ETV Bharat / state

એક સ્થાન ચાર ગ્રહોનું મિલન 12 રાશિ પર પાડશે પ્રભાવ : 4 ગ્રહો 4 જૂને કોને આપી શકે છે સત્તા - astrologer Kishan Joshi predict - ASTROLOGER KISHAN JOSHI PREDICT

જ્યોતિષ ભારતના શાસ્ત્રનું અભિન્ન અંગ માનવામાં આવે છે. આજે પણ ભારતમાં જ્યોતિષને માનવાવાળાઓ કરોડો છે. ત્યારે 31 મેના રોજ એક રાશિમાં 4 ગ્રહો ભ્રમણ કરશે જે 4 જૂને કોની સત્તા અને 12 રાશિઓ પર પોતાનો પ્રભાવ પાડશે. જાણો વિસ્તારથી... Bhavnagar astrologer Kishan Joshi predicted the election results

4 ગ્રહો 4 જૂને કોને આપી શકે છે સત્તા
4 ગ્રહો 4 જૂને કોને આપી શકે છે સત્તા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 6:58 AM IST

ભાવનગરના જ્યોતિષી કિશનભાઈ જોશીએ ચૂંટણી પરિણામોને લઈને ભવિષ્ય વાણી કરી (Etv Bharat Gujarat)

ભાવનગર: 31મે ના રોજ ચાર જેટલા ગ્રહો એક રાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. ઈટીવી ભારતે એક રાશિમાં 4 ગ્રહો અને 4 તારીખે કોની સરકાર તેમજ 12 રાશિ માટે આગામી સમય કેવો રહેશે તે માટે જ્યોતિષી સાથે ખાસ વાતચીત કરી હતી. ભારતની કુંડળીમાં કેન્દ્રમાં આવતા ચાર ગ્રહોની અસર અને દરેક રાશિ માટે જ્યોતિષી કિશનભાઈ જોષીએ શુ કહ્યું ચાલો જાણીએ.

વૃષભ રાશિમાં ચાર ગ્રહોનું ભ્રમણ : ભાવનગરના જ્યોતિષી કિશનભાઈ જોશીએ જણાવ્યું હતું કે 31 મેના તોજ વૃષભ રાશિમાં ચાર ગ્રહોનું ભ્રમણ થવા જઈ રહ્યું છે. વૃષભ રાશિમાં હાલમાં સૂર્ય,શુક્ર અને ગુરુ બિરાજમાન છે. ત્યારે 31 મેના રોજ બુધ ગ્રહ પણ વૃષભ રાશિમાં બિરાજમાન થનાર છે. જેથી 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડવાનો છે. દેશ અને અન્ય ક્ષેત્રે પણ તેની અસર જોવા મળશે.

જ્યોતિષી શાસ્ત્ર અનુસાર કરી ભાજપની જીતની ભવિષ્યવાણી
જ્યોતિષી શાસ્ત્ર અનુસાર કરી ભાજપની જીતની ભવિષ્યવાણી (Etv Bharat Gujarat)

કોની સરકારની બનવાની શક્યતા ?: ભાવનગરના યુવાન જ્યોતિષ કિશનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં દેશમાં ચૂંટણીનું લગભગ મતદાન પૂરું થવા ઉપર છે, અને ચોથી આસપાસ મત ગણતરી પણ છે, તો આ સમયગાળામાં દેશને એક સારી પોઝિટિવ સત્તા મળશે. જો કે ભાજપ પ્લસ એનડીએ ભેગું થઈને 400 ઉપરની સીટ મળે એવી પૂરેપૂરી શક્યતા છે. ભાજપ એકલી તો લગભગ 320 થી 325 સીટ પોતાના બળે જીતે અને એનડીએ સાથે ભેગું થઈને લગભગ 418 થી 425 સીટ આ સમયગાળામાં દેખાય છે. જો ભારતની કુંડળી જોવા જઈએ તો પણ અશોક લગ્ન છે, તો ભારતની કુંડળીમાં અત્યારે કેન્દ્રમાં લગ્ન સ્થાન ઉપર ચાર ગ્રહ ભેગા થશે, જે ભારત માટે આગળના ભવિષ્ય માટે ખૂબ સારી પરિસ્થિતિ દેખાય એવી પૂરી શક્યતા છે. હવેના પાંચ વર્ષ ભારત માટે એક નવું આયામ થઈ શકે. દેશને દુનિયામાં ભારતનું સારું નામ થઈ શકે, મોદી હજી પણ સારા કાર્ય કરશે અને ઘણા પણ ભારતના હિત માટે કઠીન નિર્ણય લઈ શકે એવી શક્યતા દેખાય છે.

12 રાશીઓનું ફળકથન ચાર ગ્રહો એક સ્થાનમાં ભ્રમણથી

વૃષભ રાશિમાં ચાર ગ્રહોની યુતિ.

હાલ વૃષભ રાશિમાં શુક્ર, ગુરુ, સૂર્ય એમ ત્રણ ગ્રહની યુતિ થઈ રહી છે. આ સાથે 31 મે 2024 ના રોજ બપોરે 12.24 સમયે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ થવાથી ચાર ગ્રહનની યુતિ થશે. આ યુતિ બારેય રાશિ માટે કેવું ફળ આપશે એ નીચે મુજબ છે.

મેષ રાશિ: મેષ રાશિના લોકો માટે મધ્ય્મ રૂપથી લાભદાયક રહેવાનો છે.ગ્રહોની સ્થિતિ અનુસાર તમારે આર્થિક રીતે ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે તમારા ખર્ચાઓ ખૂબ વધી શકે છે અને તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે. જો કે, તમે કારકિર્દીના મોરચે સારી સફળતા મેળવી શકો છો. નોકરી અને વ્યવસાયમાં તમારી કાર્યક્ષમતા તમને અન્ય કરતા આગળ રાખશે. તમારે દર મંગળવારે ગોળ ના લાડવા બનાવીને ગાય માતા ને ખવડાવવા.

વૃષભ રાશિ: નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમે સખત મહેનતથી તમારું નામ બનાવવામાં સફળ થશો. વેપાર કરનારા લોકોની ઈચ્છા પ્રબળ બનશે અને તમે તમારા વ્યવસાયને આગળ લઈ જશો. વ્યાપારમાં સારી સફળતા મળવાની સંભાવના છે. શુક્રવાર ના દિવસે ભાત ની ખીર બનાવીને દુર્ગા માતા ને ભોગ ચડાવો જોઈએ અને પછી પ્રસાદ તરીકે તમારે પોતાને પણ ખાવો જોઈએ.

મિથુન રાશિ: આર્થિક ચુનોતીઓ આવતી જતી રહેશે પરંતુ તમારા પૈસા ની આવક પર ધ્યાન દેવું પડશે.લાંબી મુસાફરી ના યોગ બનશે.આ મુસાફરી તમારા માટે લાભદાયક રહેશે અને એનાથી તમને લાભ થશે.વેપાર માં ઉન્નતિ થશે.વેપારમાં ચાલી રહેલી જૂની સમસ્યાઓ પણ દૂર થશે. બુધવાર ના દિવસે સાંજના સમયે કોઈપણ મંદિર માં કાળા તલ નું દાન કરવું જોઈએ.

કર્ક રાશિ: રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.તમારે ફક્ત તમારી પ્રતિભાને ઓળખવાની અને તમારા પડકારોને પાછળ છોડીને તમારા કાર્યને ઝડપી બનાવવાની જરૂર છે. તમારા નિયંત્રણમાં ઘણું બધું છે, તમારે તેને ઓળખવું પડશે. ઘણા સંજોગો તમારી તરફેણ કરશે. ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમને ભાગ્યનો સાથ મળવા લાગ્યો છે. તમારે દરરોજ શ્રી બજરંગ બાણ નો પાઠ કરવો જોઈએ.

સિંહ રાશિ: તમારા માટે ઉતાર ચડાવ થી ભરેલો રહેવાનો છે, એટલા માટે તમારે જીવનના મહત્વપૂર્ણ પાસાઓ પર ધ્યાન આપવું પડશે અને તે ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યાં તમે સમસ્યાઓ અનુભવો છો. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ સ્પષ્ટ દેખાઈ શકે છે, તેથી તમારે સાવચેત રહેવું જોઈએ, આ સાથે, કોઈ પ્રકારની ઈજા અથવા સર્જરી અથવા અકસ્માત થવાની સંભાવના છે. દરરોજ શ્રી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

કન્યા રાશિ: મધ્યમ રૂપથી લાભદાયક દેખાઈ રેહવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે ગ્રહોનો સંયોગ સ્વાસ્થ્ય સમસ્યાઓ બતાવી રહ્યો છે. લવ લાઈફની દ્રષ્ટિએ સાનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે, જ્યારે વૈવાહિક જીવનમાં તણાવ અને સંઘર્ષની સ્થિતિઓ રહેશે. તમારે ખૂબ જ ધીરજ રાખવી પડશે નહીંતર તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે. આ ઉપરાંત, તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે તેમના બીમાર થવાની સંભાવના છે. આર્થિક પડકારો રહેશે. પરંતુ તમારે તમારા ખર્ચને નિયંત્રિત કરવા માટે સખત પ્રયાસ કરવો પડશે, તો જ તમે સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. દરરોજ ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ.

તુલા રાશિ: મિશ્રણ રૂપથી લાભદાયક રેહવાની સંભાવના છે.તમારે મહિનાની શરૂઆતથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેવાનું છે. નાણાંકીય સ્થિતિ સાનુકૂળ રહેશે ભલે ખર્ચ વધુ થશે, તેમ છતાં તમે ધીમે ધીમે તમારી આવકના પ્રમાણમાં ખર્ચનું સંચાલન કરી શકશો. જેના કારણે આર્થિક સ્થિતિ વધુ બગડે નહીં. શૈક્ષણિક બાબતોમાં તમારે સાવચેત રહેવું જોઈએ. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે તમારે ઘણાં વિક્ષેપોનો સામનો કરવો પડી શકે છે, તેથી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરો. બુધવાર ના દિવસે કોઈપણ મંદિર માં કાળા તલ નું દાન કરવું જોઈએ.આ દાન સાંજના સમયે કરો.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકૂળ રેહવાની સંભાવના છે.તમે તમારા કામમાં વધુ વ્યસ્ત રહેશો જેના કારણે તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો અને તમારા પરિવારના સભ્યો તમને યાદ કરશે. પ્રેમ સંબંધોની તીવ્રતાની સાથે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. જ્યારે વિવાહિત જીવન જીવતા લોકો માટે આ મહિનો શુભફળ લાવશે. તમને ઘણી બાબતોમાં સફળતા મળવાની છે. તમારી આવકમાં વધારો થશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમારે શનિવાર ના દિવસે રાહુ ગ્રહ સંબંધિત વસ્તુઓ નું દાન કરવું જોઈએ.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકો માટે અનુકૂળ રેહવાની સંભાવના છે.શનિદેવ ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે જેના કારણે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે અને નાણાકીય બાબતોમાં થોડો ખર્ચ થવાની સંભાવના છે પરંતુ તમારું વ્યક્તિત્વ ધાર્મિક રહેશે. સારા કાર્યોમાં પણ હાથ અજમાવી શકશો. જેના કારણે સમાજમાં માન-સન્માન મળશે. પારિવારિક જીવનમાં અશાંતિનું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે. તમારી હિંમત અને પરાક્રમ વધશે જેના કારણે તમે દરેક કામ સખત મહેનતથી કરવાનું પસંદ કરશો. લવ લાઈફમાં રોમેન્ટિકિઝમ વધશે પરંતુ અહંકારનો સંઘર્ષ પણ થઈ શકે છે. વિવાહિત જીવન જીવતા લોકો માટે આ મહિનો સાનુકૂળ રહેવાની સંભાવના છે. દરરોજ તાંબાના વાસણમાં સૂર્યદેવને અર્ઘ્ય દેવું જોઈએ.

મકર રાશિ: ઘણી રીતે અનુકૂળ રેહવાની સંભાવના છે.તમારી હિંમત અને બહાદુરીમાં જબરદસ્ત વધારો થશે પરંતુ તમારે બીજાના ઝઘડામાં પડવાનું ટાળવું જોઈએ, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. ઘરમાં કોઈ પ્રકારની મિલકત ખરીદવાથી સુખ મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પૈસા બચાવવામાં તમને સફળતા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ ઘણી હદ સુધી અનુકૂળ રહેશે. નાની-નાની સમસ્યાઓને બાજુ પર રાખો, આ સમયે કોઈ મોટી સમસ્યા તમને પરેશાન કરશે નહીં. તમારે દરરોજ શ્રી શનિ ચાલીસા નો પાઠ કરવો જોઈએ.

કુંભ રાશિ : ઉતાર ચડાવ થી ભરેલો રેહાની સંભાવના છે.તમારે તમારી આસપાસના સંજોગોને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ અને કોઈપણ નિર્ણય લેવો જોઈએ. જો કે, સૌથી સારી બાબત એ હશે કે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. તમે કોઈપણ પાસાના ફાયદા અને ગેરફાયદાને જોયા પછી જ કોઈપણ નિર્ણય લેશો અને તમારા અભિપ્રાયને સરળતાથી બદલશો નહીં. આનાથી તમને ઘણો ફાયદો થશે. આ મહિને તમે આવા કેટલાક નિર્ણયો લો તમે એવા પગલાં લઈ શકો છો જેનાથી તમારી આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ જાય, પરંતુ આ તમારી વિશેષતા છે. દર શનિવારે કાળા તલ કાળા અડદ નું દાન આપવું.

મીન રાશિ: આ રાશિના જાતકો માટે ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે એટલા માટે તમારે મહિનાની શુરુઆત થીજ પોતાનું ધ્યાન રાખવું પડશે.તમારી વાણી અને વર્તન પર ખૂબ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમારા વર્તનમાં કેટલાક તીવ્ર ફેરફારો થઈ શકે છે. તમે કોઈને પણ સારું કે ખરાબ કહી શકો છો. જેના કારણે તમારા સંબંધો બગડી શકે છે. નાણાકીય બાબતોમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમારા ખર્ચાઓ રહેશે અને તમારે પૈસા કમાવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. વૈવાહિક જીવનમાં તણાવ વધવાની સંભાવના છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે. પ્રેમ સંબંધો માટે આ મહિનો સાનુકૂળ બની શકે છે. તમારે સારી ગુણવતા વાળા પુખરાજ સોનાની વીંટીમાં શુક્લ પક્ષ ગુરુવાર ના દિવસે તમારી તર્જની આંગળીમાં પહેરવી જોઈએ.

ખાસ નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષી કિશનભાઈ જોશીએ પુરી પાડી છે.જો કે જન્મના ગ્રહો પ્રમાણે ફળકથન બદલાઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.