અમદાવાદઃ "ચાર ચાર બંગડી વાળી ગાડી..." ગીતથી અત્યંત ખ્યાતિ પામનાર ગુજરાતી લોકગાયિકા પર આ ગીત માટે જ કોપી રાઈટનો કેસ દાખલ થયો હતો. જો કે હવે કિંજલ દવેને આ કેસમાં રાહત મળી છે. આ કેસ કરનાર તરફથી કોઈ પણ પ્રકારના પુરાવા પૂરા પાડી શકાયા નથી તેમજ કોપીરાઈટના હકો સાબિત કરી શક્યા નથી. તેથી અમદાવાદ સિટી સિવિલ કોર્ટે આ કેસ રદબાતલ કરી દીધો છે. આ કેસમાં કિંજલ દવેને રાહત મળી છે.
કોપી રાઈટ કેસઃ ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા "ચાર ચાર બંગડી વાળી ગાડી..." ગીત ગાઈને પ્રસિદ્ધિ પામ્યા હતા. જો કે આ ગીત અંગે કોપી રાઈટનો કેસ કિંજલ દવે વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. કંપનીએ આ ગીત પર દાવો કર્યો હતો. જેમાં આ ગીતના કોપી રાઈટના હક્કો કંપની પાસે સુરક્ષિત હોવાનું જણાવાયું હતું. તેથી કિંજલ દવે કે અન્ય કોઈ ગાયક આ ગીત ગાઈ ન શકે કે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર મુકી ન શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ કેસમાં કંપનીએ "ચાર ચાર બંગડી વાળી ગાડી..." ગીતના કોપી રાઈટ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા હોવાનું જણાવાયું હતું.
કોપી રાઈટ સાબિત ન થયોઃ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. જેમાં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા પોતે કરેલ કોપી રાઈટનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેથી કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલા આ કોપી રાઈટનો કેસ ખર્ચ સાથે રદબાતલ કરી દીધો. ટૂંકમાં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કિંજલ દવે વિરુદ્ધ કરવામાં આવેલ કેસ ખર્ચ સાથે કાઢી નાંખવામાં આવ્યો છે. પોતે જ ગાયેલા "ચાર ચાર બંગડી વાળી ગાડી..." ગીત મામલે કિંજલ દવેને રાહત મળી છે.