ETV Bharat / state

રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા ધરપકડ કરવામાં આવી - Drugs in Surat - DRUGS IN SURAT

SOGને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704 માં રોકાયો છે. આ બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા ધરપકડ કરવામાં આવી
ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા ધરપકડ કરવામાં આવી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 8:46 PM IST

નુપમસિંહ ગેહલોત, સુરત પોલીસ કમિશ્નર (Etv Bharat Gujarat)

સુરત: રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. SOGને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704 માં રોકાયો છે. આ બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. ચેતન શાહુ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને 354 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી બે મોબાઈલ, એક કાર તેમજ 11,350 રોકડા મળી કુલ 44,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

MD ડ્રગ્સ
MD ડ્રગ્સ (Etv Bharat Gujarat)

રાજસ્થાનના ચેતન શાહુની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે આ ડ્રગ્સ સુરતમાં અનિશખાન લાકડાવાલા અને વિકાસ આહીરને આપવાનો હતો. ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસા થયા હતા કે, અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામાં આવી રહ્યો હતો અને સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ સપ્લાયર તેમજ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગની સપ્લાયની ચેઇન તોડવામાં આવી હતી. તેથી ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો છે અને રાજસ્થાન રૂટ થઈ તેવો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે.

પોલીસે આ બાબતે તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે, આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઈસ્ક્રીમ પાર્લરમાં જ તે આ પ્રકારે ડ્રગ્સનું વેચાણ કરવાનું કામ કરતો હતો. આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના અનેક મોટા નેતા સાથેના તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ અપલોડ કર્યા છે. આ ઉપરાંત આરોપી વિકાસ LLBના સેકન્ડ યરમાં વીંટી ચોકસી કોલેજમાં અભ્યાસ કરે છે. તો અગાઉ વિકાસે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી લૂંટ કરી હતી અને તે સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ થતા તેની પાસે રહેલા હથિયારનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું.

વિકાસ આહિર રાજસ્થાનના ઉદયપુર ખાતે એક હોટલ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસને મળી છે. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી આ ઈસમોને પકડવા માટે તેમના પર વોચ રાખવામાં આવતી હતી અને બાતમીના આધારે રાજસ્થાનથી જે ડ્રગ્સ સપ્લાયની ચેઇન હતી તેને તોડવા માટે પોલીસ કામ કરી રહી હતી. અંતે પોલીસને રાજસ્થાનથી ડ્રગ્સ સુરત લાવનાર ચેતન શાહુંને પકડવામાં સફળતા મળી. આ આરોપીઓની વાત કરવામાં આવે તો તમામ આરોપી રાજસ્થાન ખાતે સ્નેપચેટ તેમજ instagramના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા અને ત્યારબાદ રાજસ્થાનથી આ ડ્રગ્સ સુરત આવતું હતું અને સુરત શહેરમાં આઈસ્ક્રીમની લારી તેમજ પાર્લરમાં આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતુ હતુ. ઉપરાંત આ પાર્લરની આસપાસના વિસ્તારમાં ટુ-વ્હીલર તેમજ ફોરવીલર ગાડીમાં ગ્રાહકોને આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું.

આરોપી વિકાસ આહિર કે, જે ભાજપનો કાર્યકર્તા છે તેની સામે અગાઉ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી અનીશ ખાન સામે પણ અગાઉ ખટોદરા, સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તથા તેણે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફીસમાં ઘુસી લુંટ કરી હતી. જેથી અમરોલી પોલીસે તેની ધરપકડ કરી તેનું વેપન લાયસન્સ પણ રદ્દ કર્યું હતું. તે ઉપરાંત તેના વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં રયોટિંગનો ગુન્હો પણ નોંધવામાં આવ્યો હતો. તે હાલ અઠવાલાઇન્સ ખાતે આવેલ વી.ટી.ચોકસી કોલેજમાં LLB ના સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. તે સાથે જ વિકાસ આહીર પોતે હિન્દૂ વાહિની સંગઠનનો પ્રદેશ પ્રમુખ માનવામાં આવે છે. આરોપી અનીશ ખાનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અગાઉ વર્ષ 2017માં તેણે એક તાલીબ નામના ઈસમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી તેની લાશને ડુમસની ગટરમાં નાખી દીધી હતી અને આ મામલે તેની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ ખૂનનો ગુનો દાખલ થયો હતો.

ઉપરાંત અગાઉ તે અલથાણ પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને બે મહિના પહેલા જ તે જામીનમુક્ત થયો હતો અને હાલ તે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરી રહ્યો છે.

  1. ઉપલેટા શહેર જળબંબાકાર, ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ - Rajkot News
  2. સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ, બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું - 40 ઘરો સંપર્ક વિહોણા થયા - Surat News

    બાઈટ : અનુપમસિંહ ગેહલોત ( સુરત પોલીસ કમિશ્નર )Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.