ETV Bharat / state

જુનાગઢ ભાજપમાં ભૂકંપ, જવાહર ચાવડાએ વડાપ્રધાન મોદીને લખ્યો ખુલ્લો પત્ર, જિલ્લા પ્રમુખ વર્ષોથી અનેક હોદ્દા ઉપર ચીટક્યા - JAWAHAR CHAVDA WRITES TO PM MODI - JAWAHAR CHAVDA WRITES TO PM MODI

એક વ્યક્તિ એક હોદ્દો, બસ આ નક્કી કરવું હાલ ભાજપ માટે ગળામાં અટકેલા હાડકા સમાન થયું છે. જેને લઈને ઠેરઠેર નારાજગીના સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે. - Jawahar Chavda writes to PM Modi

જવાહર ચાવડા અને નરેન્દ્ર મોદી (File pic)
જવાહર ચાવડા અને નરેન્દ્ર મોદી (File pic) (Etv Bharat/ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 11:03 PM IST

ગાંધીનગર: રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના સૂર રેલાવી રહ્યા છે. જેમાં ખાસ લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ, ટોલટેક્સ મુદ્દે પત્ર બાદ ફરી તેમણે સીધી પ્રધામંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા છે. તો ચાલો જાણીએ જવાહર ચાવડાના પત્ર બોમ્બમાં શું લખ્યું છે.

જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારો ને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.

તેમણે વધુમાં લખ્યું કે, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બેન્કમાં પ્રમુખ ૩. માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે). બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું, 1. તાલાળા 2. વિસાવદર 3. જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યુ હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્ફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરઉપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃતિ હોય તો જ આ બને).

તેમણે જણાવ્યું કે આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો 1. કનુભાઈ ભાલાળા 2. ઠાકરશીભાઈ જાવિયા 3. માધાભાઈ બોરીચા વગેરેએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી, ક્યાંક કોઇ રહેમ નજર હેઠળ દબાઇ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લીસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે.

તેમના પત્રમાં લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું ? પ્રજાનો સામનો કેમ કરવો ? આ સાથે તેમણે અગાઉ કરેલ્ર્ર રજૂઆતની પાંચ ફરિયાદ પણ જોડી છે.

ટોલટેક્સ મુદ્દે પોરબંદરના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને લખી ચૂક્યા છે પત્ર

ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ટોલટેક્સ મુદ્દે સરકારથી નારાજગી વ્યક્ત કરી હતી. ટોલ ટેક્સ મામલે જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ધગધગતો પત્ર લખ્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ટોલટેક્સને લઈને ફરિયાદ કરી હતી. પત્રમાં લખ્યું હતું કે આપને જાણીને આઘાત અને આશ્ચર્ય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર આપના જ મતક્ષેત્રના એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજૂઆત તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય ત્યારે સહુને અસહ્ય ટોલટેક્સ ભરવો પડે છે જે સરાસર અન્યાય છે. આપ પણ સંમત થશો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોને પોતાની રજૂઆત તાલુકા, જીલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જતી વેળાએ આ ટોલટેક્સનો માર પડતો નથી.

જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ભાજપને આપી હતી ખુલ્લી ચેલેન્જ

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને પોતાની પાછળ વ્હાઇટ બોર્ડમાં ચોંટાડેલું ભારતીય જનતા પાર્ટીનું પોસ્ટર ઉતારીને જણાવ્યું કે નમસ્કાર મનસુખભાઈ માંડવીયા આપને નહીં ધ્યાનમાં હોય કે મારી ઓળખ આ હતી. તેમણે પોસ્ટરની પાછળ મશાલા લઈને ઉભેલો યુવાનનું ચિત્ર તરફ ઈશારો કરી જણાવ્યું કે દસ વર્ષ દરમિયાન માણાવદર અને વંથલીના ખેડૂતો ખાતર પ્રશ્ન હોય, બિયારણના પ્રશ્નો હોય, ધોવાણના પ્રશ્ન હોય, પાક વીમાના પ્રશ્ન હોય, તમામ પ્રશ્ન મેં ઉઠાવ્યા છે. અમારા વિસ્તારનો સૌથી મોટો ખેડૂતનો પ્રશ્ન ડાર્ક ઝોનનો હતો. ડાર્ક ઝોન વિરુદ્ધ મુવમેન્ટ મેં ત્રણ વર્ષે ઉઠાવી હતી. તેથી સરકારે ડાર્ક ઝોન પાછો ઉઠાવ્યો હતો. 600 કરોડનું જુનાગઢમાં પાછા લાવવાનું અભિયાન મેં ચલાવ્યું હતું. જુનાગઢમાં લોકશાહી બચાવો અભિયાન મેં ચલાવ્યું હતું. જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ સહાયતા અભિયાન ચલાવ્યું હતું. સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં પાંચ થી છ જિલ્લામાં 21 તાલુકામાં આ અભિયાન ચલાવ્યું હતું. તે હેઠળ 75 હજારથી વધુ ગરીબોને બીપીએલના કાર્ડ આપ્યા હતા. આ મારું કામ હતું. આ મારી ઓળખ હતી. તેની ઉપર ભાજપે પોતાની ઓળખ લગાડે છે. આટલી હિંમત, તાકાત અને તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. જવાહર ચાવડા નો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકોએ કોમેન્ટ્સનો મારો કર્યો છે.

ભાજપના ઋણ શિકાર કાર્યક્રમમાં મનસુખ માંડવીએ ચાવડા પર કર્યા હતા પ્રહાર

લોકસભા ચૂંટણી બાદ વંથલીમાં ભાજપનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આડતરી રીતે જવાહર ચાવડા પર નિશાન ટાંક્યું હતું. તેમણે ઈશારા ઈશારામાં જવાહર ચાવડા પર કટાક્ષ કરી જણાવ્યું કે જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાડતા હોય તેમણે ભાજપનું કામ કરવું જોઈએ. કેટલાક રિસાયા તો મે આગેવાનોને કહ્યું કે શું કરીશું? આગેવાનોએ એકી અવાજે કહ્યું કે "લડી લઈશું" તમે બધાએ લડી લીધું છે દોસ્તો.

જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે કે નહીં ?

ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નવા જુની કરે તેવી સંભાવના છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સીમ્બોલ હટાવ્યો છે અને ભાજપની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગત‌ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ નીષ્ક્રીય રહ્યા હતા. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા

જવાહર ચાવડાનું અચાનક આ પ્રકારનું વર્તન કોઈ નવી વાત નથી કારણ કે લોકસભાની ચૂંટણી સમયે અને બાદમાં તેઓ ભાજપના એકપણ કાર્યક્રમમાં દેખાયા ન હતા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ દિવસે વંથલી ખાતે સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જે બાદ જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી. આ સિવાય જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવી હતી. જવાહર ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાની પણ રાજકીય વર્તુળમાં ચર્ચા છે.

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પ્રદેશ અધ્યક્ષનેે કરી હતી ફરિયાદ

માણાવદરની વિધાનસભા પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા અને તેમના પરિવાર વિરુદ્ધ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને લેખિતમાં ફરિયાદ કરી હતી. માણાવદરથી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાની લેખિત ફરિયાદમાં લખ્યું કે 11 પોરબંદર લોકસભા ચૂંટણી અને 85 માણાવદર વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા પત્નીને આગળ રાખી માણાવદર શહેરમાં તારીખ 4- 5 -2024 ના રોજ તેમની નૂતન જિનિંગ મિલ ફેક્ટરીમાં 700 થી 800 કાર્યકર્તાઓ સાથે મિટિંગ બોલાવી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને ધારાસભાના ઉમેદવાર મારા નામ જોગ ઉપયોગ કરી અમારી વિરોધ કોંગ્રેસ તરફેણમાં મતદાન કરવાની હાંકલ જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી. તથા તારીખ 6 -5 /2014 ના રોજ નુતન જિનિંગ ફેક્ટરીમાં વેપારી સંમેલન બોલાવી જમણવાર કરી કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત 7-5-2024 ના રોજ રાજ ચાવડાએ માણાવદર વંથલી મેંદરડા તાલુકાના ગામડામાં પ્રવાસ કરી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુ કુંભાણી સાથે પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી, ભાજપ મહામંત્રી જગદીશ મારુ, જૂનાગઢ જિલ્લા પંચાયત બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રીના હર્ષદ મારડિયાના સસરા જીવા કરશન મારડિયા તથા માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડાએ ખુલ્લેઆમ ભાજપ વિરુદ્ધ કામ કરી પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરી છે.

કોણ છે જવાહર પેથલજી ચાવડા?

જવાહર ચાવડાની વાત કરવામાં આવે તો તેઓ જુનાગઢ જિલ્લામાં આહીર સમાજ નો મોટો માથું ગણાય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ શિક્ષણ અને સહકારી ક્ષેત્રમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જવાહર ચાવડા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. તેમનો જન્મ 20 જુલાઈ 1964ના રોજ રાજકોટ જિલ્લાના, ધોરાજી તાલુકાના ભાડજલિયા ગામમાં પેથલજી ચાવડાના ઘરે થયો હતો. કોમર્સ ગ્રૅજ્યુએટ એવા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે. ઉપરાંત તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે અને તેમનો મુખ્ય વ્યવસાય કપાસ જિનિંગ મિલનો છે.

જવાહર ચાવડા 24 વર્ષની નાની ઉંમરે રાજકારણમાં આવ્યા

વિધાનસભા 2022 ચૂંટણીમાં અરવિંદ લાડાણી સામે ચૂંટણી હારેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાની 1988માં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. એ સમયે તેમની ઉંમર માત્ર 24 વર્ષ હતી. ત્યાર બાદ તેઓ 1990માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને જનતાદળના પ્રમુખ જયરામ પટેલને હરાવ્યા હતા. ત્યાર બાદ 1995 અને 1998માં ભાજપના રતિભાઈ સુરેજા સામે તેમનો પરાજય થયો હતો. રતિભાઈ સુરેજા કૃષિ મંત્રી પણ રહી ચૂક્યા છે. 2007માં જવાહર ચાવડાએ કૃષિ મંત્રી રતિ સુરેજાને હરાવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. જોકે 2007 અને 2012માં જવાહર ચાવડાએ એ પરાજયનો બદલો લઈ રતિભાઈ સુરેજા સામે બે ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 2017માં ભાજપના નીતિનકુમાર ફળદુને હરાવ્યા હતા, પરંતુ 2019માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને પેટાચૂંટણીમાં કોંગ્રેસના અરવિંદ લાડાણીને હરાવ્યા હતા.

2019માં પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રૂપાણી સરકારમાં જવાહર ચાવડા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. આ બેઠક પર આઝાદી બાદથી કોંગ્રેસ 10 ટર્મ સુધી ચૂંટણી જીતી છે. જ્યારે ભાજપે 5 ટર્મ સુધી આ બેઠક પર રાજ કર્યુ છે. જવાહર ચાવડા સૌથી નાની વયે એટલે કે 26ની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. અત્યાર સુધી તેઓ નાની ઉંમરના તેજસ્વી ધારાસભ્ય પૈકી એક ગણાતા હતા.

પોતાના વિવાદ આસપાસ નિવેદન માટે જાણીતા છે જવાહર ચાવડા

જવાહર ચાવડા પોતાના વિવાદ આસપાસ નિવેદનો માટે જાણીતા છે. તેઓ ભૂતકાળમાં અનેક વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. વર્ષ 2019 માં ભાજપમાં જોડાયા બાદ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને કોંગ્રેસમાં કોઈ જ અસંતોષ નહોતો કોઇ સમસ્યા પણ નહોતી પરંતુ લોકો જેમ નવી હોટલમાં જમવા જાય તે રીતે હું પણ નવા પક્ષમાં જોડાયો છું. આ નિવેદન બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેની સાથે હાજર રહેલા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના નિવેદનના બચાવમાં ઉતરવું પડ્યું હતું.

પોતાને મીડિયાના બાપ ગણાવ્યા હતા

2019 માં પક્ષ પલટો કર્યા બાદ માણાવદરમાં એક સંબોધનમાં તેમણે પોતાને મીડિયાના બાપ ગણાવ્યા હતા. પત્રકારોમાં હજુ પણ એવો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી શું કામ ભાજપમાં આવ્યા. હજુ પત્રકારો પૂછે છે તમે શેના માટે ગયા, તમને શું વાંધો હતો.. મેં કીધું કે વાંધો તો તારા બાપને આંયા હતો જ નહીં..’ આમ આ નિવેદન આપી તેને પોતાની જાતને પત્રકારનો બાપ ગણાવ્યા હતા.

મોદીની સરખામણી માનસિક અસ્થિર "નંદા" સાથે કરી ચૂક્યા છે

વર્ષ 2019 માં જવાહર ચાવડાના ભાજપ પ્રવેશ બાદ સોશિયલ મીડિયા પર તેનો એક જાહેર કાર્યક્રમનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં જવાહર ચાવડાએ એક ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે, માણાવદર પાસેના બાંટવા ગામમાં માનસિક બીમાર એવો નંદો રહેતો હતો, હું સવારે ત્યાં જાઉં એટલે નંદો મને ગોતી લેતો હતો તે મને કહેતો કે મને ભૂખ લાગી છે એટલે હું તેમને 100 ગ્રામ ગાંઠિયા ખવડાવતો હતો. હું પણ તેની સાથે ગાંઠિયા ખાતો હતો, ત્યારબાદ તે મને કહેતો કે મને સિગારેટ આપો. હું તેને સિગરેટ પીવડાવતો હતો. બાદમાં તે મને એવું કહેતો હતો કે તમારે કોઈ પૈસાની જરૂર હોય તો મને કહેજો એટલે એને કહ્યું કે જો કોઈ મને દસ લાખ આપે તો મોટી ગાડી લેવી છે આથી તે કહેતો કે બેંક ખૂલે એટલે આવજો હું તમને પૈસા આપીશ. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું ત્યાર બાદ નંદો ગુજરી ગયો જેનું મને ઘણું દુઃખ થયું. તે સમયે નરેન્દ્ર મોદીનું સદભાવના મિશન શરૂ થયું. જેમાં તેઓએ 500 કરોડ, 1000 કરોડ, પોરબંદરમાં 281 કરોડ, જૂનાગઢમાં 1300 કરોડ, સુરેન્દ્રનગરમાં 1200 કરોડ આવી વાતો સાંભળીને મને થયું કે મારો નંદો હજી મરી ગયો નથી પણ જીવે છે. મારો નંદો હજી મરી ગયો નથી, પણ જીવે છે. આમ રમુજી ભાષણ કરે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા હતા.

સમગ્ર પ્રકરણમાં ભાજપ મુખ્ય પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર અને પાર્ટી વિરોધી નિવેદન અને પત્ર લખનાર નેતાઓ વિરુદ્ધ સુ પગલાં ભરવામાં આવે તે જોવું રહ્યું...

નવસારીમાં ગણેશ વિસર્જનમાં પોલીસની અનોખી ટ્રેકિંગ સિસ્ટમ વિશે જાણો - Navasari Ganesh Visarjan

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ કર્યું - PM MODI BIRTHDAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.