ETV Bharat / state

HM અમિત શાહે ગુજરાતમાં પૂરની તાજા સ્થિતિ જાણી, કેન્દ્ર તરફથી સહાયની પણ આપી ખાતરી - Gujarat weather update

ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગના રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ અને આસામ સહિતના રાજ્યોમાં પૂરની સ્થિતિ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી સ્થિતિની અપડેટ લીધી હતી.

HM અમિત શાહ
HM અમિત શાહ (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 10:41 AM IST

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે વાત કરી હતી. ગૃહમંત્રીએ ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી હતી અને બંને રાજ્યોમાં વધેલા પાણીના સ્તર વિશે પૂછપરછ કરી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આસામ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે પૂરની સ્થિતિ તેમજ ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં થયેલા વધારાનું મૂલ્યાંકન કર્યું હતું. સાથે જ અમિત શાહે કટોકટીનો સામનો કરવા માટે કેન્દ્રીય સહાય તેમજ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને સમર્થન આપવાની ખાતરી પણ આપી હતી.

ગુજરાતમાં પૂરની સ્થિતિ : ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાંથી પાણી કાઢવા માટે ડિઝાસ્ટર સેલની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની સપાટી વધી છે.

આસામમાં 5 લાખથી વધુ અસરગ્રસ્ત લોકો :

આસામ રાજ્યમાં પૂરના પરિણામે પાણીમાં વધારો થયો છે. સાથે જ રાજ્યના હજારો લોકોને અસર કરી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે, મૃત્યુઆંક વધીને 90 થી વધુ થઈ ગયો છે. 18 જિલ્લાઓમાં 5 લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં છે, જેમાં આસામનો કચર સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે.

આસામના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં કચર, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલપારા, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કરીમગંજ, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી અને શિવસાગરનો સમાવેશ થાય છે. બીજી તરફ 52 રેવન્યુ સર્કલ હેઠળના 1,342 ગામો હજુ પણ પાણી હેઠળ છે. આસામમાં 25367.61 હેક્ટર પાક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે.

બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર નેમાતીઘાટ, તેઝપુર અને ધુબરી ખાતે જોખમના સ્તરના નિશાનથી ઉપર વહી રહ્યું છે. જ્યારે બુર્હિડીહિંગ નદી ચેનીમારી (ખ્હોવાંગ), નાંગલામુરાઘાટ ખાતે ડિસાંગ નદીમાં જોખમના સ્તરના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે 58 હજારથી વધુ લોકો હજુ પણ 13 જિલ્લામાં 172 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રોમાં આશ્રય લઈ રહ્યા છે. સાથે જ 2.83,712 ઘરેલું પ્રાણીઓ પણ પૂરથી પ્રભાવિત થયા હતા.

ઉત્તરપ્રદેશના 18 જિલ્લાઓની સ્થિતિ ગંભીર :

ઉત્તરપ્રદેશની સ્થિતિ પણ ગંભીર છે. ખાસ કરીને પૂર્વીય અને મધ્ય પ્રદેશમાં અવિરત વરસાદને પગલે 900 થી વધુ ગામોમાં લગભગ 18 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયા પછી પણ સ્થિતિ નિરીક્ષણ હેઠળ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશમાં આઝમગઢ, મઉ, બલિયા, પીલીભીત, શાહજહાંપુર, કુશીનગર, શ્રાવસ્તી, બલરામપુર, લખીમપુર ખેરી, બારાબંકી, સીતાપુર, ગોંડા સિદ્ધાર્થ નગર, મુરાદાબાદ, બરેલી અને બસ્તી સહિત લગભગ 18 જિલ્લાઓ પાણીના વધતા સ્તરથી પ્રભાવિત થયા છે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અગાઉ અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. સાથે જ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

(ANI)

  1. ઉમરપાડામાં બારેય મેઘ ખાંગા થયા : પાંચ કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો, નદી-નાળા છલકાયા
  2. હાશ... છેવટે અમદાવાદમાં વરસ્યા મેધરાજા, ભારે વરસાદના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરાયો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.