અમરેલી: આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખાસ ઉપસ્થિત રહીને યુવાઓને સંબોધીને જોરદાર ભાષણ કર્યું હતું. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા અને શેરો શાયરી અંદાજમાં પરેશ ધાનાણીએ યુવાનોને આકર્ષિત કરતું ભાષણ કરીને આજના સમયમાં મંદી મોંઘવારી સામે આકરા પ્રહારો કરીને યુવાનો નવી દિશામાં કામ કરે તેવું આહવાન કર્યું હતું. તેમણે સરકાર સામે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દારૂ વેચનારા ખુલ્લેઆમ ફરે છે ને વિરોધ કરનારા જેલમાં પુરાતા હોવાનું જણાવ્યું હતું.
ગાંધીના ગુજરાતને બરબાદી તરફ ધકેલાતા યુવાનોએ જાગૃત બનવાની જરૂર હોવાનું જણાવી અને આજે અમરેલી જિલ્લામાં નવનિયુક્ત નવા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સૌથી વિશેષ આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને અનુલક્ષીને યુથ કોંગ્રેસ દ્વારા અત્યાર થીજ તૈયારીઓ લાગી જવાની હાંકલ કરવામાં આવી હતી. આ સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ગુજરાતના નિર્ભયા કાંડ જેવી ઘટના અંગે આકરા પ્રહારો સરકાર સામે કર્યા હતા.
ભાજપના નેતાઓ સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કર્યા પ્રહારો કરીને નલીયાની નિર્ભયાનો અવાજ ન સંભળાતા ભરૂચની દીકરી પર પાશવી બળાત્કાર થયો હોવાનું પરેશ ધાનાણીએ જણાવીને નરાધમો બેફામ ફરી રહ્યા છે. નિર્ભયાઓ થરથર કાંપી રહી છે અને નારી શક્તિ અવાજ ઉઠાવશે અને એ અવાજ કોંગ્રેસનો અવાજ હશે. તેવું પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ જણાવીને સરકાર સામે મોરચો ખોલ્યો હતો.