ETV Bharat / state

આજે ગુજરાત હાઈકોર્ટમાં હેલ્મેટ નિયમો અંગે સુનાવણી - hearing about helmet rules - HEARING ABOUT HELMET RULES

ગુજરાત હાઇકોર્ટમાં હેલ્મેટ નિયમો અંગે 4 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે., hearing about helmet rules in high court

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2024, 6:02 AM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં વારંવાર હેલ્મેટના નિયમો અને ટ્રાફિકની સમસ્યા અંગે ટકોર કરવામાં આવી છે. તો પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે અને નિયમોનો ઉલ્લંઘન થતો જ રહે છે. તો હેલ્મેટના કડક નિયમો અંગે ગુજરાત હાઇકોર્ટમાં 4 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે. અને નવરાત્રિ પહેલા કેટલું કામ થયું તેનું વિશ્લેષણ કરવામાં આવશે.

ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરનારનું લાઈસન્સ થશે રદ: ગત સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સરકાર પક્ષને માર્મિક ટકોર કરી હતી કે,'અગાઉ કોર્ટે નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઇથી પાલન કરાયું નથી. નવરાત્રિના સમયગાળામાં જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે એટલે હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલંઘન કરે એટલે તેનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે અને ત્યાર પછી પણ જો વાહન ચાલક ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરે તો કાયમ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવે.

હેલ્મેટ ફરજિયાત કરવા કરાયો નિર્ણય: તેમણે દિલ્હીના ઉદાહરણ આપતા કહ્યું કે,'દિલ્હીમાં પણ આ રીતે કામ કાજ ચાલી રહ્યું છે અને સાથે જ અમદાવાદ અને સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવે એવા દિશા નિર્દેશ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. હેલ્મેટ ફરજિયાત અંગે રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ ,રાજકોટ ,વડોદરા અને સુરતમાં હેલ્મેટનો નવો કાયદો અંગે જાહેરાત પણ કરવામાં આવી હતી. આ નવો કાયદો 1/6/2021 અમલી બનશે એમ પણ જણાવ્યું હતું. આ તારીખથી IS4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય એમ કહેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે બાઈક સવાર માટે પણ 2020 માં એક ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં બાઈક સવાર માટે જાહેર કરવામાં આવી નવી ગાઈડલાઈન અનુસાર બાઇકની પાછળ બેસનારાઓ સીટની બંને તરફ પકડવાનું રહેશે પાછળ બેસનારાની સેફટી માટે આ ફરજિયાત બનાવ્યું હતું.

ત્યાર પછી દેશમાં અકસ્માતોની સંખ્યામાં મોટા ઘટાડા કરવા માટે પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2020 માં જ બાઈક ચલાવવાના નવા નિયમોમાં ઘણા મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં બાઈક ચાલકની સાથે બાઈકમાં પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. લોકોની સુરક્ષાના હેતુથી આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા અને જો કોઈ બાઈક પાછળ બેસેલા વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેની સામે પણ દંડ કરવામાં આવશે એવી ગાઈડલાઈન બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું રાજીનામુંઃ TRP કાંડ બાદ જવાબદારી લેતા અધિકારીઓમાં ભય? - Amit Dave Resignation Rajkot
  2. રાજકોટમાં SOG ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપ્યો - Rajkot MD drug network

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.