ETV Bharat / state

Taral Bhatt Case: જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો - After 4 Days Remand

તોડકાંડ મામલે પોલીસ પકડમાં રહેલા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટને આજે 4 દિવસના રિમાન્ડ બાદ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો હતો. એટીએસ દ્વારા તરલ ભટ્ટના વધુ રિમાન્ડની કોઈ પણ માંગણી ન કરાતા તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ જૂનાગઢ કોર્ટે કર્યો છે. Junagadh Todkand Taral Bhatt Judicial Custody Junagadh Court After 4 Days Remand

તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો
તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 5:39 PM IST

તરલ ભટ્ટને આજે 4 દિવસના રિમાન્ડ બાદ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો

જૂનાગઢઃ અત્યંત ચકચારી એવા તોડકાંડના આરોપી અને પોલીસ પકડમાં રહેલા માણાવદરના સીપીઆઈને જૂનાગઢ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો. માણાવદરના સી પી આઈ તરલ ભટ્ટની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતા ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તરલ ભટ્ટને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તરલ ભટ્ટના પોલીસ રિમાન્ડ આજે પૂર્ણ થતા ફરીથી તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

એટીએસ દ્વારા વધુ રિમાન્ડ ન મંગાયાઃ જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ આજે કોર્ટમાં નહીં કરાતા જૂનાગઢ ચિફ મેજિસ્ટ્રેટે તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો. સમગ્ર મામલામાં જૂનાગઢ એસોજીના પી.આઈ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની હજી પણ પોલીસ પકડની બહાર છે. પોલીસ ફરાર પીઆઈ અને એએસઆઈને પકડવા માટે નવેસરથી ઓપરેશન શરૂ કરે તેવી શક્યતાઓ છે. હાલ તો તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવતા સમગ્ર મામલામાં એટીએસ હવે ફરાર આરોપીને પકડવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી શકે છે.

તરલ ભટ્ટ જામીન માટે કરશે અરજીઃ પોલીસ પકડમાં રહેલા સીપીઆઈ તરલ ભટ્ટ હવે વિશેષ અદાલતમાં જામીન મળે તે માટેની અરજી આગામી દિવસોમાં કરશે. જામીન અરજી અને આજે થયેલ કોર્ટ કાર્યવાહી વિશે તરલ ભટ્ટના વકીલ જયદેવ જોશીએ મીડિયાને માહિતગાર કર્યા હતા.

આજે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા હતા. એટીએસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આગામી દિવસોમાં તરલ ભટ્ટની જામીન અરજી કરાશે...જયદેવ જોશી( તરલ ભટ્ટના વકીલ, જૂનાગઢ)

  1. Junagadh Todkand : જૂનાગઢ તોડકાંડનો આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ગુજરાત ATS ની કાર્યવાહી
  2. Ahmedabad Crime News: તરલ ભટ્ટના તરકટ!!! પોલીસ કમિશ્નર કચેરી બહાર જ તોડકાંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.