ETV Bharat / state

31 વર્ષે ચુકાદો આવ્યો ત્યાં સુધી 5 આરોપીઓ મૃત્યુઃ જામનગરમાં થઈ હતી અખબાર માલિક સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યા - SURENDRASINH JADEJA MURDER CASE

જામનગરમાં સેશન્સ કોર્ટે ગુડ ઇવનીંગ અખબારના માલિક સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યાના કેસમાં 31 વર્ષ બાદ ચુકાદો આપ્યો. એક આરોપીને થઈ છે આજીવન સજા.

કેસ દરમિયાન 5 આરોપીઓ મૃત્યુ પામ્યા
કેસ દરમિયાન 5 આરોપીઓ મૃત્યુ પામ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 6:05 PM IST

જામનગર: જિલ્લાના લીમડા લાઇન વિસ્તારમાં આશરે 31 વર્ષ પુર્વે ગુડ ઇવનીંગ અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની કરપીણ હત્યાના ચકચારી કેસમાં જિલ્લાની સેસન્સ કોર્ટ દ્વારા આજ રોજ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી પુર્વ પોલીસમેનને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કરાયો છે, જયારે 3 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કરાયો છે. આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓના મૃત્યુ થયા છે.

કેસમાં કુલ 9 આરોપી હતા: જામનગરના અખબાર ગુડ ઇવનીંગના તંત્રી સુરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજાની 1993ની સાલમાં લીમડા લાઇન વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા હથિયારોથી હુમલો કરીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે તે વખતે ભારે ચકચારી બનેલા આ કેસમાં 9 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એ પછી પોલીસ દ્વારા આરોપી પુર્વ પોલીસકર્મી સહિતનાઓની અટકાયત કરાઇ હતી અને કોર્ટમાં ચાર્જશીટ કરવામાં ફાઇલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કુલ 9 આરોપી છે. જેમાં 6 મુખ્ય આરોપીઓ અને 3 અજાણ્યા આરોપીઓનો સમાવેશ થતો હતો. જે પૈકી 5 આરોપીઓના મૃત્યુ થઈ ચુક્યા હતા.

ગુડ ઇવનીંગ અખબારના માલિકની હત્યાના કેસમાં 31 વર્ષ બાદ ચુકાદો (Etv Bharat Gujarat)

5 આરોપીઓના કેસ દરમિયાન મૃત્યુ નિપજયા: આ મુદ્દે જામનગરની અદાલતમાં ચકચારી હત્યા કેસ ચાલ્યો હતો અને અગાઉ તારીખો પડી હતી તેમજ સ્પે. પી.પી. પણ નિમાયા હતા. લાંબા કાનુની જંગ દરમિયાન પુર્વ પોલીસ આરોપી અનોપસિંહ સહિતના 5 આરોપીઓના કેસ દરમિયાન મૃત્યુ નિપજયા હતા. તમને જણાવી દઈએ કે, આ કેસમાં સાહેદોને તપાસ્યા હતા, પુરાવાઓ એકત્રીત કરાયા હતા અને સરકાર તથા આરોપીઓ તરફે વકિલો દ્વારા દલીલો કરવામાં આવી હતી.

એક આરોપીને સજા થઈ: આ ચકચારી હત્યા કેસ જિલ્લાના એડી. ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ વી.પી. અગ્રાવલની કોર્ટમાં ચાલતા આજરોજ આ અંગેનો ચુકાદો આવ્યો છે. જે અંતર્ગત એક આરોપી પુર્વ પોલીસકર્મી ગંભીરસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા અને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો આદેશ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે 3 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.

31 વર્ષે બાદ ચુકાદો: આશરે 31 વર્ષે ગુડ ઇવનીંગ અખબારના તંત્રીની હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે અને એક આરોપીને સજા થઈ છે. આ ચકચારી કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ જમનકુમાર ભંડેરી રોકાયા હતા. જયારે આરોપીઓ તરફે જાણીતા વકિલ વી.એચ. કનારાએ દલીલો કરી હતી.

આ પણ વાંચો:

  1. પોરબંદરમાં ખેડૂતનો પશુ વીમો રિજેક્ટ, ક્લેઇમની રકમ આપવાનો વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટનો હુકમ
  2. વડોદરા જેવી ઘટના સુરતમાંઃ કિશોરી સાથે બેસેલા યુવકને ભગાડી મુક્યો અને ત્રણ શખ્સોએ કર્યો ગેંગરેપ- FIR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.