ETV Bharat / state

પાકિસ્તાનની જેલમાં કેદ કોડીનારના માછીમારનું હાર્ટ એટેકથી મોત, વતનમાં મોડી રાત્રે કરાઈ અંતિમ વિધિ - FISHERMEN DEATH IN PAKISTAN JAIL

પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી હરિભાઈનું મોત થયું હતું. મોડી રાત્રીએ તેમના વતન નાનાવાડા પહોંચતા જ તેમની અંતિમ વિધિ કરાવવામાં આવી હતી.

પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી હરિભાઈનું મોત થયું હતું
પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી હરિભાઈનું મોત થયું હતું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 4:39 PM IST

જૂનાગઢ: કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના માછીમાર હરિભાઈ સોચાનું આજથી 22 દિવસ પૂર્વે પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. મૃતક હરિભાઈનો મૃતદેહ મોડી રાત્રીએ તેમના વતન નાનાવાડા પહોંચતા જ રાત્રિના સમયે તેમની અંતિમ વિધિ કરાવવામાં આવી હતી. માછીમાર સમુદ્ર સુરક્ષા સંઘે પાકિસ્તાન જેલમાં બંધ ભારતના માછીમારોને તાકિદે છોડવામાં આવે અને જેલમાં તેની તબીબી સવલતો મળી રહે તે માટે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

મૃતક માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો: કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના માછીમાર હરિભાઈ સોચાની આજથી 20 દિવસ પૂર્વે પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. ત્યારબાદ માછીમારનો મૃતદેહ રાત્રિના સમયે વતન નાનાવાડા ગામે પહોંચાડવામાં આવ્યો હતો. અહીં ફિશરીઝ વિભાગના અધિકારીઓએ મૃતદેહ પરિવારને સોંપ્યો હતો અને રાત્રિના સમયે મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે, પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના માછીમારોને સમય રહેતા તબીબી સવલતો નહીં મળતા કેટલાક માછીમારોનું મોત પણ આગળના વર્ષોમાં થયું છે. પોરબંદર ફિશરીઝ વિભાગના અધિકારી આશિષ વાઘેલાએ મૃતક માછીમાર હરિભાઈ સોચાના મૃતદેહને અમદાવાદથી તેના વતન નાનાવાડા ખાતે લાવીને પરિવારને સોંપ્યો હતો.

પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી હરિભાઈનું મોત થયું હતું (Etv Bharat Gujarat)

વર્ષ 2021 થી જેલમાં બંધ હતા મૃતક માછીમાર: મૃતક હરિભાઈ સોચા 2021 માં પોરબંદરની બોટમાં માછીમારી કરતા હતા. અહીં ઓખા નજીકથી પાકિસ્તાન એજન્સીઓ દ્વારા તેમની બોટ સાથે તમામ માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તમામને પાકિસ્તાનની જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અહીં હરિભાઈને હૃદય સંબંધી બીમારી ઊભી થતા તેનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે, વર્ષ 2000 થી લઈને 2024 સુધીમાં ભારતના 31 જેટલા માછીમારો કે જે પાકિસ્તાનની જેલમાં બંધ હતા જેમનું બીમારી અથવા તો અન્ય કારણોસર મોત થયું છે. જે કારણોસર માછીમાર સુરક્ષા સંઘ દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના તમામ માછીમારોને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ભારત સરકાર સમક્ષ કરી છે.

પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારનું હૃદય રોગના હુમલાથી મોત
પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારનું હૃદય રોગના હુમલાથી મોત (Etv Bharat Gujarat)

સમુદ્ર સુરક્ષા સંઘે આપી વિગતો: છેલ્લા બે દસકાથી માછીમારોની સમસ્યાને લઈને રજીસ્ટર સમુદ્ર સુરક્ષા સંઘના અધ્યક્ષ બાલુભાઈ સોચાએ માછીમારોની સ્થિતિને લઈને વિગતો આપી છે. તેમણે જણાવ્યું છે કે, આજ દિવસ સુધી ભારતના 217 જેટલા માછીમારો પાકિસ્તાનની અલગ અલગ જેલમાં બંધ છે આથી ભારત સરકાર દ્વિપક્ષીય વાઘાઘટો કરીને તાકિદે માછીમારોને જેલમાંથી મુક્ત કરાવે. ઉપરાંત હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે, આવા સમયે ભારત સરકારે પાકિસ્તાન સાથે કોઈ યોગ્ય વાતો કરીને એમાં પણ ખાસ કરીને માછીમારોને જે જેલમાં પકડીને રાખવામાં આવ્યા છે તે મુદ્દાને લઈને ગંભીર ચર્ચા કરવી જોઈએ. વધુમાં પાકિસ્તાનની જેલમાં ભારતના માછીમારોને તબીબી સવલતોને લઈને કોઈ વિશેષ સુવિધા મળતી નથી જેથી બીમાર માછીમારોને તાકીદે મુક્ત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી હરિભાઈનું મોત થયું હતું
પાકિસ્તાનની જેલમાં હૃદય રોગના હુમલાથી હરિભાઈનું મોત થયું હતું (Etv Bharat Gujarat)

2003 થી માછીમાર પરિવારોને સહાય વેતન: તમને જણાવી દઈએ કે, વર્ષ 2003 થી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના જે માછીમારો માછીમારી દરમિયાન પકડાયા છે અને પાકિસ્તાનની જેલમાં બંધ છે, તેવા પ્રત્યેકના પરિવારને સહાય આપવાની શરૂઆત કરી વર્ષ 2003માં પ્રતિ મહિના 50 રૂપિયાની માનદ સેવા શરૂ કરવામાં આવી હતી. જે આજે 2024માં 9000 રૂપિયા પ્રતિ માસ માછીમારના પરિવારને આપવામાં આવી રહી છે. જોકે કોઈપણ માછીમાર માછીમારી દરમિયાન ફરી વખત બીજીવાર પકડાય અને જેલમાં જાય તો આવા પરિવારોને કોઈપણ પ્રકારનું માનવ વેતન કે સહાય સરકાર દ્વારા આપવામાં આવતી નથી. આ સિવાય કોઈ પણ માછીમાર કે જે માછીમારી દરમિયાન પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાય અને તેના વિરુદ્ધ ભારતની કોઇ પણ પોલીસ સ્ટેશન કે અદાલતમાં કેસ નિલંબિત હોય આવા માછીમારના પરિવારને પણ કોઈ પણ પ્રકારની સહાય કે માનદભેતન સરકાર દ્વારા આપવામાં આવતું નથી.

વતન પહોંચતા જ મોડી રાત્રે કરાઈ અંતિમ વિધિ
વતન પહોંચતા જ મોડી રાત્રે કરાઈ અંતિમ વિધિ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. અમદાવાદના ડૉ.કર્ણ મહેશ્વરીની કરામત, 10 વર્ષના બાળકનો કાંડેથી કપાયેલો હાથ ફરી જોડી આપ્યો
  2. રાજકોટમાં 68 મી નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ, સ્પર્ધકોને કેટલીક સુવિધાઓનો અભાવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.