સુરત: ભરૂચની ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ-9મી જુલાઇના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારીત જ્ગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામા આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી. જે અંગેનો વીડિયો વાઇરલ થતાં જ ચોતરફ બેરોજગારીના મુદ્દે ચર્ચાઓ જાગી હતી.
Unemployment in Modi's Gujarat Model👇 pic.twitter.com/piOdFBhYoZ
— Congress (@INCIndia) July 12, 2024
વાયરલ થયેલ વીડિયોને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો હતો. અને જણાવ્યું હતું કે "બેરોજગારી કી બીમારી, ભારત મે મહામારી કા રૂપ લે ચૂકી હે, ઓર ભાજપા શાસિત રાજ્ય ઇસ બીમારી કા એપિસેન્ટર બન ગયે હૈ" વધુમાં જણાવ્યું હતું કે એક આમ નોકરી કે લિએ કતારો મે ધક્કે ખાતા "'ભારત કા ભવિષ્ય' હિ નરેન્દ્ર મોદી કે અમૃતકાલ કી હકીકત હે"
હર્ષ સંઘવીનું નિવેદન: કોંગ્રસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર કરેલ નિવેદનને લઇને ભાજપ ચિંતામાં મુકાઇ ગયું હતું. ત્યારે આજરોજ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે નિવેદન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આજે સાંજ સુધીમાં તમામ પ્રકારની જિલ્લા કલેકટર અને અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવશે. કેટલા લોકો ત્યાં આવ્યા હતા અને કેટલા લોકોના ઇન્ટરવ્યૂ થયા અને કેટલા લોકોને રોજગારી મળી એ માહિતી આપવામાં આવશે. આ રોજગારી મુદ્દે રાજનીતિ યોગ્ય નથી. ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ હંમેશા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.