બનાસકાંઠા: રાજ્યભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે બનાસકાંઠામાં પણ આ સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકો સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાની વાતોને લઈ આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્યે કરી છે.
ધારાસભ્યની કાયદાકીય પગલા લેવાની માંગ: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શાળાના શિક્ષકો ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાની વાત સામે આવી હતી. આ મામલે હવે કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃત ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે અને રાજ્ય શિક્ષણ મંત્રીને પત્ર લખીને જે કોઈ આ પ્રકારના શિક્ષકો ભાજપ સદસ્યતા ધારણ કરી છે. તેમના સામે કાયદાકીય પગલાં ભરવા માટેની માંગ કરી છે.
ધારાસભ્યે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર: કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે રાજ્ય શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં કોઈ સરકારી કર્મચારી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકતા નથી. ત્યારે કાંકરેજ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો રાજકીય પક્ષ સાથે જોડાયા છે. જે આગામી દિવસોમાં શિક્ષણની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરી શકે છે. ત્યારે આવા શિક્ષકો સામે કાયદાકીય પગલા ભરવા માંગ કરી છે.
સરકારી કર્મચારી રાજકીય પક્ષે જોડાઇ શકે નહી: જોકે મહત્વનું એ છે કે, કોઈપણ સરકારી કર્મચારી રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી. તેમ છતાં આ શિક્ષકો ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાતા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે. કારણ કે, રાજકીય પક્ષ સાથે સરકારી કર્મચારી જોડાઈ તો તેની કામગીરી સામે વિશ્વસનિયતા ઓછી થઈ જાય છે અને આ તમામ મુદ્દાઓને લઈ હવે ધારાસભ્ય પણ મેદાને આપ્યા છે અને આવા શિક્ષકો સામે પગલાં ભરવાની માંગ કરાઈ છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રિપોર્ટ રજૂ કર્યો: જોકે બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું કે, આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ શિક્ષકોના પરિવારજનો જોડાયા છે. પરંતુ શિક્ષકો નથી જોડાયા તેવી માહિતી મળી છે. જોકે રિપોર્ટ મળ્યા પછી આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું છે.
આ પણ જાણો: