જુનાગઢ: છેલ્લાં 24 કલાક દરમિયાન સોરઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે આજે ધીમીધારે પરંતુ મક્કમ રીતે વરસાદ બેટિંગ કરી રહ્યો છે જુનાગઢ જિલ્લાના વંથલીમાં 24 કલાક દરમિયાન આઠ ઇચ અને વેરાવળ શહેર અને તાલુકામાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હજુ પણ સોરઠ પંથકમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
સોરઠ પંથક થયો વરસાદથી તરબોળ: છેલ્લાં 24 કલાકથી મેઘરાજા સમગ્ર સોરઠ પંથકમાં ધીમીધારે કૃપા વરસાવી રહ્યા છે સોરઠ પંથક માં એક થી લઈને આઠ ઈંચ સુધીનો વરસાદ પાછલા 24 કલાક દરમિયાન નોંધાયો છે આજે પણ વહેલી સવારથી જુનાગઢ સહિત દરિયાકાંઠાના વિસ્તાર વેરાવળ અને દીવ જંગલમાં પણ ધીમીધારે પરંતુ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, જેને કારણે વાતાવરણમાં હવે ઠંડક પ્રસરતી જોવા મળે છે આજે પણ હવામાન વિભાગ દ્વારા સમગ્ર સોરઠ પંથક કે જેમાં જુનાગઢ સોમનાથ પોરબંદર અને ગીરનો સમાવેશ થાય છે તે તમામ જિલ્લામાં કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે.
સૌથી વધુ કેશોદમાં આઠ ઇંચ: વિતેલા 24 કલાક દરમિયાન જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય વંથલીમાં સાત વેરાવળમાં સાડા સાત અને સુત્રાપાડામાં પણ સાત ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત માંગરોળ માળિયા હાટીના અને વિસાવદરમાં પાંચ ઇંચ માણાવદરમાં 6.50 ઈચ તાલાળામાં ચાર ઇચ ની સાથે ગીર ગઢડા કોડીનાર ઉના ભેંસાણ અને મેંદરડા તાલુકામાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ લખાય છે ત્યાં સુધી હજુ પણ મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે નદીનાળા અને સરોવરમાં પૂર આવવાની સ્થિતિ પણ ઊભી થઈ છે.