ETV Bharat / state

108ની ટીમની સરાહનીય કામગીરી: ભચાઉની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવાઈ - KUTCH NEWS

કચ્છના ભચાવની મહિલા દર્દીને રસ્તામાં પ્રસૂતિની પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

108ની ટીમની સરાહનીય કામગીરી
108ની ટીમની સરાહનીય કામગીરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 4:35 PM IST

કચ્છ: કચ્છની 108ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ભચાઉ તાલુકાની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં ગાંધીધામથી ભુજ લઈ આવતા દરમિયાન એમ્બ્યુલન્સમાં ડીલિવરી કરવામાં આવી હતી. હાલમાં માતા અને બન્ને બાળકોની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે.

ડોકટરની તપાસ દરમિયાન મહિલાને અન્ય જગ્યાએ રીફર કરવાયા: ભચાઉ તાલુકામાં રહેતા રમીલાબેનને પ્રસૂતિની પીડા ઉપડતા તેઓને નજીકમાં ભચાઉ જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે માતાને બે બાળકો છે. તેથી તેઓએ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. રામબાગ હોસ્પિટલના ડોક્ટરે તપાસ કરીને એમને રિસ્ક જણાતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ માટે રીફર કર્યા હતા.

રસ્તામાં પ્રસૂતિની પીડા વધતા એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની ફરજ પડી: ગાંધીધામની રામબાગ હોસ્પીટલથી ભુજ લઈ જવા માટે 108 એમ્બ્યુલ્સમાં કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ ભીમાસર 108 EMRI GHSને મળતા તરત દર્દીને લઈને જી.કે.જનરલ ભુજ માટે એમ્બ્યુલન્સ નીકળી હતી. તે દરમિયાન અંજાર તાલુકાના સાપેડા ગામ નજીક પહોંચતા માતાને પ્રસૂતિની પીડામાં વધારો થવાના કારણે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.

ડિલિવરી દરમિયાન બે જોડિયા બાળકોનો જન્મ: 108 એમ્બ્યુલન્સ ટીમના ઈએમટી મહેશ કપરૂપરા અને પાયલટ ગોપાલગર મેઘનાથીએ એમ્બ્યુલન્સને રોડની સાઇડમાં કરીને અમદાવાદના ફીઝીશીયન ડૉ. લિપી મેડમની સલાહ લઈને યોગ્ય સાધનો, ડિલિવરી કીટ અને ટેકનિકનો ઉપયોગ કરીને બે બાળકોનો સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી. ડિલિવરી દરમિયાન બે છોકરાઓનો જન્મ થયેલ હોવાથી પરિવારે હર્ષની લાગણી અનુભવી હતી.

માતા અને બંને બાળકોની તબિયત સારી: ડિલિવરી બાદ માતા અને બંને બાળકોને નજીકમાં અંજાર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં માતા અને બંને બાળકોની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. તો ભિમાસર 108 ટીમના આ સરાહનીય કામ બદલ 108 કચ્છ વિભાગના મેનેજર સુજિત માલવિયા અને ઈએમઈ હરેશ વાણિયા દ્વારા ટીમને બિરદાવવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ખ્યાતિ હોસ્પિટલકાંડ, ડો. પ્રશાંત વજરાણીની ધરપકડ, જાણો અત્યાર સુધીમાં શું થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.