જૂનાગઢ: સોમવારે જૂનાગઢમાં પાંચથી છ વાગ્યાનાના અરસામાં આંગડિયું કરવા આવેલા રાજકોટના ત્રણ યુવાનો પાસેથી 26 લાખ 80 હજારની રોકડ લઈને ત્રણ લૂંટારુ ફરાર થઈ ગયા હતા. લૂંટના સમગ્ર મામલામાં પોલીસે જૂનાગઢના રમીઝ યુસુફ અને સાહિલ નામના ત્રણ આરોપીને પકડી પાડીને રોકડ 26 લાખ 80 હજાર પરત મેળવ્યા છે. પોલીસ પકડમાં રહેલા ત્રણેય આરોપીની સાથે પોલીસે ફરિયાદીની પણ ઉલટ તપાસ શરૂ કરી છે.
લૂંટનો મામલો ગણતરીની કલાકોમાં ઉકેલાયો
ગઈકાલે સાંજના પાંચથી છ વાગ્યાના અરસામાં જૂનાગઢના ચીતાખાના વિસ્તારમાં રાજકોટથી આંગડિયું કરવા આવેલા રમજાન ઉઠમના, મયુરસિંહ અને ઐયાના નામના ત્રણ ફરીયાદી પાસેથી જુનાગઢના રમીઝ, યુસુફ અને શાહીલ નામના ત્રણ ઈસમો એ છરી જેવા તિક્ષણ હથિયાર બતાવીને 26 લાખ 80 હજાર રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલામાં ફરિયાદી રમઝાન દ્વારા પોલીસને લૂંટની ઘટનાની જાણ કરતા જ પોલીસે એસોજી, એલસીબી અને ડીવાયએસપીની ટીમના કાફલો બનાવીને તપાસ શરૂ કરી હતી.
ત્રણેય આરોપીઓને પોલીસે પકડી પાડ્યા
કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલા સીસીટીવી કેમેરા મારફતે પોલીસને વિગતો મળી હતી કે ત્રણેય લૂંટારુઓ રોકડની લૂંટ કરીને વંથલી તરફ ફરાર થયા છે. આથી પોલીસે આરોપી રમીઝ, યુસુફ અને સાહિલને લૂંટના 26 લાખ 80 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડીને લૂંટની ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે.
પોલીસની રડારમાં ફરિયાદી પણ સામેલ
જૂનાગઢ પોલીસે લૂંટના ત્રણ આરોપીને પકડી પાડ્યા છે, પરંતુ પોલીસ ફરિયાદી રમઝાન ઉઠામના, મયુર સિંહ અને ઐયાન નામના ત્રણ ફરિયાદીની પણ ઉલટ તપાસ કરી રહી છે. રાજકોટથી આંગડિયું કરવા માટે પ્રથમ કેશોદ અને ત્યાંથી જુનાગઢ શા માટે આવ્યા? પછી 26 લાખ 80 હજારની રોકડ લઈને તેઓ રાજકોટથી શા માટે આવ્યા હતા. આ રકમ કોની છે તેનો ઉપયોગ કેવા પ્રકારે કરવાનો હશે? ફરિયાદીનો હેતુ રાજકોટથી જુનાગઢ આવી અને આંગળીયું કરવા પાછળનું શું હોઈ શકે? આ તમામ પાસાઓ પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. પરંતુ ફરિયાદીનો હેતુ આંગડિયું કરવા માટે જુનાગઢ અને કેશોદ વિસ્તારને શા માટે પસંદ કર્યું તેના પર પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: