ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે વરસાદની શરૂઆત 9-10 જૂનના રોજ થી ચાલુ થઈ ગઈ હતી. જે દર વર્ષ કરતાં વહેલી થઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ હવે વહેલી થયેલી આ વરસાદની શરૂઆત વચ્ચે રોકાઈ ગઈ હોય એવું લાગે છે. ગુજરાતનાં જિલ્લાઓમાં અમુક છૂટછવાયા વિસ્તારોમાં વરસાદ થતો હતો પરંતુ હવે આગળના બે દિવસ દરમિયાન તેની પણ સંભાવના ઓછી જોવા મળે છે.
વતાવરણીય પૂર્વાનુમાન: ભારતીય હવામાન વિભાગ દ્વારા વતાવરણીય પૂર્વાનુમાન અનુસાર 15 અને 16 જૂનના રોજ વરસાદની સંભાવના ખૂબ ઓછા જિલ્લાઓમાં દર્શાવવામાં આવી છે. જે અનુસાર 15 જૂનના રોજ અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જ્યારે 16 જૂનના રોજ બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની મહદઅંશે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.
વરસાદની શક્યતાઓ ઓછી: જ્યારે 17 જૂનના રોજ બે થી ત્રણ જેટલા જ જિલ્લાઓ જેવા કે ભાવનગર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના પણ માત્ર મહદઅંશે. આમ જેમ જેમ દિવસો આગળ વધે છે તેમ તેમ વરસાદની શક્યતાઓ ઓછી થતી જે છે. તેથી હવે જોવું રહ્યું કે ગુજરાતમાં આ વર્ષે વહેલો આવેલો વરસાદ કેટલો ટકશે.
ચોમાસું દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધે છે: અહીં નોંધનીય બબત એ છે કે, ઉત્તર ભારતમાં વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેના આગમનના અણસાર ખૂબ ઓછા દેખાય છે. જ્યારે દક્ષિણ ભારતમાં ચોમારની ઋતુ ધમધોકાર શરૂ થઈ ગઈ છે. જેમાં કેરળ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાનો સમાવેશ થાય છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ થઈ રહ્યો છે. આમ ચોમાસું દક્ષિણ તરફથી ઉત્તર તરફ આગળ તો વધે છે. હવે એ જોવું રહ્યું કે, ગુજરાત સુધી પહોંચતા કેટલી વાર લાગશે.