રાજકોટ: ઉપલેટામાં આવેલ અને રાજાશાહી વખતનો સૌથી લાંબો પુલ ભાદર અને મોજ નદી પર બનાવવામાં આવેલો છે. જેમાં આ પુલમાં ભાદર અને મોજ નદીઓ ભેગી થાય છે ત્યાં પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરથી આગળના તરફ હજારો વીઘા ખેતીની જમીનો અને ખેડૂતોનો રોજીરોટી માટેનો વ્યવસાય એવા ખેતી આ રસ્તા પરથી જોડાયેલી છે. ત્યારે આ રસ્તા પર છેલ્લા ઘણા સમયથી પુલ પર જવાબદાર તંત્ર પુલની જાળવણી કે સાર સંભાળ ન રાખતું હોવાને કારણે આ રાજાશાહી વખતના પુલ અને એકમાત્ર રસ્તા પર મોટા મોટા જાડી-જાખરાઓ ઊગી નીકળ્યા છે જેના કારણે આ રસ્તો અને તેમની ઉપર બનાવેલ પુલ જાળવણીના અભાવે છતીગ્રસ્ત થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજાશાહી વખતની પ્રોપર્ટી ડેમેજ: ઉપલેટામાં ભાદર અને મોજ નદી પર બનેલા પુલ વચ્ચે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર બનેલો પુલ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. તો બીજી તરફ આ પુલની જાળવણી માટે જે કોઈ જવાબદાર તંત્ર છે તે તંત્ર જાળવણી માટે આવતું પણ નથી અને સમારકામ કરતું પણ નથી તેવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. જેના કારણે રાજાશાહી વખતની હેરિટેજ પ્રોપર્ટી ખૂબ ડેમેજ થઈ રહી છે. ઉપરાંત જાળી જાખરાઓ ખેડૂતો માટેના એકમાત્ર રસ્તાને ખુબ નુકસાન કરી રહ્યા છે.
પુલને તાત્કાલિક ધોરણે સરખો કરવા માંગ કરાઈ: રાજાશાહી વખતના બનેલ પુલ અને આ રસ્તો ખેડૂતોનો એકમાત્ર રસ્તો છે. જે ખરાબ તેમજ જર્જરીત હાલતમાં બની રહ્યો હોવાની સ્થાનિક ખેડૂતોએ ફરિયાદ કરી છે. ત્યારે આ સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે કે આ જવાબદાર તંત્ર એ આ પુલની તાત્કાલિક જાળવણી કરવી જોઈએ અને ઉગી નીકળેલા જાડી જાખરાઓ જે આ રસ્તાને બરબાદ કરી રહ્યા છે અને પુલને ડેમેજ કરી રહ્યા છે તેમને તાત્કાલિક અસરથી દૂર કરી દેવામાં આવે તેવી માંગ કરી છે.
વધુમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે જો તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોની અંદર વિવિધ કાર્યક્રમો આ વિસ્તારના ખેડૂતો એકત્રિત થઈ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ ક્ષતિગ્રસ્ત થઈ રહેલ પુલ બાબતે મિડીયાના અહેવાલ બાદ તંત્ર કામે પણ લાગશે અને જાળવણી કરવા માટે તુરંત કામે પણ લાગશે તે પણ હકીકત આવતા દિવસોમાં પ્રસિધ્ધ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: