કચ્છ : કચ્છ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છ લોકસભા બેઠક વિસ્તારની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 વિધાનસભા બેઠક મળીને કુલ 19,43,136 જેટલા મતદારો આજ રોજ લોકસભા ચુંટણીમાં મતદાન ભાગ લીધો હતો. કચ્છ લોકસભા બેઠક પર સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી 55.33 ટકા મતદાન નોંધાયું છે.
2019 કરતા આ વર્ષે 8 ટકા ઓછું મતદાન: કચ્છ લોકસભા બેઠક પર સવારના 7 વાગ્યાથી 2,140 જેટલા મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે સાંજના 6 વાગ્યે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. કચ્છ લોકસભા બેઠક પર સવારે સાંજના 6 વાગ્યા સુધી 50.72 ટકા મતદાન થયું છે. વર્ષ 2019 માં 58.71 ટકા જેટલું મતદાન થયું હતું.તો કચ્છ લોકસભા બેઠક પરના 11 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. કચ્છ મોરબી લોકસભા બેઠક પર 19.43 લાખ જેટલા મતદારો નોંધાયેલા હતા.
કચ્છ લોકસભા બેઠક પર સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી 55.33 ટકા મતદાન
- અબડાસા બેઠક : 56.53 ટકા
- માંડવી બેઠક: 62.45 ટકા
- ભુજ બેઠક: 57.23 ટકા
- અંજાર બેઠક: 55.50 ટકા
- ગાંધીધામ બેઠક: 49.46 ટકા
- રાપર બેઠક : 48.20 ટકા
- મોરબીબેઠક: 58.26 ટકા
કુલ 2140 મતદાન મથકો કચ્છના 1845 અને મોરબીના 295 મળીને કુલ 2140 મતદાન મથકો પર મતદારોએ મતદાન કર્યુ.આજે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સંતો વહેલી સવારથી જ પોતાની પવિત્ર ફરજ નિભાવવા માટે મતદાન મથકે આવી ચૂક્યા હતાં. તો રાષ્ટ્રીય ફરજ સમજીને તમામે પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ તેવું જણાવ્યું હતું.
પોસ્ટલ બેલેટથી મતદાન કચ્છ લોકસભા બેઠક માટે કુલ 3190 જેટલા પોલીંગ સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યુ, તો 3467 જેટલા પોલીસ કર્મચારીઓ, 636 જેટલા SRPF ના કર્મચારીઓ,185 જેટલા આવશ્યક સેવામાં રોકાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કર્યું. તો નોંધનીય છે કે ગઇકાલે કચ્છ લોકસભા બેઠક માટે ભુજ ખાતે આવેલ EVM વેર હાઉસમાંથી વિધાનસભા બેઠક મુજબ EVM-VVPAT ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઘરે મતદાન પણ પૂર્ણ તો જિલ્લામાં 85 વર્ષથી વધુ ઉંમરના 1236, 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા 387 જેટલા મતદારોએ પોતાના ઘરે મતદાન કર્યું હતું. આમ કુલ 9101 મતદારોએ અત્યાર સુધીમાં કચ્છ લોકસભા બેઠક પર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.
2000 કર્મી તહેનાત : સોમવારે ભુજની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભુજ વિધાનસભા બેઠકના 303 બુથ માટે EVM અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ ખોલવામાં આવ્યું હતું. ભુજ વિધાનસભા બેઠક માટેના 1200 જેટલા કર્મચારીઓ આ સમયે હાજર રહ્યા હતા. આ વખતે મતદાન મથક પર હેલ્થ વર્કર પણ તહેનાત રહેશે. આમ કુલ 2000 જેટલા કર્મચારીઓ ભુજ વિધાનસભા બેઠક પરના મતદાન મથકો પર હાજર રહેશે. આજે સ્ટાફને ચૂંટણીલક્ષી સામગ્રી અને મતદાન માટે EVM અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી. તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ BU, CU ની ફાળવણી સમયે ભુજ પ્રાંત અધિકારી, ભુજ શહેર મામલતદાર તેમજ વિધાનસભા બેઠકના મામલતદાર અધિકારી, ચૂંટણી શાખાના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિધાનસભા બેઠક મુજબ બુથ : અબડાસા વિધાનસભા બેઠક પરના 373 બુથ, માંડવીમાં વિધાનસભા બેઠક પરના 280 બુથ, ભુજ વિધાનસભા બેઠક પરના 301 બુથ, અંજાર વિધાનસભા બેઠક પરના 292 બુથ, ગાંધીધામ વિધાનસભા બેઠક પરના 309 બુથ, રાપર વિધાનસભા બેઠક પરના 293 બુથ અને મોરબી વિધાનસભા બેઠક પરના 295 બુથમાં EVM-VVPAT ફાળવણી કરવામાં આવી હતી.