ETV Bharat / state

કોનું પલડું ભારે : અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મકવાણા vs મકવાણા, કોણ ફાવશે ? - Lok Sabha Election 2024 Result - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે 4 જૂને પરિણામ જાહેર થશે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા સામે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાને ઉતાર્યા છે. મતદાન પૂર્વે અને મતદાન પછીની સ્થિતિએ કોનું પલડું ભારે રહેશે ? દિનેશભાઈ ભાજપની સત્તાને આગળ ધપાવશે કે ભરતભાઈ સત્તા પરિવર્તન  લાવશે ? Lok Sabha Election 2024

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મકવાણા vs મકવાણા
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મકવાણા vs મકવાણા (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 8:16 PM IST

Updated : May 29, 2024, 7:00 PM IST

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ હવે 4 જૂને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપે ત્રણ ટર્મ સાંસદ રહેલા ડો. કિરીટ સોલંકીને બદલી દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા, તો કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. હવે આ વખતે જનતા અમદાવાદના વિકાસની કમાન કોના હાથમાં આપશે ?

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક : અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. આ પહેલા અમદાવાદ લોકસભા બેઠક અસ્તિત્વમાં હતી. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. આ બેઠક પરથી પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણિનગર, અસારવા અને દાણીલીમડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં એક પણ ગ્રામ્ય વિસ્તાર નથી, તેમાં 100 ટકા શહેરી વસ્તી છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મતદાન : લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કાના મતદાનમાં 7 મે રોજ ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું. જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 54.43 ટકા મતદાન થયા હોવાનું સત્તાવાર જાહેર થયું છે, જે ગત લોકસભા ચૂંટણી 2019 કરતા 6.24 ટકા ઓછું છે. લોકસભા ચૂંટણી 2024 માટે નોંધાયેલા કુલ 17.11 લાખ મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચની મતદાન જાગૃતિ ઝુંબેશ બાદ મતદાનના દિવસે જ ગરમીનો પારો વધી જતાં મતદાનની ટકાવારી ધારણા કરતાં ઓછી રહી હતી.

વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો એલિસબ્રિજમાં 55.02 ટકા, અમરાઈવાડીમાં 51.35 ટકા, દરિયાપુરમાં 56.7 ટકા, જમાલપુર-ખાડીયા 53.08 ટકા, મણિનગરમાં 55.01 ટકા, અસારવામાં 54.4 ટકા અને દાણીલીમડામાં 55.75 ટકા મતદાન નોંધાયું હતું.

ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા
ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા (ETV Bharat)

ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા :

ભાજપના પાયાના કાર્યકર દિનેશ મકવાણાએ કાયદાનો અભ્યાસ કર્યો છે. દિનેશ મકવાણા અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ પાંચ ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ હાલમાં નરોડામાં હરિદ્વાર સોસાયટીમાં રહે છે.

પાર્ટીમાં દિનેશ મકવાણાનું પ્રદર્શન :

દિનેશભાઈ 1987 થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. સૌપ્રથમ તેઓ નરોડા વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. વર્ષ 1991 થી 1995 સુધી અસારવા મંડળ સમિતિના મંત્રી હતા. વર્ષ 1995 થી સતત 20 વર્ષ સુધી સૈજપુર બોઘા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1998-99 દરમિયાન AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન અને 1999થી 2000 સુધી AMC લીગલ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2000 થી 2003 સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહ્યા હતા.

વર્ષ 2005 થી 2008 અને 2018 થી 2020 સુધી બે ટર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે રહ્યા હતા. ઉપરાંત વર્ષ 2013 થી 2021 સુધી કર્ણાવતી મહાનગર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. વર્ષ 2016 થી 2020 સુધી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ સંચાલિત હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડના ઇન્ડિપેન્ડન્સ ડાયરેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા. હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપના પ્રવક્તા તરીકે ફરજ બજાવે છે.

પક્ષની પસંદ શા માટે ? અનુસૂચિત જાતિ માટે અનામત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. દિનેશ મકવાણા અત્યાર સુધી કોઈ વિવાદમાં આવ્યા નથી.

દિનેશ મકવાણા ચૂંટણી પ્રચાર : ભાજપના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ ચૂંટણી પ્રચાર પાછળ 12.89 લાખનો ખર્ચ કર્યો હતો. અમદાવાદની આગ ઝરતી ગરમીમાં અમદાવાદના મોટાભાગના વિધાનસભા વિસ્તારમાં વિજય વિશ્વાસ બાઇક રેલી યોજી હતી. શક્તિ પ્રદર્શન કરી મતદારોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. અસારવા વિધાનસભા વિસ્તારમાં રેલી યોજી પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીની ગેરંટી અને તેમના વિકાસના કામો સાથે સાથે મતદારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યા હતો.

"જીત" નજીક લઈ જતા પરિબળો :

દિનેશ મકવાણા પહેલી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. આ ઉપરાંત બે ટર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા હોવાથી તેઓ અમદાવાદમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ અત્યાર સુધી કોઈ વિવાદમાં આવ્યા નથી.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરના મતદારોના મતદાન માટે મહત્વનો મુદ્દો છે, વિકાસ. શહેરી અને શહેરની આસપાસના મતક્ષેત્ર હોવાથી મતદારો આંતરમાળખાકીય સુવિધાના મતદાનનો આધાર માને છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં પણ મતદારોએ અમદાવાદ શહેરના બ્રિજ, ઓવરબ્રિજ, રિવરફ્રન્ટ, BRTS, મેટ્રો ટ્રેન, અટલ બ્રિજ, આધુનિક એરપોર્ટ, બસપોર્ટ અને શહેરી આંતરમાળખાકીય સુવિધાને જોઈ મતદાનનો ઝોક ભાજપ તરફી જોવા મળે છે.

"હાર" નજીક લઈ જતા પરિબળો :

આ વિસ્તારમાં સૌથી વધારે મુસ્લિમ મતદારો છે. અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા કોંગ્રેસ પાસે છે, ત્યારે આ તમામ બેઠકમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા તે દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભામાં મોટા ભાગે પૂર્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. સરકારી શાળા, આરોગ્ય કેન્દ્ર અને પાણી તથા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાનો અભાવ છે. કામ માટે અન્ય રાજ્યોના લોકોને સરકારી આવાસ યોજનાનો લાભ નથી મળતો.

કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણા
કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણા (ETV Bharat)

કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણા :

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ કાયદાના સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં ભરત મકવાણાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ભરત મકવાણા આણંદ જિલ્લાની સોજીત્રા સીટ પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જેથી તેનો ખેડા જિલ્લાના મતદારોનું સમર્થન મળી રહે છે.

પક્ષની પસંદ શા માટે ? ભરત મકવાણા ભલે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ભરત મકવાણા મૂળ કોંગ્રેસી પરિવારથી આવે છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમના માતા શાંતાબેન મકવાણા પણ સોજીત્રા બેઠકથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ ક્યારેય વિવાદમાં આવ્યા નથી. બાળપણથી જ રાજકારણથી જોડાયેલા પરિવારમાં જન્મ હોવાથી એક નેતા તરીકેના ગુણ ધરાવે છે.

"જીત" નજીક લઈ જતા પરિબળો : આ વિસ્તારમાં દલિત અને મુસ્લિમ મતદારોના મત નિર્ણાયક ભૂમિકામાં હોવાથી તેનો ઝુકાવ કોંગ્રેસ તરફી જોવા મળે છે, જેથી કંઈક ઉલટફેરની સંભાવના છે. ઉપરાંત આ વિસ્તારમાં જ તેમની બે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા વિધાનસભા બેઠકો તેમનું પ્રભુત્વ છે.

"હાર" નજીક લઈ જતા પરિબળો : કોંગ્રેસનું નબળું બૂથ મેનેજમેન્ટ જોવા મળ્યું છે. વિપક્ષ તરીકે વિવિધ મુદ્દાઓને લઈને જનતા વચ્ચે લઈ જવામાં નિષ્ફળ નીવડ્યું. કોંગ્રેસ પાસે છેલ્લી ત્રણ ચૂંટણીથી કોઈ મજબૂત ચહેરો નથી. લોકસભાના કોંગ્રેસના ઉમેદવારોએ જાહેર મુદ્દે કોઈ લોક આંદોલન ન કર્યા, જેના કારણે લોકસભા મતક્ષેત્રમાં કોંગ્રેસ સાવ જ ગેરહાજર જોવા મળી.

  1. કોનું પલડું ભારે : કચ્છ લોકસભા બેઠક પર સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ? - Lok Sabha Election 2024 Result
  2. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકો પર આજે મતદારો રાજા - Lok Sabha Election 2024

Last Updated : May 29, 2024, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.