ETV Bharat / state

જૂનાગઢ મનપાની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, ઓવરબ્રિજ સહિતના મુદ્દાઓ ફરી ઉછળ્યા - Junagadh News

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થતા પૂર્વે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 112 કરોડના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી પાછલા ઘણા વર્ષોથી અટકેલો જોષીપરા ઓવરબ્રિજનો મુદ્દો ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટીમાં ઉછળ્યો હતો.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 6:11 PM IST

જૂનાગઢઃ 31મી જુલાઈએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 વર્ષનો શાસનકાળ પૂર્ણ થવા જોઈ રહ્યો છે. શાસન પૂર્ણ થવા પૂર્વેની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભાખંડમાં મળી હતી. જેમાં 112 કરોડના વિકાસના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા માટે આગળ ધપાવવાના ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં જોષીપરા ઓવરબ્રિજ, નરસિંહ વિદ્યા મંદિર રીનોવેશન, જૂનાગઢ મહાનગરમાં વૃક્ષોનું વાવેતર જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

જોષીપર ઓવરબ્રિજ મુદ્દો મહત્વનોઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ જાહેર થાય તેવી ઘડીઓ ગણાય રહી છે. પાછલા 5 વર્ષથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત ચર્ચાનો મુદ્દો બનેલો જોષીપરા ઓવરબ્રિજ ફરી એક વખત અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ઉછળ્યો હતો. આજની બેઠકમાં 59 કરોડના ખર્ચે જોષીપરા ઓવરબ્રિજનો ખાતમુર્હુત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો તો બીજી તરફ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કબજામાં રહેલી અને ઐતિહાસિક મહત્વ ધરાવતી નરસિંહ વિદ્યા મંદિરનું 14 કરોડના ખર્ચે રીનોવેશન ને પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 5000 જેટલા નવા વૃક્ષોને વાવવાનો અને ઉછેરવાનું તેમજ તેને મોટા કરવાનો અભિગમ પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઉમેરાયો હતો. ખાનગી સંસ્થા દ્વારા શહેરને લીલુંછમ કરવા માટે 5000 જેટલા વૃક્ષોનો ઉછેર અને વાવેતરનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

રખડતાં ઢોર અને પૂરની સમસ્યાઃ જૂનાગઢ શહેરમાં રખડતા ગૌવંશને પકડવા માટે ઠરાવ કરાયો હતો. કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ગૌવંશને પકડીને ખાનગી ગૌશાળાને સોંપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કાળવા નદીમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરને કારણે લોકોને પાણીની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તેવી જગ્યા પર વોલ બનાવવા માટે અંદાજિત 2 કરોડ રૂપિયાની ફાળવણી આજની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ કરાયો હતો.

  1. જેના મત તેનો વિકાસ ! જનપ્રતિનિધિઓની આ માનસિકતાને જૂનાગઢના મતદારોએ ગંભીર ગણાવી - Disputed Statement
  2. જૂનાગઢ આરટીઓનો સપાટો, 18 શાળાના વાહનોને કુલ 82000નો ફટકાર્યો દંડ - Junagadh News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.