રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી એટલે કે શ્રી જલારામ બાપાની જગ્યા. દેશ-વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ, ભક્તો, શ્રધ્ધાળુઓ આવે છે અને આસ્થા અને શ્રધ્ધા સાથે દર્શન અને પ્રાર્થના કરે છે. સુપ્રસિદ્ધ અને જગવિખ્યાત દેશ વિદેશની અંદર ખ્યાતનામ મેળવનાર પૂજ્ય જલારામ બાપાની 143 ની પુણ્યતિથિ નિમિત્તે વીરપુર જલારામવાસીઓ દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
![Jalarambapa 143rd death anniversary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-03-2024/gj-rjt-rural-virpur-jalaram-as-it-is-the-143rd-death-anniversary-of-pujya-jalarambapa-the-people-of-virpur-paid-their-respects-with-fervor-gj10077_05032024162922_0503f_1709636362_658.jpg)
વેપાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ: દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગામના નાના-મોટા સૌ કોઈ વેપારી એસોસિએશન દ્વારા વેપાર ધંધા બંધ પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે. અહીં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાની પુણ્ય તિથિ તરીકે મનાવાય છે.
![Jalarambapa 143rd death anniversary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-03-2024/gj-rjt-rural-virpur-jalaram-as-it-is-the-143rd-death-anniversary-of-pujya-jalarambapa-the-people-of-virpur-paid-their-respects-with-fervor-gj10077_05032024162922_0503f_1709636362_1094.jpg)
અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે ૫ માર્ચ અને મંગળવારના રોજ સમગ્ર વીરપુર ગામના તમામ નાના-મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ મંદિરમાં પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે.