ETV Bharat / state

જૂનાગઢ ક્ષત્રિય સમાજે રૂપાલાનો ટિકિટ પરત લેવાની માંગ સાથે કર્યો વિરોધ - Contradiction of Parasotam Rupala - CONTRADICTION OF PARASOTAM RUPALA

પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ અને કરણી સેનાનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવા જુનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

CONTRADICTION OF PARASOTAM RUPALA
CONTRADICTION OF PARASOTAM RUPALA
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 7:05 PM IST

જૂનાગઢ ક્ષત્રિય સમાજે રૂપાલાનો ટિકિટ પરત લેવાની માંગ સાથે કર્યો વિરોધ

જુનાગઢ: કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ હવે ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જુનાગઢ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જુનાગઢ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

રુપાલનો જૂનાગઢમાં વિરોધ: કેન્દ્રીય પ્રધાન તેમજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક પર જાહેર થયેલા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ક્ષત્રિય સમાજ અને જુનાગઢ કરણી સેના દ્વારા કરવામાં આવ્યો છે આજે કરણી સેના અને સમાજના પાંચ આગેવાનો દ્વારા રાજકોટ લોકસભાની ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવામાં આવે તેવી માંગ સાથેના વિરોધનું આવેદનપત્ર જુનાગઢ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યુ હતુ. પરસોતમ રૂપાલાએ થોડા દિવસ પૂર્વે રાજકોટમાં ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને સમગ્ર મામલો બિચક્યો હોય તેવુ જોવા મળે છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપી પ્રતિક્રિયા: જુનાગઢ ક્ષત્રિય સમાજના પ્રમુખની સાથે કરણી સેનાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માધ્યમને વિગતો આપતા જણાવ્યું હતું કે રૂપાલા દ્વારા જે નિવેદન ખાસ કરીને ક્ષત્રિય સમાજને લઈને આપ્યું છે તેને ખૂબ જ નિંદનીય માનવામાં આવે છે. રૂપાલાએ જે નિવેદન આપ્યુ છે તેને ક્ષત્રિય સમાજ અપમાનની નજરે જોવે છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર થયેલા પરસોતમ રૂપાલાને તાકીદે ભાજપ મોવડી મંડળ પરત બોલાવે તે માટેની માંગ પણ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મામલાનુ કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો રાજકોટ મુકામે સમગ્ર દેશના ક્ષત્રિયોનું એક મહાસંમેલન બોલાવવામાં આવશે જેમાં રૂપાલા વિરુદ્ધ ઠરાવ કરીને તેને તાકીદે દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરાશે.

  1. શું રુપાલાને બદલાશે ? રુપાલાએ કહ્યું : મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે - Parshottam Rupala
  2. જામનગરના મોટા વાગુદડ ગામે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ, જાણો લોકોની શું છે માગ - Purushottam Rupala

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.