ETV Bharat / state

કેસર કેરીનો સ્વાદ આ વર્ષે બન્યો મોંઘો, માત્ર 20થી 25 ટકા ઉત્પાદન, શું કહે છે કેરી રસીકો અને વેપારીઓ જાણો.. - Income of saffron mangoes

સ્વાદરસિકોનું ફળ એટલે કેરી. જો કે આ વર્ષે માર્કેટમાં કેસર કેરીનો જોઈએ તેવી રોનક દેખાઈ રહી નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટયું છે. ભાવ વધતા આવકમાં આ વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. જોઈએ આ અહેવાલમાં કે આ વર્ષે કેવો રહેશે કેરીનો મિજાજ... Income of saffron mangoes

કેસર કેરીનો સ્વાદ આ વર્ષે બન્યો મોંઘો, માત્ર 20થી 25 ટકા ઉત્પાદન
કેસર કેરીનો સ્વાદ આ વર્ષે બન્યો મોંઘો, માત્ર 20થી 25 ટકા ઉત્પાદન (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 19, 2024, 2:00 PM IST

વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટયું (etv bharat gujarat)

અમદાવાદ: ગરમીની સાથે કેરીની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. કેરીના રસિયાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીના રસનો સ્વાદ ઉઠાવવા માર્કેટમાં કેરીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર તળાવની બાજુમાં ખાસ ઓર્ગેનિક કેસરી કેરીના સ્ટોલ લાગ્યા છે. લગભગ 12 વર્ષથી અહીં સીઝન આવતા ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છથી ખેડૂતો પોતાના ખેતરોની ઓર્ગેનિક કેરીનું વેચાણ કરવા આવતા હોય છે. આ વર્ષે અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં 38 ખેડૂતોના સ્ટોલ લાગ્યા છે.

વસ્ત્રાપુર તળાવની બાજુમાં ખાસ ઓર્ગેનિક કેસરી કેરીના સ્ટોલ લાગ્યા
વસ્ત્રાપુર તળાવની બાજુમાં ખાસ ઓર્ગેનિક કેસરી કેરીના સ્ટોલ લાગ્યા (etv bharat gujarat)

ઉત્પાદનમાં ઘટાડો થતા ભાવ વધ્યા: કેરીના આ વર્ષના માહોલને લઈને વેપારીઓએ જણાવ્યું કે, આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો છે એટલે કેરીના ભાવ પણ ખૂબ જ વધ્યા છે. દર વર્ષે અમે સિઝનનો 3થી 4 લાખનો ધંધો કરતા હતા પરંતુ વર્ષે મંદીનો માહોલ છે. એટલે દર વર્ષે જેવી આવક આ વર્ષે નહિ થાય. ઉપરાંત ખેતરથી અમદાવાદ કેરી લાવવાનો ખર્ચો પણ માથે પડે છે. આ વર્ષે કેરીના નાના મોટા ફળ પ્રમાણે 800થી લઈને 2000- 2500 રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે.

ભાવ વધતા આવકમાં ઘટાડો
ભાવ વધતા આવકમાં ઘટાડો (etv bharat gujarat)

વર્ષે 20 થી 25 ટકા કેરીનું ઉત્પાદન: કેરીના વેપારીઓએ જણાવ્યું કે, આ વર્ષે માત્ર 20 થી 25 ટકા કેરીનું ઉત્પાદન થયું છે. ખેતરમાંથી લઈને માર્કેટમાં વેચાણ સુધીનો ખર્ચોમાં બધું બાદ કરતાં આવકના નામ પર છેલ્લે આ વર્ષે કંઇ હાથમાં આવે સ્થિતિ લાગતી નથી. હવે ચોમાસાની સિઝન પણ નજીકમાં છે. ઉપરાંત કેસર કેરીનો પાક પણ મોડો આવ્યો છે એટલે વરસાદ પહેલા એને ગમે તેમ કરીને વેચી દેવો પડે નહીં તો વરસાદ પડતા કેરીનો પાક બગડી જાય અને અમને ભારે નુકસાન થાય. વરસાદને હવે એક મહિનો બાકી રહ્યો છે એટલે લગભગ એના ભાવ પણ ઓછા થશે.

વાતાવરણમાં ફેરફારને કારણે પાક પર અસર: ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે વાતાવરણમાં સતત ફેરફારને કારણે ગીર પંથકની કેસર કેરી ઉપર શરુઆતથી જ ગ્રહણ લાગ્યું હોય તેમ ફ્લાવરિંગ સ્ટેજમાં જ આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ અટકી ગયું હતું. ત્યારબાદ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કુંપળો ફૂટવા લગતા અને સાથે કેરી વધુ પ્રમાણમાં ખરી રહી હતી. જેના પગલે ગત વર્ષની સરખામણીએ આંબાઓમાં કેસર કેરી 20 થી 25 ટકા જ આવી છે.

  1. ભાજપ નેતા ધ ગ્રેટ ખલીએ વિશ્વની સૌથી નીચી મહિલાને પોતાની હથેળીમાં ઉપાડી - Khali Met with World Smallest Woman
  2. જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ આતંકવાદી હુમલામાં ભાજપના પૂર્વ સરપંચનું મોત, દંપતી ઘાયલ - terrorist attacks in jammu kashmir

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.