જૂનાગઢ: જિલ્લા પોલીસે શહેરના સાંકડીધાર હાઈવે નજીકથી જૂનાગઢના રહેવાસી નિમેશ ફળદુ નામના વ્યક્તિ પાસેથી 6.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે. પોલીસે શંકાસ્પદ કારની તપાસ કરતાં તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપીની અટકાયત કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.
આરોપી પાસેથી મેફ્રેડોન ડ્રગ્સ ઝડપાયું: જૂનાગઢ પોલીસે 6.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે જૂનાગઢના રહેવાસી નિમેશ ફળદુ નામના આ વ્યક્તિની રાજકોટથી જૂનાગઢ તરફ આવતા સાંકડી ધાર હાઇવે પરથી અટકાયત કરી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે સફેદ કલરની એક કારમાં શંકાસ્પદ વ્યક્તિ રાજકોટ તરફથી જૂનાગઢમાં ડ્રગ્સ લઈને આવી રહ્યો છે, તે બાતમીને આધારે હાઈવે પરથી પસાર થતી કારને તપાસતા તેમાંથી 6.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની બજાર કિંમત 62,000ની આસપાસ થાય છે. તે મળી આવતા પોલીસે નિમેશ ફળદુની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
જૂનાગઢ જિલ્લા પોલીસે આપી વિગતો: મેફેડ્રોન ડ્રગ્સ પકડવાના મામલામાં જૂનાગઢ જિલ્લા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન પૂરું કરાયુ છે. આરોપી નિમેશ ફળદુ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સની સાથે અન્ય શંકાસ્પદ પદાર્થ ઝડપાયું છે. જેનું વજન 8.63 ગ્રામ થાય છે તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી.
પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ ઝડપ્યો: પકડાયેલ શંકાસ્પદ પદાર્થ શું છે. તેને લઈને હજુ સુધી કોઈ વિગતો આપી શકાય તેમ નથી. આ સિવાય કારમાંથી 3 મોબાઇલ, રૂપિયા રોકડા 510, વજન કાંટો અને કાર મળીને કુલ 11 લાખ 2 હજાર કરતા વધુનો મુદ્દામાલ જૂનાગઢ પોલીસે ઝડપી પાડીને NDPS એક્ટ અન્વયે જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: