જૂનાગઢ: આજકાલ ચારે તરફ નકલીની બોલબાલા છે. ડોક્ટર, શિક્ષક, પીએ, આઇએએસ, આઇપીએ, નકલી કચેરી આ બધું હવે જાણે કે ઓછુ પડતું હોય તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દીવાસા ગામમાંથી નકલી વીજ ટ્રાન્સફોર્મર પકડાયું છે. PGVCLના અધિકારીઓને મળેલી પૂર્વ બાતમીને આધારે દીવાસા ગામમાં તપાસ કરતા આખું નકલી વીજ ટ્રાન્સફોર્મર ઝડપાયું હતું.
નકલી પકડાવાની ચરમસીમા: ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાથી નકલી માલ, વ્યક્તિઓને પકડવાનો જાણે કે એક સીલસીલો શરૂ થયો હોય તેમ જણાઈ રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દીવાસા ગામમાં સૌને અચરજમાં મુકી આપે ડએ તેવી નકલી આઈએએસ, આઇપીએસ, આખી કચેરી શિક્ષક, ડોક્ટર, પ્રધાનોના, પીએ અને તેના અંગત સ્ટાફ સહિત મોટા ભાગના વિભાગો સાથે સંકળાયેલા અને નકલી બનીને રોફ જમાવતા લોકો પકડાયા હતા. ત્યારે આ દરમિયાન જૂનાગઢના દિવાસા ગામમાં નકલી તરીકે કોઈ વ્યક્તિ નહીં પરંતુ વિજ ટ્રાન્સફોર્મર પકડાયું છે. PGVCLને મળેલી પૂર્વ બાતમીને આધારે નકલી વીજ ટ્રાન્સફોર્મર પકડી પાડવામાં સફળતા મળી છે.
માધુપુર સબ ડિવિઝનને મળી સફળતા: માધવપુર સબ ડિવિઝનમાં નાયબ ઈજનેર તરીકે કામ કરતા રવિ બગડાએ માધ્યમને વિગતો આપતા જણાવ્યું હતું કે, દિવાસા ગામમાં વીજળી ચોરીની એક આયોજન પૂર્વકની ગતિવિધિ ચાલે છે. ત્યારે આ ગામમાં તપાસ કરતા અહીંથી પથ્થરોની ખાણમાં ગેરકાયદેસર રીતે વીજ પુરવઠા દ્વારા ખનીજ ચોરી કરાઈ રહી હતી. PGVCLની 11 કિલો વોટની લાઈનમાં હુક લગાવીને જમીનમાં પથ્થર કાપવાની ચકરડીઓ નકલી ટ્રાન્સફોર્મર લગાડીને તેમાંથી વીજ પુરવઠા દ્વારા ચલાવવામાં આવતી હતી. PGVCLની આ કાર્યવાહીમાં નકલી ટ્રાન્સફોર્મરની સાથે કેટલાક સાધનો પણ કબ્જે કર્યા છે. PGVCLના અધિકારી વિજ ચોરી પકડવા માટે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આખુ વીજ ટ્રાન્સફોર્મર નકલી સામે આવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. હાલ સમગ્ર મામલામાં જે વિસ્તારમાં પથ્થરો કાપવાની ચકરડી ચાલી રહી છે તે દિશામાં પણ PGVCLએ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: