ETV Bharat / state

વાપીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે વલસાડ લોકસભા બેઠકના કાર્યકરો અને કી વોટર્સ સાથે બેઠક કરી, ભાજપને જીતાડવાનો શ્રમ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024માં વધુમાં વધુ ભાજપ તરફી મતદાન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વલસાડ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરો અને જિલ્લાના કી વોટર્સ સાથે બેઠક યોજી હતી.

વાપીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે વલસાડ લોકસભા બેઠકના કાર્યકરો અને કી વોટર્સ સાથે બેઠક કરી, ભાજપને જીતાડવાનો શ્રમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 7:16 PM IST

વાપી : વાપીના અનાવિલ સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા ભાજપ અને વાપી શહેર સંગઠન દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ભાજપે કરેલ વિકાસની ગાથા રજૂ કરી આ ચૂંટણીમાં વધુમા વધુ ભાજપ તરફી મતદાન થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ચૂંટણીમાં વધુમા વધુ મતદાન કરાવવા અપીલ કરી : વાપીના અનાવિલ સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા ભાજપ અને વાપી શહેર સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ વલસાડ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરો, હોદ્દેદારોને મહત્વનું ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ ભાજપના ચૂંટાયેલ પ્રતિનિધિઓ, વિવિધ સમિતિના અને સંગઠનના મળીને 508 કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. તો, જિલ્લાના 250 કિ-વોટર્સ સાથે બેઠક યોજી ભાજપે કરેલ વિકાસની ગાથા રજૂ કરી હતી. આ ચૂંટણીમાં વધુમા વધુ ભાજપ તરફી મતદાન કરાવવા મુખ્યમંત્રી અને નાણામંત્રીએ સૌને અપીલ કરી હતી.

508 જેટલા કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું : બેઠક અંગે વાપી શહેર પ્રમુખ સતીશ પટેલે વિગતો આપી હતી કે, 26 વલસાડ લોકસભા બેઠકમાં વલસાડ જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર ધવલ પટેલને જંગી બહુમતથી વિજય અપાવવા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોને અપીલ કરી હતી. તેમજ આ બેઠકમાં ઉપસ્થિત 508 જેટલા કાર્યકરોને મહત્વનું ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

ઘર ઘર મોદી પત્રનું વિતરણ : જેમાં ચૂંટણી દરમિયાન કઈ રીતે કામગીરી બજાવવી, મોદી સાહેબે કરેલા વિકાસના કાર્યોની રૂપરેખા મતદારો સુધી કઈ રીતે લઈ જવી, મતદાનના દિવસે મતદારોના ઘરે ઘરે જઈ તેનો પ્રચાર પ્રસાર કરવો, 7મી મેના મતદાનના દિવસે વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે પ્રકારે કામગીરી બજાવવી. સૌથી વધુ મતદાન થાય તે માટે ઘર ઘર મોદી પત્રનું વિતરણ કરવું વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

250 જેટલા કી વોટર્સ સાથે બેઠક : જે બાદ જિલ્લાના 250 જેટલા કી વોટર્સ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના સામાજિક ક્ષેત્રે મહત્વની સેવા પ્રદાન કરનારા સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાના સંતોમહંતો, વલસાડ જિલ્લાના મોટા ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસના કાર્યોનો રોડ મેપ રજૂ કર્યો જેઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ દેશમાં 2014 પછી થયેલા વિકાસની વિગતો રજૂ કરી હતી. ઉપરાંત 2014 પછી થયેલ આર્થિક પ્રગતિ અંગે, અર્થવ્યવસ્થા અંગે, જીએસટી કલેક્શન અંગે તેમજ દેશમાં ઘટેલી બેરોજગારી અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. દેશમાં થઈ રહેલા વિકાસની ગાથા રજૂ કરતી વખતે મુખ્યમંત્રી એ ઉપસ્થિત સૌને વિકાસના કાર્યોનો રોડ મેપ રજૂ કરી તે અંગે માહિતી આપી હતી.

ઉદ્યોગકારો સાથે વિશેષ પ્રશ્નોત્તરી યોજી : ઉદ્યોગકારો સાથે વિશેષ પ્રશ્નોત્તરી યોજી હતી જેમાં ઉદ્યોગકારોને નડતા પ્રશ્નો અંગે વિગતો માંગી હતી. જો કે, દેશમાં સતત પ્રગતિ થઈ રહી હોય, સરકાર દ્વારા ઉદ્યોગકારો માટે સારું વાતાવરણ ઉપલબ્ધ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતના પ્રમુખ, તમામ વિધાનસભાના ધારાસભ્યો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

  1. CM ભુપેન્દ્ર પટેલ રાજપીપળામાં, ભરૂચ અને છોટાઉદેપુર બેઠક જંગી લીડથી જીતવા કર્યુ આહ્વાન - CM Bhupendra Patel Visited Rajpipla
  2. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના આંગણે, લોકસભાની ચૂંટણીને લઈને બંધ બારણે બેઠક શરૂ - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.