ETV Bharat / state

શાંતિપૂર્ણ વાતાવરણમાં જુનાગઢ લોકસભા બેઠક પર મતદાન શરુ, સવારથી લાગી લાંબી લાઇનો - Junagadh Lok Sabha seat Polling - JUNAGADH LOK SABHA SEAT POLLING

જુનાગઢ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. વહેલી સવારે સાત વાગ્યે જુનાગઢ લોકસભા મત ક્ષેત્રના મોટાભાગના મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. બપોર સુધીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેને લઈને પણ વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર જોવા મળ્યા હતા.

શાંતિપૂર્ણ વાતાવરણમાં જુનાગઢ લોકસભા બેઠક પર મતદાન શર, સવારથી લાગી લાંબી લાઇનો
શાંતિપૂર્ણ વાતાવરણમાં જુનાગઢ લોકસભા બેઠક પર મતદાન શર, સવારથી લાગી લાંબી લાઇનો (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 11:53 AM IST

Updated : May 7, 2024, 12:02 PM IST

સંજય કોરડીયાએ યમુના વાડી ખાતે મતદાન કર્યું (ETV Bharat)

જુનાગઢ : વહેલી સવારથી જુનાગઢમાં મતદાનનો પ્રારંભ થયો હતો. આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે વહેલી સવારથી જ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ ખાસ કરીને મહિલા મતદારો પણ ખૂબ જ ઉમળકાભેર પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. ગરમીના માહોલની વચ્ચે ખાસ કરીને મહિલાઓ રહેલી સવારથી જ મતદાન પૂર્ણ કરે તેને લઈને પણ મહિલાઓ સ્વયંભુ મતદાન મથક પર પહોંચી હતી.

ધારાસભ્ય સંજય કોરડીયાએ કર્યું મતદાન : જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ યમુના વાડી ખાતે તેમના સહ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ તેમના વતન સુપાસી ખાતે મતદાન કર્યો હતો. તો ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ચોરવાડ ખાતે તેના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનું આ મહાપર્વ ઉજવ્યું હતું. આજે મોટી સંખ્યામાં મતદાન શરૂ થતા જ મતદારો મતદાન મથક પર જોવા મળ્યા હતા.

પ્રથમ મતદારે આપ્યો પ્રતિભાવ : જુનાગઢ લોકસભા બેઠક પર પ્રથમ વખત મતદાન કરવા માટે યુવા મતદારોનો પણ ખૂબ ક્રેઝ જોવા મળતો હતો. જૂનાગઢની મીશ્રીએ તેના જીવનનો પ્રથમ મત લોકશાહીને મજબૂત કરવા માટે આપ્યો હતો. જુનાગઢ લોકસભા બેઠક પર ચાલીસ હજાર કરતાં વધારે યુવા મતદારો નોંધાયા છે. જે પૈકી મોટાભાગના યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી પણ પૂરી શક્યતા છે.

  1. જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો કાર્યકાળ કેવો રહ્યો, ચૂંટણી પહેલા સાંસદના રિપોર્ટ કાર્ડ પર એક નજર - JUNAGADH MP REPORT CARD
  2. જુનાગઢ લોકસભા બેઠક પર 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં 6 અપક્ષની સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે જંગ - Lok Sabha Election 2024

Last Updated : May 7, 2024, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.