તાપીઃ રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ખેલાડીઓમાં છુપાયેલ રમત કૌશલ્ય બહાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ ખેલમહાકુંભમાં અલગ અલગ રમતોની સ્પર્ધા દ્વારા જિલ્લા કક્ષાની વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમી જિલ્લાનું નામ રોશન કરે છે. 29 ફેબ્રુઆરીથી તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાની ખોખો, વોલીબોલ, કબડ્ડીની સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
2 વિજેતા ટીમો સ્ટેટ લેવલ રમશેઃ ઝોનકક્ષાએ પ્રથમ 2 વિજેતા ટીમોને રાજયકક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી, વોલીબોલ અને ખોખોની રમતમાં પ્રતિનિધિત્વ કરવા નો મોકો મળશે.
![દક્ષિણ ઝોનના કુલ 8 જિલ્લાના ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-03-2024/20919277_c_aspera.jpg)
કબ્બડી સ્પર્ધામાં ભાગલેનાર ખેલાડી વિશ્વા ગોટીએ જણાવ્યું હતું કે, રમશે ગુજરાત-જીતશે ગુજરાત અંતર્ગત દક્ષિણ ઝોનમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનાથી અમને આગળ જવાની તક મળી છે અને એનાથી પ્રોત્સાહિત થઈ આજે અમે સ્ટેટ માટે કવોલીફાય થયા છીએ.
![ઝોન કક્ષાએ જીતનાર 2 ટીમો સ્ટેટ લેવલ રમશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-03-2024/20919277_b_aspera.jpg)
રમત-ગમત વિકાસ અધિકારી ચેતન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં દક્ષિણ ઝોનની ખોખો, કબડ્ડી અને વોલીબોલની સ્પર્ધા યોજાઈ છે. જેમાં અન્ડર 14 અને અન્ડર 17 તથા ઓપન એજ કેટેગરીના ભાઈઓ અને બહેનો અહીં ભાગ લેવા આવ્યા છે. સાઉથ ઝોનના 8 જિલ્લા અહીં જુદી એજ કેટેગરીમાં ભાગ લઈ જે ટીમ કવોલિફાય થઈ હશે તે હવે સ્ટેટ લેવલમાં રમવા જશે. ગુજરાતના જુદા જુદા ઝોનમાંથી ટીમ આવશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા થશે. આ ખેલમહાકુંભમાં અલગ અલગ રમતોની સ્પર્ધા દ્વારા જિલ્લા કક્ષાની વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમી જિલ્લાનું નામ રોશન કરે છે. 29 ફેબ્રુઆરીથી તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાની ખોખો, વોલીબોલ, કબડ્ડીની સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.