ETV Bharat / state

Narsinh Mehta University : લ્યો ! BSc નર્સિંગના 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ, વિવિધ માંગ સાથે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 18, 2024, 6:14 PM IST

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ માંગોને લઈને NSUI સાથે રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા છે. યુનિવર્સિટી રજિસ્ટ્રારે વિદ્યાર્થીઓને યોગ્ય માંગ પર કામ કરવાની ધરપત આપી હતી. જુઓ શું છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સમસ્યા અને માંગ...

વિવિધ માંગ સાથે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત
વિવિધ માંગ સાથે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત
BSc નર્સિંગના 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ

જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા નર્સિંગના વિદ્યાર્થીઓના પરિણામ અને અન્ય સમસ્યા અંગે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી રજિસ્ટ્રાર બી. એચ. સુખડિયાને રજૂઆત કરવામાં આવી હતી. રજિસ્ટ્રાર બી. એચ. સુખડિયાએ ભરોસો આપ્યો હતો કે, વિદ્યાર્થીઓને યોગ્ય માંગને યુનિવર્સિટી દ્વારા તાકીદે સ્વીકારવામાં આવશે.

નર્સિંગના વિદ્યાર્થીઓની મુશ્કેલી : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં BSc નર્સિંગમાં અભ્યાસ કરતા 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે. આ મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળે છે. આજે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર બી. એચ. સુખડીયાને વિદ્યાર્થીઓ અને NSUI પદાધિકારીઓ દ્વારા વિવિધ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ રજિસ્ટ્રારે તેમની યોગ્ય માંગણીનો સ્વીકાર કરવાનો ભરોસો પણ આપ્યો હતો.

70 ટકા વિદ્યાર્થીઓ નાપાસ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં BSc નર્સિંગનો અભ્યાસ કરતા 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ત્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ ઉત્તરવહી ફરીથી તપાસવામાં આવે તેમજ રીએસસેસમેન્ટની ફી 3,500 થી ઘટાડીને વિદ્યાર્થીઓને પરવડે તે પ્રકારની કરવાની સાથે રી એસેસમેન્ટનો ચાર્જ વિષય વાર રાખવામાં આવે તેવી માંગ કરી હતી. આ માંગનો યુનિવર્સિટીએ મૌખિક ધોરણે સ્વીકાર કર્યો છે.

વિદ્યાર્થીઓની માંગ શું ? રી એસેસમેન્ટ માટે સાત દિવસની મુદત આપવામાં આવે છે, તેમાં વધારો કરવામાં આવે તેવી પણ વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા માંગ કરાઈ હતી. તો ડુપ્લીકેટ માર્કશીટની ફી માં અન્ય યુનિવર્સિટીની માફક રુ. 100 નો ચાર્જ નિર્ધારિત કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે. ડુપ્લીકેટ માર્કશીટ માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી 250 રૂપિયા ફી લઈ રહી છે.

યુનિવર્સિટી તંત્રએ આપ્યો જવાબ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર બી. એચ. સુખડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની યોગ્ય અને વ્યાજબી માંગણીનો સ્વીકાર યુનિવર્સિટી કરશે. વધુમાં વિદ્યાર્થીઓની નાપાસ થવાની જે ફરિયાદ છે તેમાં તટસ્થ મૂલ્યાંકન પણ કરવામાં આવશે. મૂલ્યાંકન બાદ કોઈ વિદ્યાર્થી ઉત્તરવહી જોવા માંગે તો યુનિવર્સિટી બતાવશે. નર્સિંગ કાઉન્સિલના નિયમ મુજબ કોઈપણ વિદ્યાર્થીને પાંચ માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવે છે, તેની પણ ચકાસણી કરીને કોઈ વિદ્યાર્થીને ગ્રેસિંગ બાકી રહી ગયું હશે આપી દેવામાં આવશે. ગ્રેસિંગના નિયમ મુજબ ત્રણ વિષયમાં પાસ હોય તેવા વિદ્યાર્થીઓને પાંચ માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવે છે.

  1. BKNMU Social Media અરે વાહ, સોશિયલ મીડિયા પર 'નરસિંહ મહેતા'ના 9 હજારથી વધુ ફોલોઅર્સ
  2. Junagadh English Global Symposium : શિક્ષણપ્રધાને જૂનાગઢના અંગ્રેજીના વૈશ્વિક પરિસંવાદમાંથી શું શીખ્યું જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.