જૂનાગઢ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75 મો જન્મદિવસ છે. ત્યારે જૂનાગઢ ભાજપ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિરે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો હવનોત્સવની સાથે માર્કન્ડેય મહાપુજા અને શાંતિ યાગનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢના 75 દંપતિઓએ યજ્ઞમાં ભાગ લઈને વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.
વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે75 મો જન્મદિવસ છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ ભાજપ પરિવાર દ્વારા નમો હવનોત્સવ અને માર્કંન્ડેય મહાપૂજાની સાથે શાંતિયાગનું આયોજન ભૂતનાથ મહાદેવ મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ ભાજપના પદાધિકારી કાર્યકરો જોડાયા: વડાપ્રધાન મોદીના આજે 75 માં જન્મદિવસ નિમિત્તે તેઓ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે અને પાછલા 10 વર્ષથી જે રીતે તેમના દ્વારા દેશ સેવાના કામો થઈ રહ્યા છે. તેને કરવા માટે ઈશ્વર શક્તિશાળી બનાવે તે માટે ખાસ પૂજન અને હવનમાં આહૂતિ આપવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરના ભાજપના પદાધિકારી કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.
75 દંપતિઓએ યજ્ઞમાં લીધો ભાગ: વડાપ્રધાન મોદીનો 75 મો જન્મદિવસ ખાસ બની રહે તે માટે જૂનાગઢ ભાજપ પરિવાર દ્વારા શહેરના 75 દંપતિઓને યજ્ઞમાં બેસાડીને અનોખી રીતે મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. દર વર્ષે જૂનાગઢ ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને આયોજન થતું હોય છે.
ખાસ યજ્ઞમાં આહૂતિ આપવામાં આવી હતી: હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવાની સાથે સામાજિક કાર્યો જરૂરિયાતમંદ લોકોને દાનની સાથે વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાના લાભો પણ અપાવવામાં આવ્યા હતા. ત્યારે આજે મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે 75 દંપતિઓએ યજ્ઞમાં આહુતિ આપીને તેમના 75 વર્ષના આયુષ્યને ઈશ્વર શક્તિ આપે તે માટે ખાસ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.
આ પણ જાણો: