જૂનાગઢ: આજે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને સાવજ દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે હાજરી આપી હતી. જૂનાગઢ આવેલા કૃષિ પ્રધાન રાઘવજીભાઈ ખેતીલક્ષીવિજ પુરવઠો 10 કલાક આપી શકાય તે વાતને લઈને ઉર્જા વિભાગના સંકલનમાં કામ કરવાનો સ્વીકાર કર્યો છે. તો સાથે સાથે આગામી દિવસોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ભારત સરકાર જે નિર્ધારણ કરે તે મુજબ રાજ્ય સરકાર કરવાની શરૂઆત કરશે.
10 કલાક ખેતીલાયક વીજ પુરવઠો મળશે: આજે જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને સાવજ દૂધ ઉત્પાદક સંઘની સંયુક્ત સાધારણ સભાનું આયોજન એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહીને ખેડૂતો સાથે જોડાયેલી બંને સહકારી સંસ્થા ખેડૂત માટે વધુ સક્ષમ રીતે કામ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં જૂનાગઢ આવેલા કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને કૃષિ લક્ષી વીજ પુરવઠો 10 કલાક મળી રહે તે માટે રાજ્યના ઉર્જા વિભાગ સાથે પણ તેમના વિભાગના અધિકારીઓ પરામર્સ અને સંકલન કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખેતીલક્ષી વિજ પુરવઠો 10 કલાક આપવામાં આવે તે વાતનું પણ સમર્થન કર્યું હતું. કેટલાક વિસ્તારોમાં ખેતીલક્ષી વિજ પુરવઠો આજે પણ મળતો નથી જેના પર કૃષિ પ્રધાને પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે,' જે જગ્યા પર વીજ પુરવઠો પૂર્વવત્ નથી. એવા તમામ વિસ્તારોમાં ઉર્જા વિભાગ સાથે સંકલન કરીને ત્યાં પણ 10 કલાક વીજ પુરવઠો મળે તેવું આયોજન રાજ્યના ઉર્જા વિભાગ કરી રહ્યું છે.'
ટેકાના ભાવે થશે મગફળીની ખરીદી: જુનાગઢ આવેલા કૃષિપ્રધાને આગામી નવી સિઝનમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા કરવા માટે રાજ્યનો કૃષિ વિભાગ તત્પર છે. થોડા દિવસ પૂર્વે તેઓ સ્વયંમ દેશના કૃષિ પ્રધાનને રૂબરૂ મુલાકાત કરીને કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળી ખરીદ કરવાની થાય છે તેનો જથ્થો તાકિદે નિર્ધારીત કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવે, તો રાજ્ય સરકાર નવી સિઝનની મગફળી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવે ખરીદ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
જુનાગઢ જિલ્લા ભાજપમાં ચાલી રહેલા ખટરાગને લઈને તેઓએ પ્રત્યુતર આપવાનું ટાળ્યું હતું. તેઓ જિલ્લામાં પક્ષની અંદર જે ચળભળ ચાલી રહી છે. તે માધ્યમો દ્વારા વિગતો મળી છે તે વાતનો સ્વીકાર કરીને કોઈ પણ નેતા પર શિસ્તભંગ ના પગલા લેવા માટે એકમાત્ર રાજ્યનું સંગઠન કાર્યવાહી કરી શકે તેવો પ્રતિભાવ પણ પાઠવ્યો હતો.
આ પણ વાંચો: