ETV Bharat / state

કોનું પલડુ ભારે : ગાંધીનગર લોકસભા બેઠક પર હારવા ખાતર લડી રહેલા કોંગ્રેસનું વાગ્યું તો તીર નહિતર તુક્કો ! - Lok Sabha Election 2024 Result

ગુજરાતની સૌથી હાઇપ્રોફાઇલ સીટ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના "મોટાભાઈ" અને ગૃહપ્રધાન અમિત શાહને ટક્કર આપવા કોંગ્રેસે રાષ્ટ્રીય સેક્રેટરી સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. આગામી 4 જૂને ચૂંટણી પરિણામ જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થશે કે, સતત નવ ટર્મથી ભાજપ શાસિત આ બેઠક પર સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન ?

કોનું પલડુ ભારે : ગાંધીનગર લોકસભા બેઠક
કોનું પલડુ ભારે : ગાંધીનગર લોકસભા બેઠક (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 6:08 PM IST

Updated : Jun 1, 2024, 7:03 PM IST

ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024 માં ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની સૌથી હાઇપ્રોફાઇલ સીટ પૈકી એક છે. હાલમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સામા પક્ષે કોંગ્રેસે સોનલ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આગામી 4 જૂનના રોજ જનતાનો પ્રતિનિધિ જાહેર થશે. એ પહેલા જાણો ગાંધીનગર લોકસભા બેઠક પર કોનું પલડું ભારે રહેશે...

ગાંધીનગર લોકસભા બેઠકના મતદારો : ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો છે. તેમાંથી 13.5 લાખ મતો પડ્યા છે, તેની ટકાવારી 59.77 થાય છે. ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગાંધીનગરમાં કુલ 21,82,736 મતદાતાઓ છે. જેમાં 11,20,874 પુરુષ અને 10,61,785 મહિલા મતદારો છે, જ્યારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા માત્ર 77 અને 141 NRI મતદારો પણ નોંધાયા છે. 85 વર્ષથી વધુના મતદારોની સંખ્યા 20,319 છે. આ બેઠક પર 79 ટકા શહેરી મતદાતા અને 21 ટકા ગ્રામીણ મતદાતાઓ છે.

ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભા : ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા પૈકી કલોલમાં 65.09 ટકા, સાણંદમાં 64.76 ટકા, ઘાટલોડીયામાં 61.68 ટકા, વેજલપુરમાં 56.89 ટકા, નારણપુરામાં 55.75 ટકા, સાબરમતીમાં 56.75 ટકા અને ગાંધીનગર ઉત્તરમાં 57.44 ટકા મતદાન થયું છે. ગાંધીનગરમાં ગત 2019 લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે મતદાનમાં 5.8 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહની તુલનામાં સોનલ પટેલ પ્રમાણમાં નબળા ઉમેદવાર ગણાય છે. કોંગ્રેસનો પ્રચાર પણ ભાજપની તુલનામાં નબળો રહ્યો હતો.

  • ભાજપ ઉમેદવાર અમિત શાહ

ગૃહપ્રધાન અમિત શાહ પ્રથમ સંઘ અને બાદમાં ABVP માં જોડાયા હતા. વર્ષ 1987માં ભાજપમાં જોડાયા બાદ અમિત શાહને પહેલી મોટી રાજકીય તક 1991માં મળી હતી. જ્યારે તેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર સંભાળ્યો હતો. વર્ષ 1997માં અમિત શાહે સરખેજ વિધાનસભા સીટ પર 25,000 મતોથી પેટા ચૂંટણી જીતીને રાજકીય કારકિર્દીની શાનદાર શરૂઆત કરી. બાદમાં સક્રિય કાર્યકર્તા અને રાજનેતા તરીકે વિવિધ હોદ્દા અને પદ પર કાર્યરત રહ્યા. 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ 2017 માં રાજ્યસભા સાંસદ અને 2019 માં કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા હતા.

ભાજપ ઉમેદવાર અમિત શાહ
ભાજપ ઉમેદવાર અમિત શાહ (ETV Bharat)

આ પરિબળ નજીક લઈ આવશે "જીત"

ગાંધીનગર લોકસભા સીટ ભાજપ માટે દેશમાં સૌથી સુરક્ષિત સીટ પૈકી એક સીટ છે. ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 23 હજાર કરોડના વિકાસકાર્યો અને ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો છે. ગાંધીનગરમાં બ્રિજ, ઓવરબ્રિજ, રિવરફ્રન્ટ, મેટ્રો અને રોડ-રસ્તા સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અમિત શાહનો રાજકીય અનુભવ, તેમના હોદ્દા અને કામગીરી તેમના માટે જીતનું મુખ્ય પરિબળ છે. તેથી મતદારોનો જોક ભાજપ તરફ જોવા મળે છે.

"હાર" નજીક લઈ જતા પરિબળો

ગાંધીનગરમાં ભાજપની હારની સંભાવના લગભગ નહીંવત છે. પરંતુ જો વાત કરવામાં આવે તો સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલા અઢી લાખ મતદારો ભાજપ માટે માથાનો દુખાવો બને તેવી સંભાવના છે. તે ઉપરાંત ક્ષત્રિય આંદોલન પણ ભાજપને નડી શકે છે. ગાંધીનગરના કેટલાક ગામડાઓમાં આજે પણ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે.

  • કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ

સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત સોનલ પટેલ અત્યારે મહારાષ્ટ્રના સહ પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. સોનલબેનના પિતા AMC માં વિપક્ષના નેતા હતા. મામા ઠાકોરભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ હતા. કોંગ્રેસ પાસે આ વખતે સક્ષમ ઉમેદવારની તંગી હોવાના કારણે સોનલ પટેલને ટિકિટ આપી છે.

કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ
કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ (ETV Bharat)

આ પરિબળ નજીક લઈ આવશે "જીત"

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં લઘુમતી સમાજના મતદારો કોંગ્રેસ તરફી છે. ક્ષત્રિય આંદોલનને કારણે ગાંધીનગરમાં કોંગ્રેસને થોડો ઘણો ફાયદો મળશે. ઇન્ડિયા ગઠબંધનને કારણે મતવિભાજનની સંભાવના ઓછી છે.

"હાર" નજીક લઈ જતા પરિબળો

ગાંધીનગર લોકસભા સીટ પર કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર નિરસ રહ્યો હતો. આ લોકસભા વિસ્તારમાં કોઈ રાષ્ટ્રીય નેતાએ મોટી જાહેરસભા કરી ન હતી. કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ પણ જોઈએ તેવા એક્ટિવ રહ્યા ન હતા. તેઓ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગણ્યાગાંઠ્યા કોંગ્રેસ કાર્યકરો સાથે હતા. કોંગ્રેસ પાસે આ વખતે સક્ષમ ઉમેદવારની તંગી હોવાના કારણે સોનલ પટેલને ટિકિટ આપી છે. સોનલ પટેલની સીધી ટક્કર મજુબત નેતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત સામે છે.

  • ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ 10 લાખ લીડનો લક્ષ્યાંક પાર કરી શકશે ?

ગાંધીનગર લોકસભા સીટ પર ગત લોકસભા ચૂંટણી કરતા આ વખતે અંદાજિત 5.08 ટકા ઓછું મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઘટતા ભાજપનો દસ લાખની લીડનો લક્ષ્યાંક મેળવવો મુશ્કેલ લાગી રહ્યો છે. ઉપરાંત ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપની લીડ ઘટે તેવી સંભાવના રાજકીય પંડિત વ્યક્ત કરી રહ્યા છે. આ લક્ષ્યાંક સિદ્ધ થશે કે નહીં તે જોવું રહ્યું. કોઈપણ લોકસભા બેઠક પર પાંચ લાખની લીડ મેળવવા માટે મતદાનની ટકાવારી વધવી જરૂરી છે.

ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી લડી રહ્યા હોવાથી ભાજપે 10 લાખ લીડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ સીટ પર કુલ 21.82 લાખ મતદારો છે. તેમાંથી 13.5 લાખ મતો પડ્યા છે, તેની ટકાવારી 59.77 થાય છે. ભાજપને જો પાંચ લાખની લીડ જોઈતી હોય તો કુલ મતમાંથી 9.02 લાખ મત એટલે કે 69.15 ટકા મત મેળવવા પડે. ઉપરાંત જો દસ લાખની લીડ જોઈતી હોય તો 13.5 લાખ મત પૈકી દસ લાખથી વધુ મત ભાજપને મળવા જોઈએ. આટલી ઊંચી ટકાવારીમાં મત મેળવવા લગભગ અશક્ય છે.

  1. કોનું પલડું ભારે : અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મકવાણા Vs મકવાણા, કોણ ફાવશે ? - Lok Sabha Election
  2. કોનું પલડું ભારે : કચ્છ લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ? - Lok Sabha Election 2024 Result

Last Updated : Jun 1, 2024, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.