ETV Bharat / state

પોરબંદરમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ, પાર્કિંગથી લઈ મીની ફાયર ફાઈટર સુધીની સુવિધા ઉપલબ્ધ - LokSabha Election Vote Counting - LOKSABHA ELECTION VOTE COUNTING

4 જૂને લોકસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. અને પરિણામ જાહેર થશે કે આગામી પાંચ વર્ષ માટે કેંદ્રમાં કોની સત્તા રહેશે. તેથી મતગણતરીના કેન્દ્રોની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવામાં પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવેલા કેન્દ્રની કેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે તે એક પ્રેસ કોન્ફરનક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. શું છે તૈયારી જાણવા માટે વાંચો આ અહેવાલ. LokSabha Election Vote Counting

આગામી પાંચ વર્ષ માટે કેંદ્રમાં કોની સત્તા રહેશે. તેથી મતગણતરીના કેન્દ્રોની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ
આગામી પાંચ વર્ષ માટે કેંદ્રમાં કોની સત્તા રહેશે. તેથી મતગણતરીના કેન્દ્રોની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 6:37 PM IST

પાર્કિંગથી લઈ મીની ફાયર ફાઈટર સુધીની સુવિધા ઉપલબ્ધ (Etv Bharat Gujarat)

પોરબંદર: 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી થવાની છે. અને પરિણામ સાથે જાહેર થશે કે આગામી પાંચ વર્ષ માટે કેંદ્રમાં કોની સત્તા રહેશે. આ સાથેજ 4 જૂન માટે મતગણતરીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેમાં પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યો છે. ઉપરાંત લોકસભામાં સમાવિષ્ટ ૭૩-ગોંડલ, ૭૪-જેતપુર, ૭૫-ધોરાજી, ૮૩-પોરબંદર, ૮૪-કુતિયાણા, ૮૫-માણાવદર, ૮૮-કેશોદ સહિતની વિધાનસભા ઉપરાંત માણાવદર અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીનું આયોજન આ કેન્દ્ર પર કરવામાં આવ્યું છે.

પોરબંદરમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ (Etv Bharat Gujarat)

4 જૂનના સવારે ૮ કલાકેથી મત ગણતરી શરૂ: તમને જણાવી દઈએ કે, તારીખ ૪ જૂનના સવારે ૮ કલાકેથી મત ગણતરી શરૂ થશે. આ મતગણતરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે યોજાનાર મતગણતરી અંગે માહિતી આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, ૩ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં પોલિટેકનિક કોલેજના ૪ બ્લોકમાં મતગણતરી યોજાનાર છે. આ માટે ટી.એન. વેંકેટેશ, ચંદ્રન વી. અને અરૂણ બાબુરાવ આનંદકરની ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

૪ બ્લોકમાં કાઉન્ટિંગ પ્રક્રિયા થશે: સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે A,B,C અને F બ્લોક એમ ૪ બ્લોકમાં કાઉન્ટિંગ પ્રક્રિયા થનાર છે. A. બ્લોકમાં જેતપુર, ધોરાજી અને કુતિયાણા, B બ્લોકમાં પ્રથમ માળ ખાતે પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે માણાવદરની લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી થશે. તેમજ C બ્લોકમાં કેશોદ અને D બ્લોકમાં ગોંડલની મતગણતરી થશે. લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના ૧૪ કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ-અલગ રાઉન્ડમાં મતગણતરીનું આયોજન કરાયું છે. તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મતગણતરીમાં કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે: ઉપરાંત ગોંડલ - ૧૭, જેતપુર - ૨૨, ધોરાજી - ૧૯, પોરબંદર - ૧૮, કુતિયાણા - ૧૭, માણાવદર - ૨૦, અને કેશોદ - ૧૮ની રાઉન્ડમાં મતગણતરી યોજાનાર છે. મત ગણતરી કેન્દ્ર ખાતે ત્રણ લેયર સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોલેજના પ્રવેશ ગેટથી પોલીસ દ્વારા જરૂરી આઈકાર્ડ અને ફ્રીસ્કિંગની કામગીરી બાદ અધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. ૪ જુને પોલિટેકનિક કોલેજ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોરબંદર લોકસભા અને માણાવદર તથા પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત ૭ ડિવાયએસપી, ૧૧ પીઆઇ, ૪૭ પીએસઆઈ, ૩૯૦ એએસઆઇ - કોન્સ્ટેબલ, ૪૨ એસઆરપી, ૪૮ સીએપીએફ ફરજ પર તૈનાત રહેશે. મીડિયા રૂમની સાથે મેડિકલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

હીટવેવના કારણે મેડિકલ રૂમ કાર્યરત કરી જરૂરી સામગ્રી, દવા અને તબીબી ટીમ તથા પૂરતા પ્રમાણમાં ઓઆરએસનો જથ્થો ઉલબ્ધ કરાશે.

મીની ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રહેશે: આટલુ જ નહીં પણ ૧૬૫ કાઉન્ટિંગ સુપરવાઇઝર, ૧૮૩ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ૧૬૦ માઇક્રો ઓબ્ઝર્વર અને ૩૪ એઆરઓ ફરજ પર રહેશે. તેમજ પોરબંદર નગરપાલિકાનું મીની ફાયર ફાઈટર કર્મચારીઓ સાથે કાઉન્ટિંગ સેન્ટર ખાતે સ્ટેન્ડ બાય રખાશે.

પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી: આ તમામ સ્ટાફ તથા ચૂંટણી એજન્ટ તેમજ મીડિયા પર્સન્સએ જરૂરી ચૂંટણી અંગે ઇસીઆઇ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ આઈકાર્ડ સાથે અન્ય ઓળખકાર્ડના પુરાવા રાખવાના રહેશે. મેઇન ગેટથી પ્રવેશ મેળવતી વખતે ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ સાથે લઈ આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. મીડિયા પર્સન્સ દ્વારા વિડીયો રેકોર્ડિંગ માટે હેન્ડીકેમ્પનો ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં મોબાઈલ કે સ્ટેન્ડવાળા કેમેરાથી વિડીયો રેકોર્ડિંગની અનુમતિ આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લા સેવા સદન-૧ કમ્પાઉન્ડ ખાતે સ્ટાફ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ઉમેદવારો રાજકીય પક્ષો માટે એન.કે. મહેતા હોસ્પિટલ કમ્પાઉન્ડ એરપોર્ટ સામે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

કોણ કોણ હજાર હતું આ પ્રેસ કોન્ફરન્સમાં: કલેકટર કે.ડી. લાખાણી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં એસપી ભગીરથસિંહ જાડેજા, અધિક કલેક્ટર રાજેન્દ્રસિંહ રાયજાદા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક ગળચર, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા, મામલતદાર રિદ્ધિ પરમાર તેમજ પોરબંદરના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

  1. ગાંધીનગર સંસદીય મતવિભાગની મતગણતરી કેન્દ્ર થયું નક્કી, જનરલ ઓર્બ્ઝવરે લીધી મુલાકાત - Election Counting Centre
  2. સૌરાષ્ટ્રની 7 બેઠક પર કોનું પલડું ભારે, કોને હશે પરિણામથી ચિંતિત - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.