ETV Bharat / state

ગંગોણ ગામનું ગૌરવ : વેજા રબારી, બાળપણમાં શિક્ષકને આપેલું વચન પૂર્ણ કર્યું, BSF માં પસંદગી પામ્યો - Veja Rabari BSF

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 5:53 PM IST

કચ્છના યુવાનો આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. ત્યારે નખત્રાણા તાલુકાના ગંગોણ ગામના 23 વર્ષીય યુવાન વેજા રબારીએ ચોથા ધોરણમાં પોતાના શિક્ષકને આપેલ વચન પૂર્ણ કર્યું છે. વેજા રબારી BSF માં સૈનિક તરીકે પસંદગી પામ્યો છે અને પોતાના પરિવારની સાથે કચ્છનું નામ પણ રોશન કર્યું છે.

ગંગોણ ગામનું ગૌરવ : વેજા રબારી
ગંગોણ ગામનું ગૌરવ : વેજા રબારી (ETV Bharat Reporter)

કચ્છ : સરહદી જિલ્લા કચ્છના નખત્રાણા તાલુકાના નાનકડા એવા ગંગોણ ગામના રબારી યુવાનની BSF માં સૈનિક તરીકે પસંદગી થઈ છે. બેઝિક ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ વેજા રબારી માદરે વતન ગંગોણ આવતા ગંગોણ અને માનકુવાના ગ્રામજનોએ બસ સ્ટેશનથી ઘર સુધી ફૂલોનો વરસાદ કરી સૈનિકનું સ્વાગત કર્યું હતું. વેજાભાઈએ પણ માતા-પિતાને સેલ્યુટ કરી કેપ પહેરાવીને આશીર્વાદ મેળવ્યા હતા.

રબારી સમાજનું ગૌરવ : મૂળ ગંગોણ ગામના અને હાલમાં માનકુવા રહેતા હભુભાઈ અને લખીબેન રબારીના પુત્ર વેજાભાઈ રબારીને બાળપણથી જ દેશ સેવા કરવાની પ્રબળ ઈચ્છા હતી. આ બાળકે નોકરી તો દેશના રક્ષણ માટે જ કરવી છે તેવું મન બનાવી જ લીધું હતું.

શિક્ષકે રાપ્યું દેશસેવાનું બીજ : વર્ષ 2008-2009 દરમિયાન પ્રાથમિક શાળામાં ચોથા ધોરણના અભ્યાસ દરમિયાન વેજાના શિક્ષક જયેન્દ્રભાઈ પરમારે નના મુના રાહી હું, દેશ કા સિપાહી હું કવિતા બોલીને પોતાના અંગત સપના અને દેશ સેવા તેમજ આર્મી જોઈન કરવાની વાત કરી હતી. પરંતુ હાડકામાં ખામીના કારણે તેઓ જોડાઈ શક્યા ન હતા, જેનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

"મને નાનપણથી જ દેશ સેવા કરવાની ઈચ્છા હતી. મારા શિક્ષક પાસેથી પ્રેરણા મળી અને શિક્ષક અને પોતાનું સ્વપ્ન આજે સાકાર થયું છે. આગામી સમયમાં નવેમ્બર મહિનામાં મારું પોસ્ટીંગ થશે." -- વેજા રબારી (BSF જવાન)

શિક્ષકને આપેલું વચન પૂર્ણ કર્યું : શિક્ષક જયેન્દ્રભાઈ પાસેથી પ્રેરણા મેળવીને ચોથા ધોરણમાં અભ્યાસ કરતા વેજાએ સૈનિક બનવાનું નક્કી કર્યું હતું. વેજાએ પોતાના શિક્ષકને વચન આપ્યું કે, હું એક દિવસ સૈનિક બનીશ. ત્યારથી જ વેજાભાઈએ મનમાં સૈનિક બનવાનું નક્કી કર્યું અને આજે પોતાનું તથા શિક્ષકનું સપનું સાકાર કરી સૈનિક બની શિક્ષકને ગુરુદક્ષિણા ધરી હતી. આમ તો વેજાભાઈ 2018થી ભારતીય સેનામાં જોડાવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા.

માતા પિતા માટે ખુશીની ક્ષણ
માતા પિતા માટે ખુશીની ક્ષણ (ETV Bharat Reporter)

અથાગ મહેનત અને દ્રઢ નિશ્ચય : વેજાભાઈના કુટુંબમાં માતા લખીબેન, પિતા હનુભાઈ તથા 4 ભાઈ-બહેનો છે. પિતા પહેલા પોતાની વાડીમાં કામ કરતા અને સાથે ચાની હોટલ ચલાવતા હતા. વર્ષ 2018માં વેજાને પ્રથમ વખત ગ્રાઉન્ડની પરીક્ષામાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ તેમણે હાર ન માની અને મહેનત કરવાનું ચાલુ રાખ્યું. કોરોનાકાળ પહેલા તેને મેડિકલ તેમજ ગ્રાઉન્ડ બંને પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી હતી. પરંતુ કોરોના આવતા લેખિત પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી.

"નાનપણથી જ તેને સૈનિક બનાવની ઈચ્છા હતી અને દેશના રક્ષણ માટે જ નોકરી કરવાની વાત કરતો. દિવસ રાત તે મહેનત કરતો હતો અને આજે BSF માં પસંદગી પામ્યો છે, તેનું અમને ગૌરવ છે. ભાગ્યશાળી લોકોને જ દેશની સેવા કરવા માટે તક મળતી હોય છે." -- હભુભાઈ રબારી (વેજાના પિતા)

ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવ્યો જવાન : વર્ષ 2023માં SSC GD પરીક્ષા પાસ કરી તમામ રાઉન્ડ ક્લીઅર કરીને તે પેરા મિલિટરીની ફોર્સમાં પસંદગી પામ્યો હતો. બીએસએફની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના માદરે વતન આવ્યો છે. આગામી સમયમાં તે હવે દિલ્હી ખાતે એડવાન્સ ટ્રેનિંગ મેળવવા માટે જશે અને ત્યાંથી તેને પોસ્ટિંગ માટેનું સ્થળ આપવામાં આવશે. બીએસએફના પસંદગી પામવા બદલ સમગ્ર પરિવાર સાથે કચ્છને પણ વેજાભાઈ પર ગર્વ છે.

ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવ્યો જવાન
ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવ્યો જવાન (ETV Bharat Reporter)

વતનમાં ભવ્ય સ્વાગત : વેજાભાઈ ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા માનકુવા ખાતે ગ્રામજનો દ્વારા ખૂબ જ ગૌરવભેર સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ સરહદી વિસ્તાર છે, ત્યારે હવે કચ્છના યુવાનો પણ સરહદની અને દેશની રક્ષા કરવા માટે આગળ આવી રહ્યા છે અને સુરક્ષા એજન્સીઓમાં જોડાઈ રહ્યા છે.

શિક્ષક જયેન્દ્રભાઈને મળી ગુરુદક્ષિણા : વેજાને પ્રેરણા આપનાર શિક્ષક જયેન્દ્રભાઈ પરમાર ગોધરા ખાતે પ્રિન્સિપાલ તરીકે સેવા આપે છે. તેમણે જણાવ્યું કે, ચોથા ધોરણમાં અભ્યાસ કરાવતી વખતે મેં દેશની સેવા કરવાની મારી ઈચ્છા અને સપના અંગે વાત કરી હતી. પરંતુ અમુક કારણોસર દેશની સેવા માટે ફોર્સ જોઈન ન કરી શક્યો અને અફસોસ વ્યક્ત કર્યો હતો. ત્યારે ચોથા ધોરણમાં જ વેજાએ મને વચન આપ્યું હતું કે તે દેશની સેવા માટે જોડાશે. આજે તેણે તે કરી બતાવ્યું અને પોતાનું વચન પૂર્ણ કર્યું છે, જેનો મને ગૌરવ છે.

  1. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તેની ખુશીમાં ભુજના મીઠાઈના વેપારીએ લોકોને નિઃશુલ્ક જલેબી ખવડાઈ
  2. આજે "વિશ્વ પર્યાવરણ દિન" નિમિતે કચ્છમાં આવેલ વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વનની લો વર્ચ્યુઅલ મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.