ગાંધીનગર: ઉત્તર ગુજરાતમા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, સાબરકાંઠા,બનાસકાંઠામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મેહસાણા, પાટણ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. આ ઉપરાંત કચ્છ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે 06 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં યેલો અલર્ટ હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફ ના કારણે વરસાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ગઈકાલે (5 સપ્ટેમ્બર 2024) 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.71ઇંચ, બેચરાજીમાં 2.40 ઇંચ, રાધનપુરમાં 2.28 ઇંચ, શંખેશ્વરમાં 1.7 ઇંચ, લાખાણીમાં 1.5 ઇંચ, જોટાણામાં 1.4 ઇંચ, નડિયાદમાં 1.4 ઇંચ, કડીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે.