્યો છે. એટલે અત્યારથી જ મતદારોને રીઝવવા ચૂંટણી પ્રચારના તમામ આયોજનો સાથે પ્રચાર અભિયાન શરૂ કરી દીધા છે.

  1. Daman Lok Sabha Seat: દમણ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ચૂંટણી લડશે વર્તમાન સાંસદ લાલુ પટેલ
  2. Amit Shah In Silvassa : સેલવાસમાં લાભાર્થી સંમેલનમાં લોકસભા સીટને લઇ અમિત શાહે ભાંગરો વાટ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.