ETV Bharat / state

પૂરની સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત - State Emergency Operations Center

રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત ધમધમી રહ્યું છે. આ સેન્ટરમાંથી રાહત અને બચાવ કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. State Emergency Operations Center

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 8:45 PM IST

Updated : Jul 20, 2024, 11:02 PM IST

વરસાદ પૂરની સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત
વરસાદ પૂરની સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત (ETV BHARAT GUJARAT)

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત ધમધમી રહ્યું છે. આ સેન્ટરમાંથી રાહત અને બચાવ કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે આ સેન્ટર કડીરૂપ ભાગ ભજવી રહ્યું છે.

કુલ સરેરાશ વરસાદ 37 ટકાથી વધુ નોંધાયો: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 37 ટકાથી વધુ નોંધાયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 54 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો: કેશોદ તાલુકામાં 8 ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં 6 ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ, વલસાડ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાનો અહેવાલ છે.

કચ્છ ઝોનમાં 54 ટકા વરસાદ નોંંધાયો: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 20 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 37 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 54 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 54 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39 ટકા, ઉત્તર ગુજરાતમાં 23 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ 23 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

19 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ: આ ઉપરાંત વલસાડના પારડી, વાપી તાલુકામાં, જૂનાગઢના મેંદરડા, માળિયા હાટીના, જૂનાગઢ તાલુકામાં, જામનગરના કાલાવાડ તાલુકા, રાજકોટના ઉપલેટા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે માણાવદર, ભેંસાણ, જામકંડોરણા, ભાણવડ, અંજાર, જલાલપોર, જોડીયા અને નવસારી તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે 19 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ અને 78 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

  1. એસ.જી. હાઈવે કેમ બન્યો છે અકસ્માત ઝોન, જાણો... - SG highway accident zone
  2. 'રાજ્યમાં ચોમાસાની સ્થિતિ વણસી', અત્યાર સુધીમાં 42 લોકો અને 250 પશુના મૃત્યું: રાહત કમિશનર - monsoon season in the Gujarat

Last Updated : Jul 20, 2024, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.