રાજકોટ: ધોરાજીમાં સિટી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલ એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ કસ્ટડીમાં રહેલા યુવાને બાથરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે ભારે ચકચાર મચી જવા પામ્યો છે.
મૃત્યુ પામેલ યુવકની પોલીસ દ્વારા આપેલી માહિતીઓ અનુસાર પોલીસ કસ્ટડીમાં રહેલ યુવાનને ચોરીના ગુન્હામાં લોકો દ્વારા પકડવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસ સ્ટેશન ખાતે પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન આ યુવાનની પૂછપરછ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન જ ઈન્ટ્રોગેશન રૂમના બાથરૂમમાં જ આ યુવાને આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
આ મામલે પોલીસે એવું પણ જણાવ્યું છે કે, આ યુવકે આપઘાત કરી લેતા પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને બાદમાં પ્રાથમિક મેડિકલ સારવાર પણ અપાય હતી પરંતુ આ યુવાન બચી શક્યો ન હતો જેમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા યુવાનને મૃત જાહેર કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઈન્ટ્રોગેશનના બાથરૂમમાં ફાંસોઃ આ બનાવમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ધોરાજીના 30 વર્ષીય કમલેશ કેશવજીભાઈ પરમાર નામના યુવકને ધોરાજી સિટીમાં હનુમાનના મંદિર પાસે ચોરી કરતા લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને બાદમાં આ યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ યુવકને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન યુવકને લાગી આવતા યુવકે પોલીસ સ્ટેશનના ઇન્ટ્રોગેશનના બાથરૂમમાં ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી. યુવકે કરેલ આ પ્રયાસ બાદ પોલીસ દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને યુવાનને તાત્કાલિક CPR આપવામાં આવ્યું હતુ. આ સારવાર આપ્યા બાદ યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો છે.
ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કરી લેતા સમગ્ર પંથક ની અંદર ભારે ચકચાર મચી ગયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ ઘટનાને પગલે અધિકારીઓનો કાફલો પણ ધોરાજી ખાતે દોડી આવ્યો હતો જે અમૃતક યુવકને હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ ગુજરાત કરાતા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે મૃતક યુવકના પરિવારજનો અને તેમના સમાજના યુવકોને આગેવાનો બહોળી સંખ્યામાં ઊંચી પડ્યા હતા અને મૃત યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતીઓ સામે આવી છે.
આ ઘટનામાં યુવકનું ખરેખર આપઘાતને કારણે મોત થયું છે કે અન્ય કોઈ કારણ છે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે છેલ્લા ઘણા સમયથી પોલીસ કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓના મોત અને પોલીસ કસ્ટડીમાં હેરાનગતિની બાબતોને લઈને ગંભીર આક્ષેપો સામે આવતા રહ્યા છે. ત્યારે આ મામલે મૃતકના પરિવારજનો હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી જ્યારે પોલીસે માહિતી જાહેર કરી છે. તે મુજબની વાસ્તવમાં ખરેખરકોઈ ઘટના બની છે કે, કેમ તેને લઈને પણ સવાલો અને ચર્ચાઓ શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે કંઈક અજુગતું થયું હોય અને યોગ્ય ઊંડાણપૂર્વક તપાસ અને કાર્યવાહી થાય તો કંઈક અજબતું ખૂલે તેવી પણ સૌ કોઈમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.