ETV Bharat / state

પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું...આડા સબંધની આડમાં થઈ ધાતકી હત્યા - jamnagar murder case - JAMNAGAR MURDER CASE

જામનગર શહેરના ખોડમીલના ઢાળિયા નજીક આવેલા વીર સાવરકર ભવનમાં ચોથા માળે રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાનની પત્નીને અનૈતિક સંબંધો હતા. જેની જાણ પતિને થઈ જતા અનૈતિક સંબંધ ધરાવતા શખ્સે અન્ય શખ્સ સાથે મળી ગત મધ્યરાત્રિના સમયે યુવાનના ઘરમાં ઘુસી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. jamnagar murder case

જામનગરના વીર સાવરકર ભવનમાં હત્યા
જામનગરના વીર સાવરકર ભવનમાં હત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 5:37 PM IST

જામનગરમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની કરી હત્યા (ETV Bharat Gujarat)

જામનગર: હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં છેલ્લાં પાંચ-છ મહિનાથી ચોરી, અકસ્માતો, હત્યાના પ્રયાસો અને હત્યા જેવા ગંભીર ગુનાઓ વધી ગયા છે. જીલ્લામાં છેલ્લાં પાંચ માસમાં હત્યાના ચાર જેટલા બનાવો બન્યા છે. ત્યારે જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં વીર સાવરકર ભવન આવાસમાં ચોથા માળે રહેતાં અને ડ્રાઈવિંગ કરતો ઈકબાલ ગનીભાઈ ખુરેશી (ઉ.વ.35) નામના યુવાનની પત્નીને અનૈતિક સંબંધો હતા. કરીશ્માને ઈમ્તિયાઝ બસીર જોખીયા નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હોવાની જાણ ઇકબાલને થઈ ગઈ હતી. ઈકબાલ અને કરીશ્માને બનતુ ન હોવાથી બંને પતિ-પત્ની અલગ રહેતાં હતાં.

યુવકનું ઘટના સ્થળે મોત: અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ ઈકબાલની હત્યા કરવા માટે ગુરૂવારે મધ્યરાત્રિના સમયે ઈમ્તિયાઝ બસીર જોખીયા અને કિશન નામના બે શખ્સોએ ઘરમાં ઘુસી ઈકબાલને આંતરીને આડેધડ છરીના ઘા ઝીંકયા હતાં. એકાએક છરી વડે થયેલા હુમલામાં ઘવાયેલા ઈકબાલને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં રસ્તામાં જ તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી: જામનગર પોલીસને બનાવની જાણ થતા PI પી.પી.ઝા, PSI કે.ડી.જાડેજા, ASI રઘુવીરસિંહ પરમાર, હેડ કોનસ્ટેબલ રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતનો સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયા હતા.

તેમજ હત્યાની ગંભીરતાને ધ્યાનમાં લઇ એલસીબી તથા એસઓજી પણ બનાવસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા હત્યારાઓની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં અને મૃતકના ભાઈ ગુલામહુશેન ગનીભાઈ ખુરેશીના નિવેદનના આધારે ઈમ્તિયાઝ તથા કિશન અને શકદાર કરીશ્માબેન વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ પી.પી.ઝા તથા સ્ટાફે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

  1. વાપી અને ઉમરગામ નજીકથી મળેલા શંકાસ્પદ મૃતદેહોનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા - Murder accused arrested in Vapi and Umargam
  2. ઘર કંકાશમાં 3 જિંંદગીનો ભોગ લેવાયો, પતિએ પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા - murder and suicide incident

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.