ETV Bharat / state

જેના વગર ધૂળેટી અધુરી છે : કેસુડો, ઔષધ રૂપે પણ કેસુડાના અનેક ફાયદા જાણી લો... - Holi 2024

પરંપરાગત રીતે ધુળેટીનો તહેવાર અબીલ, ગુલાલ અને કેસુડાથી મનાવવામાં આવતો હતો. આ દરેકનું એક ખાસ મહત્વ છે. પરંતુ આ દરેકમાં કેસુડો અલગ તરી આવે છે. કારણ કે કેસુડાના ફૂલ માત્ર સુંદર જ નથી, પરંતુ શું તમે જાણો છો તે કેટલાય ફાયદા પણ ધરાવે છે. જુઓ ETV Bharat નો વિશેષ અહેવાલ...

કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો
કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 4:37 PM IST

જેના વગર ધૂળેટી અધુરી છે : કેસુડો

વડોદરા : હોળી ધુળેટીનો તહેવાર આવે એટલે ખેલૈયાઓ કેસુડાના રંગથી રંગોત્સવ મનાવતા હોય છે. ભારતીય સંસ્કૃતિમાં આ વનસ્પતિના ઔષધી ઉપયોગ જાણીને તેને ધર્મ સાથે વણી લીધું હતું. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી ગણવામાં આવે છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આજે પણ કેટલાક વિસ્તારના લોકો હોળી પર્વમાં કેસુડા ઉપર જ નિર્ભર રહે છે. આ અંતરિયાળ વિસ્તારના લોકો કૃત્રિમ રંગોનો ઉપયોગ કરતા નથી. વૈષ્ણ મંદિરો અને વ્રજભૂમિમાં કેસુડાના ફૂલોના રંગથી જ રંગોત્સવ મનાવવામાં આવતો હોય છે.

પાનખરમાં વૃક્ષનો તાજ કેસુડો : પાનખર ઋતુમાં ખાખરના વૃક્ષના પાન ખરી જતા હોય છે. તેનાં પર કેસરી ફૂલ લાગતાં જ આ ખાખરાનું વૃક્ષ- કેસુડો સોળે શણગાર સજીને ખીલી ઉઠીને વનની શોભા વધારે છે. અંતરિયાળ વિસ્તારોમાં કેસુડાના વૃક્ષો જોવા મળતા હોય છે. શિયાળા બાદ પાનખર ઋતુ આવે ત્યારે જ કેસુડાના વૃક્ષ પર ફૂલ આવે છે અને કેસુડો કેસરી ફૂલોથી સુશોભિત થતો હોય છે. સમગ્ર વનનાં માથે કેસરિયો મુગટ બની રહી વનની શોભા વધારતો હોય છે.

પ્રાકૃતિક ઔષધ તરીકે ફાયદાકારક : ગ્રામ્ય વિસ્તારમાં લોકો કેસુડાના ફૂલોથી જ ધુળેટી રમે છે. આ ઉપરાંત કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં વન વિસ્તારની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદિક રીતે પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી હોય છે. કેસુડાના ફૂલ ચામડીના રોગો માટે ખૂબ જ અકસીર ઔષધ ગણવામાં આવે છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની સ્કીન પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહે છે. સાથે જ તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.

ઔષધ રૂપે પણ કેસુડાના અનેક ફાયદા
ઔષધ રૂપે પણ કેસુડાના અનેક ફાયદા

ઉનાળામાં કેસુડાની શીતળ છાયા : પાનખરમાં વૃક્ષ પરથી ફૂલો અને પાંદડા ખરી પડતા હોય છે. પરંતુ કેસુડાના વૃક્ષ પર ફૂલ ખીલતા હોય છે. કેસુડાના ફૂલને સુકવીને તેનો પાવડર બનાવવામાં આવે છે. તે પાવડરનો સ્નાન કરતી વખતે અથવા તો મોં ધોતી વખતે ઉપયોગ કરવામાં આવે તો ત્વચા પણ ખીલી ઉઠે છે. ઉપરાંત કોઈપણ પ્રકારનો ચામડીનો રોગ ઉદભવતો નથી.

ચામડીના રોગનો નાશક : કેસુડાને ત્વચા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઔષધીય નિષ્ણાતો માને છે કે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થતો હોય છે. કેસુડાના ફૂલનો ભૂકો કરીને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો જળ મૂળમાંથી ડાયાબિટીસનો રોગ મળી જાય છે. આંખના રોગો માટે પણ કેસુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થાય છે. થાઇરોઇડના રોગમાં પણ કેસુડાની ડાળી અથવા તો મૂળને ઘસીને થાઇરોઇડવાળી જગ્યાએ લેપ લગાવવાથી ફાયદો થાય છે. કેસુડાના મૂળને તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં પણ ફાયદો થાય છે.

પાનખરમાં વૃક્ષનો તાજ કેસુડો
પાનખરમાં વૃક્ષનો તાજ કેસુડો

કેસુડાના ફૂલનો ઉપયોગ :

  • સૌપ્રથમ તો ત્વચાને સારી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે
  • ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થયો છે.
  • કેસુડાના મૂળના ઉપયોગથી આંખોની બીમારી પણ દૂર થતી હોય છે.
  • થાઇરોડના રોગમાં પણ કેસુડાની ડાળી અથવા મૂળનો ઉપયોગ થાય છે.
  • કેસુડાના મૂળના રસને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં પણ ફાયદો થાય છે.
  • કેસુડાની છાલ અને સુખડને મિક્સ કરીને ઉકાળો બનાવીને પીવાથી પેટનો દુખાવો કબજિયાત દૂર થાય છે.

કેસુડા વગર અધુરી ધુળેટી : ડો. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હોળી પર્વમાં કેસુડાના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. કેસુડાના ફૂલ નેચરલ વસ્તુ છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મંદિરમાં પણ હોળી ધુળેટીના તહેવારમાં કેસુડાના ફૂલથી જ રંગોત્સવ મનાવવામાં આવે છે. કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કેસુડાને એક ઔષધી સમાન ગણવામાં આવે છે. પેશાબમાં બળતરા થતી હોય ત્યારે તેમજ નસકોરી ફૂટે ત્યારે કેસુડાનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેસુડાને રાત્રે પલાળીને સવારે ગાળીને સાંકળ સાથે પીવામાં આવે તો તેનો અચૂક ફાયદો જોવા મળે છે.

  1. 'ફાગણમાં ફોરમ ફેલાવતા કેસુડા' - કેસુડો ક્યાં ઉગે, આ વર્ષે કેમ જૂજ વેચાય છે વગેરે વિગતો જાણો વિસ્તારપૂર્વક - Holi 2024
  2. Holi 2023 : કેસુડા વગરની હોળી ધૂળેટી શી કામની ? પાનખરમાં વનની શોભા વધારનાર કેસૂડાંના ફૂલ વસંત અને રંગોત્સવનો વૈભવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.