રાજકોટઃ આજે જ્યારે ખેડૂતોનું સૌથી મોટું સંગઠન ઈફકો જેની ડાયરેક્ટર પદની ચુંટણી થઈ તેમાં અંતે જયેશ રાદડિયા હવે ઈફ્કોનાં ડાયરેકટર પદે બિરાજશે, આ ચૂંટણીમાં જયેશ રાદડિયા કેવી રીતે વિજય ભવ: થયા તે જાણવા માટે અને સમજવા માટે વાંચો આ વિશેષ અહેવાલ.
રસાકસીભરી ચૂંટણીઃ ઈન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર્સ કો ઓપરેટિવ લિમિટેડ ભારતનું જે ખેડૂતોનું સૌથી મોટું સહકારી સંગઠન છે. તેની ડિરેક્ટર પદની ચૂંટણી ખૂબજ રસાકસી ભરેલી રહી. આજે જ્યારે 182 મતો માંથી 180 મતો પડ્યા તેમાં 113 મતો જયેશ રાદડિયાને મળ્યાં જ્યારે 67 મતો અમિત શાહના નજીક ગણાતા એવા બીપીન ગોતાને મળ્યાં. આ પરિણામની સાથે જયેશ રાદડિયા હવે ઈફકોના ડિરેક્ટર પદે બિરાજમાન થઈ ગયા.
બીપીન ગોતાને ભાજપનો મેન્ડેટઃ 27મી એપ્રિલે જે દિવસે ભારતના ગૃહ મંત્રી અમિત શાહ જામકંડોરણા ખાતે ગુજરાતની ત્રીજા ચરણની ચૂંટણીમાં સભા સંબોધવાના હતા ત્યારે સોશિયલ મીડિયા પર જયેશ રાદડિયા નારાજ છે કારણકે તેમની વિરુદ્ધ અમિત શાહના ખાસ એવા બીપીન ગોતાએ ઈફકોના ડિરેક્ટર પદની ચૂંટણીના ફોર્મ ભરતા અને બીપીન ગોતાને અમિતભાઈ શાહનો મેન્ડેટ મળ્યો હોવાની વાતે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું હતું.
અમિત શાહની મુલાકાતઃ ગમે ત્યારે જયેશ રાદડિયા કોંગ્રેસની વાટ પકડશે તેવી વાતો સોશિયલ મીડિયા પર રહેતી થઈ હતી. જોકે આ મુદ્દે ઇફકોના ભૂતપૂર્વ ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ETV ભારત સાથેની વાતચીતમાં સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે આ બાબત કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો તદ્દન પાયાવિહોણી હતી. અંતે આજે પરિણામો આવતા આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઈફકોના ડિરેક્ટર પદે હવે જયેશ રાદડિયા બિરાજમાન થવા જઈ રહ્યા છે અને આ તમામ અટકળો ખોટી સાબિત થઈ હતી. સાથે સાથે એ પણ બન્યું હતું કે અમિત શાહ એ જામકંડોરણા ખાતેની સભા પૂર્ણ કરી અને જયેશ રાદડિયાના ઘરે ભોજન લેવા ગયા હતા અને જયેશ રાદડિયા સાથે તેમાં તેમના પરિવારના સભ્યો સાથે સમય વિતાવ્યો હતો.